એક સુંદર કથા
એક અમેરિકન લંડન ની હોટલમાં ગયો ,જેવો તે દાખલ થયો,તેણે જોયુ કે એક ખૂણામાં એક ભારતીય પણ બેઠો હતો. તેથી તેણે કાઉનટર પર જઈ પોતાનું પાકીટ કાઢ્યું અને બુમ પાડી, “વેઈટર હું આ હોટલ માં બેઠેલ તમામ વ્યક્તિ માટે ખાવાનું મગાવું છું, ફક્ત ત્યાં બેઠેલ ભારતીય સિવાય.” એટલે વેઈટરે પૈસા લીધા અને ભારતીય સિવાય દરેકને જમવાનું પીરસવા લાગ્યો. ભારતીય વ્યક્તિ જરા પણ વિચલિત ન થતા અમેરિકન સામે જોયું અને ચિલ્લાયો “થેંક યુ”. આ વાતે અમેરિકન ઘવાયો અને પાછું પોતાનું પર્સ કાઢ્યું અમે બુમ પાડી “વેઈટર,આ લે પૈસા અને પેલા ભારતીય સિવાય દરેકને એક એક દારૂની બોટલ અને જે જોઈએ તે બધું ખાવાનું આપ“ એટલે વેઈટરે ફરી તેની પાસેથી પૈસા લીધા અને ભારતીય સિવાય દરેકને દારૂ અને વધુ જમવાનું પીરસવા લાગ્યો. જયારે વેઈટરે ભારતીય ને છોડી ને દરેક ને દારૂ અને ભોજન આપવાનું પૂરું કર્યું ત્યારે ભારતીય વ્યક્તિએ અમેરિકન સામે જોયું , સ્માઈલ કર્યું અને જોરથી ચિલ્લાયો “થેંક યુ”.આ વાતે અમેરિકનને બેબાકળો બનાવી દીધો તે કાઉનટર પર ઝૂક્યો અને વેઈટરના કાનમાં બબડ્યો “આ ભારતીયને તકલીફ શું છે, હું તેને છોડીને બધા માટે જમવાનું માંગવું છું ,તો તે ગુસ્સે થયા વગર બેઠો રહે છે ,સ્માઈલ કરે છે અને પછી ‘થેંક્યું’ બોલીને બરડે છે , શું તે ગાંડો છે ?” વેઈટર અમેકન તરફ જોઈ હસ્યો અને કહ્યું “ ના એ ગાંડો નથી પણ તે આ હોટલ નો માલિક છે.અજાણતા પણ તમારા વિરોધીઓને તમારી ફેવર માં કામ કરવા દો.• ગુસ્સા થી દુર રહો , ગુસ્સો ફક્ત તમને પોતાનેજ ઈજા પહોંચાડશે• જો તમે સાચ્ચા છો તો ગુસ્સો કરવાની જરુરતજ નથી.• જો તમે ખોટા છો તો તમને ગુસ્સો કરવાનો અધિકાર નથી.• પરિવાર સાથે ધીરજથી કામ લેવું એ પ્રેમ લાગણી છે .• બીજાઓ સાથે ધીરજથી કામ લેવું એ માન સન્માન છે.• પોતાની સાથે ધીરજથી કામ લેવું એ વિશ્વાસ છે.• ઈશ્વર સાથે ધીરજથી કામ લેવું એ શ્રદ્ધા છે.• ભૂતકાળ વિશે વિચારશું તો દુઃખ મળશે. ભવિષ્યકાળ વિશે
વિચારશું તો ભય વધશે.• વર્તમાન વિશે વિચારશું તો આનંદ મળશે.• દરેક પરીક્ષા આપણને હિમત્તવાન અને સદ્ ગુણી બનાવે છે.• દરેક સવાલ આપણને કાં મજબુત બનાવે છે,કાં તોડી નાખે છે,• પસંદ આપણી છે – આપણે ભોગ બનવું કે પછી ભાગ્યશાળી• સુંદર વાતો દરેક વખતે સારી નથી હોતી પણ સારી વાતો હમેશાસુંદર હોય છે.