આને કહેવાય આત્મવિશ્વાસ

આને કહેવાય આત્મવિશ્વાસ

13th November 2017 6 By admin

૫મી ઓક્ટોબર ૨૦૦૭નો એ દિવસ હતો. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે એક દિવસીય મેચ ચાલી રહી હતી. ઓસ્ટ્રેલીયાએ પોતાના પ્રથમ દાવમાં ૨૯૦ રન કર્યા હતા. ભારતીય ટીમ પોતાના જીતના લક્ષ્યાંકને પહોચવા મથામણ કરી રહી હતી. અને જેના પર જીતનો આધાર આધાર હતો એવો સચિન તેંદુલકરને ૪૩ રનમાં ક્લીન બોલ્ડ કરીને બ્રેડ હોગે સચિનની વિકેટ લીધી ભરતીય ટીમ ૪૭.4 ઓવરમાં માત્ર ૨૪૩ રન કરીને ઓલ આઉટ થઇ ગઈ અને ભારત એ મેચ હારી ગયું.

બ્રેડ હોગ પોતાની એ સફળતાથી ખુબ ખુશ હતો.જયારે મેચ પૂરી થઈ ત્યારે બ્રેડ હોગ સચિન પાસે ગયો અને જે બોલથી વિકેટ લીધી હતી તે બોલ સચિનના હાથમાં આપીને બોલ પર ઓટોગ્રાફ આપવા વિંનતી કરી સચિને આ સમયે પોતાની મહાનતાનો પરિચય આપ્યો.બહુ પ્રેમથી બોલ પોતાના હાથમાં લીધો ,સચિને બોલ પર પોતાનો ઓટોગ્રાફ આપ્યો અને એક સરસ વાક્ય લખ્યું.”this will never happen again, hoggy.”(હોગી, ભવિષ્યમાં આવું હવે ક્યારેય નહિ બને.)ઓસ્ટ્રેલીયન બોલર બ્રેડ હોગે તા.2 માર્ચ ૨૦૦૮ ના રોજ વન-ડે અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી ત્યાં સુધીમાં 7 વન-ડે અને ૩ ટેસ્ટમાં સચિન તેંદુલકર સામે તેણે બોલિંગ કરી. ઈતિહાસ એ વાતનો છે કે બ્રેડ હોગને એકપણ વખત સચિનની વિકેટ નથી મળી.

જો આપ અત્મ્વીશ્વાસ્તીહ છલોછલ હશો તો ગમે તેવા પડકારને સ્વીકારવાનું આપનું સાહસ આપણે સફળતા તરફ લઈ જશે એમાં સંકાને કોઈ જ સ્થાન નથી.

અભ્યાસથી(પ્રયત્ન)થી બધી જ ક્રિયા થાય છે.

અભ્યાસ(પ્રયત્ન)થી બધીજ કલાઓ,

ધ્યાન,મૌન આદી થાય છે. અભ્યાસ(પ્રયત્ન)શું દુષ્કર(અશક્ય) છે?