અબ્દુલ કલામના જીવનમાંથી શીખવા જેવી બાબતો !

અબ્દુલ કલામના જીવનમાંથી શીખવા જેવી બાબતો !

8th January 2018 0 By admin

તેમનું તો જીવન જ આખું આપણા માટે બોધપાઠથી ભરેલું છે. મેં અહીં આજે જે દરેક વ્યક્તિને અતિ મહત્વના છે તેવા થોડા ગણા મુદ્દા ટુકડે ટુકડે ભેગા કરી વર્ણવ્યા છે.

સંકટ સમયે શરણાગતિ ના સ્વીકારો,પણ લડો : એક મધ્યમવર્ગ પરિવારમાં જન્મેલાં કલામે તેમના પરિવારની આર્થિક સ્થિતિથી ક્યારેય હતાશ ના થયા. તેમના પિતા બોટ ભાડે આપી તેમાંથી આવતી આવકનું ગુજરાન ચલાવતાં. જયારે સુબ્રમણિય સાહેબે તેમને ભણવાનું સપનું દેખાડ્યું, ઉડવાનું સપનું દેખાડ્યું ત્યારથી ભણવાની જોરદાર ધગસ લાગી. પોતાનાં પરિવાર અને ભણવાનો ખર્ચો નીકળે તે માટે છાપાં વહેંચવાનું ચાલુ કર્યું.
હંમેશા કાર્યરત બનો : 80 વર્ષથી વધુ ઉંમરના થયા તો પણ લોકોને પ્રેરણા આપવાનું બંધ ના કર્યું. તેમનો જીવનસંદેશ અને બોધપાઠ વધુ ને વધુ લોકો સુધી પ્રસરાવતા ગયા. આપણી ઘરની આસપાસનાં 80+ જે વૃદ્ધો હશે તેમની કલ્પના કલામ સાહેબ સાથે ખરી ? બીજી એક વાર, તેમનું મૃત્યુ પણ 84 વર્ષે શિલોન્ગની IIMમાં ભાષણ આપતા જ થયું.
વિનયશીલ બનો,ભલે તમે દેશના ઉચ્ચ વ્યક્તિ હોવ : જયારે તેઓ દેશના 11માં રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે રાષ્ટ્રપતિભવનનાં ઉચ્ચકક્ષાનાં જેટલા રૂમ હતા એ બધા સ્ટાફને લોક કરાવી દેવા જણાવ્યું અને પોતે એક નાનકડાં રૂમમાં રહેવાનું અને કામ બંને કરતાં. બીજો એક પ્રસંગ, તેમના રાષ્ટ્રપતિ તરીકેના શાસનકાળ દરમિયાન તેમને તેમના જે સબંધીઓ અને મિત્રો મળવા આવતા તેમને મેહમાન કક્ષમાં સગવડ પુરી પડી તેમનો બધો ખર્ચો પોતાનાં પગારમાંથી આપતાં.

સપનાંઓની પાછળ ભાગો,ભલેને ગમે તેટલાં મુશ્કેલ હોય : સુબ્રમણિય સાહેબે તેમને આકાશમાં ઉડવાનું સપનું દેખાડ્યું પછી તો કલામ ક્યારેય ઉભા નથી રહ્યા. પડ્યા તો ઉભા થઇને પણ સપના પાછળ દોડ્યા. આર્થિક સ્થિતિ નબળી છે તો શું થઇ ગયું ? છાપાં વહેંચીને પણ હું મારા સપના પુરા કરીશ એવી એક ધગસ તેમના મનમાં જાગી ગઈ હતી.
ધર્મ(સંપ્રદાય) એટલે શું ? : આજે દેશમાં ધર્મના નામે કેટલાય ખરાબ કર્યો થાય છે,અને એમાંય એમાંય હિન્દૂ-મુસ્લિમ તો ખાસ .ખરેખર જો અબ્દુલ કલામ હોત તો તેમને ખૂબ જ દુઃખ થાત. તેઓ ધર્મ ની વ્યાખ્યા આપતા કહે છે કે “સારા લોકો માટે ધર્મ એટલે નવા મિત્રો બનવાનો માર્ગ અને ખરાબ લોકો માટે ધર્મ એટલે સંઘર્ષનું સાધન ! તેમનો આ ગુણ એ તેમના પરિવારમાંથી અને તેમના આસપાસના વાતાવરણમાંથી મેળેલો. તેમના પિતા રામેશ્વરમના શિવ મંદિરના પૂજારી શ્રી લક્ષ્મણશાસ્ત્રીના ખાસ મિત્ર હતા. તેમના શાળાના મિત્રો પણ અલગ અલગ સંપ્રદાયના હતા

અબ્દુલ કલામના જીવનમાંથી શીખવા જેવી બાબતો અચૂક વાંચજો અને #share કરજો