અભણ ખેડૂત પિતાની દીકરી રોમા ધડુક જી.પી.એસ.સી મેઇન્સમાં સફળતા મેળવી

અભણ ખેડૂત પિતાની દીકરી રોમા ધડુક જી.પી.એસ.સી મેઇન્સમાં સફળતા મેળવી

31st January 2018 0 By admin

અભણ ખેડૂત પિતાની દીકરી રોમા ધડુક જી.પી.એસ.સી મેઇન્સમાં સફળતા મેળવી
ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનમાં યુ.પી.એ.સી, જિ.પી.એસ.સી, તલાટી,તેમજ ક્લાસ-૩ ને લગતી સરકારી નોકરી માટેની તૈયારી કરાવવામાં આવે છે રોમા ધડુક શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનમાં યુ.પી.એ.સી તેમજ જિ.પી.એસ.સી પરીક્ષાની તૈયારી લીધેલ હતી અને તે તાજેતરમાં જાહેર થયેલ જિ.પી.એસ.સી મેઈન્સ પરિણામ માં સફળતા મેળવી છે
રોમા ધડુકનો પરિવાર સામાન્ય ખેડૂત પરિવાર છે રોમા ધડુકે નવગુજરાત સમયને મુકાકતમાં જણાવ્યું હતું કે તેમના પરિવારમાં પિતા જેઠાભાઈ સાવ અભણ છે અને માતા એ સાત ધોરણ સુધીનો અભ્યાસ કરેલ છે. રોમના પરિવારમાં એકેય પુત્ર નથી તેઓ માત્ર ચાર બહેનો છે પરંતુ પિતાએ દીકરી રોમાને ગામ ઘોઘાવદરમાં ભણાવી છે અને ઓફિસર બનાવવાનું સપનું જોયું હતું. રોમા કહે છે પિતાએ મને ભણવા માટે શહેરમાં મોકલી છે અને હમેંશણે માટે મને પ્રોત્સાહન આપ્યું છે,
આટલું જ નાહુ ચાર બહેનોમાંથી બે બહેનો ઘરની સામાન્ય પરિસ્થિતિના કારણે આગળ ભણી શકી નથી, જો મને ડેપ્યુટી કલેક્ટર જેવી પોસ્ટ મળે તો મારે દરેક ગામડામાં રહેતી દરેક દીકરીઓ માટે કામ કરવું છે અને અનસ્કીલ્ડ અને આફ સ્કીલ્ડ લોકોને કહેવું છે કે હું દીકરી થઈને આ પરિણામ મેળવી શકી. તમે પણ મહેનત કરશો તો તમે પણ ધારો તે કામ કરી શકશો.
શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન(SPCF)નું GPSC ક્લાસ 1-2 મુખ્ય
પરીક્ષામાં 26 ઉપરાંત વિધાર્થી ઉતીર્ણ થયા.
આ વર્ષે પણ સંસ્થાની સફળતાનું એક વધુ શ્રેષ્ઠ પરિણામ….

તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જી.પી.એસ.સી ની મેઈન્સ પરીક્ષા લેવાયેલ હતી.તેમાં રાજકોટ ખાતે એન.જી.ઓ શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના નેજા નીચે તૈયારી કરી રહેલા વિધાર્થીઓ પૈકી સરકારશ્રીની નોકરીઓ માટે 25 કરતા પણ વધુ વિધાર્થીઓ ઉતીર્ણ થઇ સંસ્થાનું નામ રોશન કરેલ છે. તેમજ UPSC મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર થયેલ છે જેમાં સંસ્થાના 2 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયેલ છે.
આ સંસ્થા નીચે હાલ યુ.પી.એસ.સી, જી.પી.એસ.સી તેમજ ક્લાસ-૩ ની પરીક્ષાઓ માટે પણ વર્ગો ચાલે છે.
આ સંસ્થામાંથી અત્યાર સુધીમાં યુ.પી.એસ.સી. ની આઈ.એફ.એસ. પરિક્ષામાં એક વિદ્યાર્થી પ્રકાશ સેલત ઉતીર્ણ થયેલ છે. અને હાલ તેઓ ટ્રેઈનીંગમાં જોડાયેલ છે. આ રીતે સંસ્થાએ ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરેલ છે.
સંસ્થામાંથી અત્યાર સુધીમાં GPSC ક્લાસ 1-2 માં 25 વિદ્યાર્થી, GPSC ક્લાસ 2- ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ઓફિસર-1, બિનસચિવાલય ક્લાસ-૩ માં 20 વિદ્યાર્થી, તલાટી મંત્રી-15, જુનિયર ક્લાર્ક-16, સિનીયર ક્લાર્ક-4 , પી.એસ.આઈ.-22, એ.એસ.આઈ-22, કોન્સ્ટેબલ-104, ફોરેસ્ટ-2, ચીફ ઓફિસર-2, ડીપ્યુટી અકાઉન્ટ ઓફિસર-1, GPSC ઈરીગેશન ડીપાર્ટમેન્ટ-1, ડીપ્યુટી સેક્શન ઓફિસર-20+ ઉપરાંત વિદ્યાર્થીઓ નોકરીમાં જોડાયેલ છે.
આમ રાજકોટ ખાતે શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના સરદારપટેલ ભવન ખાતે નિષ્ણાંત ફેકલ્ટીના માર્ગદર્શન નીચે અતિ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા બિલ્ડીંગમાં લાઈબ્રેરી, વાંચનાલય, ડીઝીટલ લાઈબ્રેરી વાતાનુકુલીન વાતાવરણમાં વિદ્યાર્થીઓ નજીવી ફી ભરી તાલીમ મેળવી રહ્યા છે.
સંસ્થા આ રીતે રોજગાર લક્ષી તાલીમો માટે અગ્ર સ્થાન ધરાવે છે. ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ, સરદાર પટેલ ભવનના પ્રમુખશ્રી વલ્લભભાઈ સતાણી અને ટ્રસ્ટી શ્રી ઓ એ અભિનંદન પાઠવેલ છે.
અભણ ખેડૂત પિતાની દીકરી રોમા ધડુક જી.પી.એસ.સી મેઇન્સમાં સફળતા મેળવી છે લેઉઆ પટેલ સમાજનું ગૌરવ વધાર્યું છે ઈન્ટરવ્યૂમાં ખુબ સારી સફળતા મેળવે ……

વર્ષ ૨૦૧૭ માં જાહેર થયેલ GPSC પરીક્ષાના રીઝલ્ટ માં લેઉઆ પટેલ સમાજના  વિપુલભાઇ સાકરિયા ઓલ ગુજરાતમાં ત્રીજા નંબરે ઉતીર્ણ થયા હતા જેઓ હાલમાં ડેપ્યુટી કલેકટ જેમનનું સંસ્થાના પ્રમુખ વલ્લભભાઇ સતાણી ના હસ્તક  સન્માન કરવામાં આવ્યું હતું.

ધારા ભાલાળા 38માં ક્રમે હાલ ડેપ્યુટી કલેકટર

કોટડીયા પાર્થ 7માં ક્રમે હાલ ડેપ્યુટી કલેકટર

શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન એક સંસ્થા છે જે દરેક સમાજના વિદ્યાર્થીઓને સરકારી નોકરી માટેની તૈયારી કરાવે છે જે આપણા માટે એક ગૌરવની વાત છે આ મેસેજ વધુને વધુ લોકો સુધી પહોચાળજો જેથી  કરીને ગામડામાંથી આવતા દરેક વિદ્યાથીઓ આ સંસ્થાનો લાભ લઇ શકે વધુ માહિતી માટે સંપર્ક કરો

સ્થળ : સરદાર પટેલ ભવન

ન્યુ માયાણી નગર,પાણીના ટાંકા સામે,

માલવિયા નગર પોલીસ સ્ટેશનવાળી શેરી,

મવડી મેઈન રોડ , રાજકોટ

કોન્ટેક્ટ નંબર : 2365099 / 2970498/ 7069929295/6/7