
કર્ણાંટકના ગુલબર્ગ જીલ્લામાં આવેલા લકમ્મા દેવીનું મંદિર આવેલ છે. જયાં દરવર્ષે ફુટવિયર ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં દુર-દુરથી ભક્તોનું ઘોડાપુર દર્શન કરવા આવી ચડે છે.
આ તહેવારનું આયોજન દિવાળીના છઠ્ઠા દિવસે કરવામાં આવે છે. જ્યાં લોકો પોતાની મનોકામના પુરી કરવા દર્શને આવે છે.
અને મનોકામના પુર્ણ થયેથી ઝાડ પર ચપ્પલ ચડાવવા આવે છે. આ સાથે ભાવિકો ભગવાનને શાકાહારી અને માંસાહારી ભોજન પણ ધરાવે છે.
આ મંદિરની મુલાકાત લેતા ભક્તો પાસેથી જાણવા મળ્યુ કે ભગવાનને ચપ્પલ ચઢાવવાથી ભગવાન તેમની ખરાબ શક્તિઓથી રક્ષા કરે છે.
એક લોકમાન્યતા અનુસાર પગની તકલીફો અને ઘુંટણ દર્દ કાયમ માટે દુર થાય છે. આ મંદિરમાં માત્ર હિંદુઓ જ નહીં પરંતુ મુસ્લીમો પણ આ સ્થળના દર્શને ઉમટી આવે છે.
આ મંદિરમાં #ચપ્પલ ચઢાવાથી બધી #મનોકામના પૂરી થાય છે,…..ક્યાં આવેલું છે આ #મંદિર વિષે #અચૂક વાંચજો
બીજા કેટલાય મંદિરો વિષે વધુમાં વાંચો
કાળ ભૈરવ મંદિર
શું છે માન્યતા- કાળ ભૈરવ દારુ પીવે છે.
એમપીના ઉજ્જૈનમાં છે આ મંદિર. અહીં કાળભૈરવને માત્ર દારુ ચઢાવવામાં આવે છે. કહેવાય છે કે દારુથી ભરેલો કપ કાળ ભૈરવની મૂર્તિના મુખ ઉપર લગાવવાથી જોત-જોતામાં ખાલી થઈ જાય છે. અહીં દારું ચઢાવવાથી મનોકામના પૂરી થવાની વાત કહેવામાં આવે છે.
યમરાજનું મંદિર
શું છે માન્યતા- મર્યા પછી સૌથી પહેલાં અહીં આવે છે આત્મા.
હિમાચલ ચંબા જિલ્લાના ભરમૌરમાં આવેલ આ યમરાજનું મંદિર છે. મંદિરના ચાર દરવાજા છે. એવું માનવામાં આવે છે કે મર્યા પછી દરેક વ્યક્તિની આત્મા યમદૂત સૌથી પહેલાં અહીં લઈને આવે છે. મંદિરની અંદરનું દ્રશ્ય ઘણું ડરામણું હોય છે.
પદ્મનાભ સ્વામીનું મંદિર
શું છે માન્યતા- કોબરા કહે છે ખજાનાનું રક્ષણ
કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં પદ્મનાભ સ્વામીનું મંદિર છે. મંદિરના ભોયરાઓમાં અરબો રૂપિયાનો ખજાનો હોવાની વાત કહેવામાં આવે છે. કહેવાય છે કે આ ખજાનાની સુરક્ષા કોબરા નાગ કરે છે.