એ ચલ જા નીકળ આ ઘરમાંથી.. એકવાર તારા લગ્ન થઈ જાય તો પીછો છૂટે..

એ ચલ જા નીકળ આ ઘરમાંથી.. એકવાર તારા લગ્ન થઈ જાય તો પીછો છૂટે..

21st January 2018 0 By admin

એ ચલ જા નીકળ આ ઘરમાંથી.. એકવાર તારા લગ્ન થઈ જાય તો પીછો છૂટે.. અને હા હું બિલકુલ નહીં રડું તારા લગ્ન માં .. એવું કહેવા વાળો ભાઈ હોય છે
હા હા દેખાય છે લગ્ન પછી તું શું કરીશ નાની નાની વાતોમાં રીસાઈને બોલવા વાળો ભાઈ હોય છે ચલ હટ તું તો કાળી છે.. તારાથી વધારે તો હું ગોરો છું..આવી રીતે ચીડવવા વાળો ભાઈ હોય છે બધાના કપડાં choice કરે છે પણ પોતાના કપડાં બહેનની choice ના લે છે
એ ભાઈ હોય છે

આ style મને suit થાય છે ને? આવું ગર્લફ્રેન્ડ ની પહેલાં બહેનને 100 વાર પૂછવા વાળો ભાઈ હોય છે નવું બાઈક જોઈએ છે.. પપ્પાને કહે ને..
આવા મસ્કા મારવા વાળો ભાઈ હોય છે મારા ફોનને હાથ ના લગાવતી આવું કહીને તમારો ફોન હક્ક થી લે છે (ફોગટ માં hotspot થી net ચલાવવા માટે)
એ ભાઈ હોય છે દાદાગીરી કરીને પોતાના કપડાં હક્ક થી ધોવાનું કહેવા વાળો ભાઈ હોય છે. ઘરમાં ઝઘડે પણ દોસ્તો વચ્ચે બહેનનું સારું કહેતા ના થાકવા વાળો ભાઈ હોય છે
એ મમ્મી, આને ચૂપ કરાવી દે, નહિતર આજે આનું આવી બન્યું આવી ટપોરીગીરી થી ધમકાવવા વાળો ભાઈ હોય છે પણ.. બહેન ના લગ્નમાં ચૂપચાપ.. એક ખૂણામાં.. પોતાનું મોં છૂપાવીને રડવા વાળો ભાઈ હોય છે..