એક બહેન તો હોવીજ જોઈએ..

એક બહેન તો હોવીજ જોઈએ..

22nd November 2017 0 By admin

અમુક ભાઈ-બહેનોને એકબીજા સાથે બહુ બને છે. દાખલા તરીકે, ૧૯ વર્ષની રીના કહે છે કે ‘૧૬ વર્ષની મારી બહેન હિના, મારી બેસ્ટ ફ્રેન્ડ છે.’* ૧૭ વર્ષની કિરન, તેના ૨૦ વર્ષના ભાઈ એરિક વિષે કહે છે: ‘અમને એકબીજા સાથે બહુ ફાવે છે. અમે કદીએ ઝઘડતા નથી.’

પણ દરેક ભાઈ-બહેનો માટે એવું હોતું નથી. અમુક યુવાનો લોરન અને મારિયા જેવા હોય છે. લોરન કહે છે: ‘અમે હંમેશાં ઝઘડતા હોઈએ છીએ. નાની-નાની બાબતોમાં પણ અમારી વચ્ચે બોલા-બોલી થતી હોય છે.’ કદાચ તમને ૧૨ વર્ષની એલિસ જેવું લાગે. તે તેના ૧૪ વર્ષના ભાઈ ડેનિસ વિષે કહે છે: ‘તે કાયમ મારું માથું ખાતો હોય છે. મારા રૂમમાં ઘૂસીને પૂછ્યા વગર મારી વસ્તુઓ લઈ લે છે. સાવ બુદ્ધિ વગરનો!’

જો તમારા ભાઈ કે બહેન સાથે બનતું ના હોય તો તમારા મમ્મી-પપ્પાની જવાબદારી છે કે બધાને સંપીને રહેવા મદદ કરે. જોકે હંમેશાં તેઓ તમને મદદ નહિ કરી શકે. આજે નહિ, તો કાલે તમારે બીજાઓ સાથે હળીમળીને રહેતા શીખવું પડશે. એની પ્રૅક્ટિસ તમે હમણાં જ કરી શકો છો.

વિચાર કરો કે તમારા ભાઈ કે બહેન સાથે શાને લીધે ખેંચતાણ થાય છે. એનું મુખ્ય કારણ શું છે? નીચેનું લિસ્ટ જુઓ અને જે બાબતો તમને લાગુ પાડતી હોય, એની બાજુમાં ટિક ✔ કરો. અથવા એવા બનાવો વિષે લખો જેમાં તમારું મગજ તપી જતું હોય.

  • વસ્તુઓ. પૂછ્યા વગર મારો ભાઈ કે બહેન મારી વસ્તુઓ લઈ જાય.
  • એકબીજા વચ્ચે ના બને. મારો ભાઈ કે બહેન સ્વાર્થી હોય, વિચાર્યા વગર બોલ્યા કરે. મારા પર હુકમ ચલાવે.
  • મારી પર્સનલ બાબતોમાં માથું મારે. પૂછ્યા વગર મારા રૂમમાં ઘૂસી જાય અથવા પૂછ્યા વગર મારા ઈ-મેલ કે મૅસેજ વાંચવા માંડે.
  • બીજું કંઈક. ․․․․․

શું તમારા ભાઈ કે બહેન ઘડી-ઘડી તમને ચીડવે છે? તમારા પર હુકમ ચલાવે છે? તમારી પર્સનલ બાબતોમાં માથું મારે છે? જો આવામાં તમે ખ્યાલ નહિ રાખો તો તમારા ભાઈ કે બહેન વચ્ચેનું અંતર વધતું જશે. બાઇબલ કહે છે કે ‘નાક મચકોડવાથી લોહી નીકળે છે; તેમજ ગુસ્સાને ઉશ્કેરવાથી ઝઘડો ઊભો થાય છે.’ (નીતિવચનો ૩૦:૩૩) જો તમે નાકને જોશથી મચકોડશો તો લોહી નીકળશે. એવી જ રીતે જો તમે ગુસ્સાને મનમાં ભરી રાખશો તો ઝઘડો થશે. પરિણામે તકલીફો વધશે. (નીતિવચનો ૨૬:૨૧) એવું ન થાય માટે તમે શું કરી શકો? કેમ નહિ કે પહેલા ઝઘડાનું મૂળ પારખો.

હાલમાં તમારા ભાઈ કે બહેન સાથે બોલા-બોલી થઈ હોય એનો વિચાર કરો. ત્યાર પછી આ સવાલોના જવાબ બાજુમાં લખો.

ઝઘડો શામાંથી શરૂ થયો?

એનું મૂળ કારણ શું હતું?

તકલીફને સુધારવા અને એ ફરી ન થાય માટે તમે કેવા નિયમો નક્કી કરશો?