આદિવાસી જાતિની લગ્નવિધિ

આદિવાસી જાતિની લગ્નવિધિ

4th December 2017 0 By admin

શું તમને ખબર છે આદિવાસી લોકોની લગ્નવિધી..કેવી રીતે હોય છે?

જેમાં છોકરો તેનાં પિતા અનેં કેટલાક સંબંધીઓ કન્યાનેં જોવા જાય છે. જો છોકરાનેં કન્યા ગમી જાયતો “પિયાણ દિવસ”(સગાઇ) નક્કી કરવામાં આવે છે. આ પિયાણ નાં દિવસે બંન્ને પક્ષો સાથે મળીને મહુડાનાં દારૂનીં મહેફીલ જમાવે છે. અને તે દિવસે લગ્નની તીથી નક્કી કરાય છે.અને તે દિવસે કન્યા જાન લઇનેં વરનાં ઘરે પરણવા જાય છે. સાંજ અથમ્યા બાદ કન્યાને માનભેર મંડપમાં લાવવામાં આવે છે. કન્યાનેં જમાડતા પહેલા તેનીં થાળીમાં વરપક્ષ તરફથી સવા રૂપિયો મુકવામાં આવે છે. અનેં ત્યાર પછીજ જમણ ચાલું થતુ. જમણ પછી રાતભર નાચગાન ની મહેફીલ જામે છે નેમાં વર અને કન્યાને તેનાં મામા ખભા પર ઉંચકીને નચાવે છે તથા તેમનાં ભાઇઓ તથા બહેનો વર અને કન્યાને બળદગાળા ની પાંગરી પર બેસીને નચાવે છે, અને સવારે અગ્નિવેદી પર સાત ફેરા ફરી છેડા બાંધવામા આવે છે. અને સવારે કન્યા પક્ષ કન્યાને મુકીને ઘરે જાય છે, લગ્નનાં પાંચ દિવસ પછી કન્યા થોડા દિવસ તેનાં પિયર રહેવા આવે છે. (આદિવાસી સંસ્કુતીમાં મામા અને ફોઇ નાં બાળકો વચ્ચે લગ્નપ્રથા માન્ય છે)