• આપણને ખબર છે ઈશ્વરે આંગડીઓ વચ્ચે જગ્યા કેમ રાખી છે ?કેમકે કોઈ ખાસ સ્વજન આપણો હાથ પકડીને હમેશ માટે જગ્યાભરી દેશે ,કદાચ ઈશ્વર પોતે પણ હોય.• ખુશી આપણને મીઠડા બનાવે છે પણ મીઠડા બનવાથી ખુશીઆપોઅપ આવે છે.ઘણા વર્ષો પહેલાની આ વાત છે.એક રાજા જરાય ઈશ્વરમાં માનતો ન હતો રાજા એવું માનતો હતો કે લોકોને નાનપણથી જ માતા-પિતા તરફથી આવી કેળવણી મળેલી હોય છે.જો બાળકને નાનપણથી જ ઈશ્વર વિષે જણાવવામાં ન આવે તો તે ઈશ્વર વિષે વિચારે પણ નહિ કે શ્રધ્ધા ન રાખે.રાજા માનતો હતો કે ઈશ્વર જેવી કોઈ ચીજ જ નથી .સમય પસાર થતા રાજા ને ઘરે દીકરાનો જન્મ થયો એ સમયે રાણી બીમાર પડી અને મૃત્યુ પામી બાળકને રાજા પાસે છોડીને જ જતી રહી.રાજા ઈચ્છતો હતો કે તેનો બાળક ક્યારેય પણ ભગવાન વિષે સંભાળે નહી કે જાણે નહી એટલે રાજાએ તેના પુત્ર ને કિલ્લામાં બંધ રાખ્યો. તે તેના દીકરાને સુખ-શાંતિ આપતો તેની કાળજી રાખવા દાસીઓ સેવામાં રહેતી. ગુરુજી દ્વારા દરેક પ્રકારનું શિક્ષણ આપતું પણ રાજા એ રાજદરબારમાં કડક સુચના અપાવી હતી કે રાજકુમાર ને કદાપી ભગવાન વિષે વાત ન કરવી. આમ રાજકુમાર ને બધાજ પ્રકારની વિદ્યા-વ્યવહાર શીખવવામાં આવ્યા પણ ઈશ્વરના નામનો એકપણ વાર ઉચ્ચાર કરવામાં ન આવ્યો.એક દિવસ રાજા રાજકુમારને મળવા આવ્યા ત્યારે રાજકુમાર બારીમાંથી બહાર જોઈ હાથ જોડી નમન કરી રહ્યો હતો તેને કહ્યું ‘ પિતા હું સર્જનહારને વંદન કરી રહ્યો હતો’ રાજા એકદમ ગુસ્સે થઇ ને દાસીઓ અને ગુરુજીને પૂછ્યું કે રાજકુમારને ઈશ્વર વિષે કોને જણાવ્યું હતું.તેઓએ કહ્યું કે અમે ક્યારેય ઈશ્વર શબ્દનો ઉચ્ચાર પણ નથી કર્યો.વિસ્મય પામેલા રાજાએ રાજકુમારને પૂછ્યું કે ‘કોણ સર્જનહાર’ ત્યારે નાનકડા રાજકુમારે જવાબ આપ્યો કે પિતા મને કોઈ શું કામ કહેવું પડે? હું રોજ આ બારી માંથી સુંદર આકાસ,લીલાછમ વૃક્ષો, પર્વતો, પક્ષીઓ, ફૂલો, નદીઓ જોવ છુ તો તેને સર્જન કરનારો કોક તો હશે ને??? તેને આપના બધા પર કેટલી લાગણી હશે એ આપણને કેટલો ચાહતો હશે તેથી તો આપણને આટલું બધું તેને આપ્યું છે તેથી હું પ્રેમથી તેને વંદન કરું છુ. એક યુદ્ધ હારેલા માણસની જેમ રાજા પાછો ફર્યો તેને પોતાના પુત્ર પાસેથી સમજાણું કે ઈશ્વર સત્ય છે.ઈશ્વર સર્વવ્યાપી છે તે દરેક જગ્યાએ છે તે વૃક્ષ, નદી, સૂર્ય, ચંદ્ર, પર્વતો, ગ્રહો, પક્ષીઓમાં બિરાજમાન હોય છે.ભગવાન અનેક નથી ભગવાનના અનેક રૂપ હોઈ છે