કર્ણાટકમાં આવેલા બાદામી કવ્સનું રહસ્ય

કર્ણાટકમાં આવેલા બાદામી કવ્સનું રહસ્ય

27th December 2017 0 By admin

કર્ણાટકમાં આવેલ બાદામી એક એવું સ્થળ છે, જે તમારું હૃદય ચૂમી લે છે. દિલથી બનાવેલ પથ્થરોની ગુફાઓ કે જે દરેક પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ બને છે, અને તે સરળતાથી વિશ્વભરના પ્રવાસીઓનું ધ્યાન ખેંચી શકે છે. તમે આ નગરની તુલના દેશમાં અન્ય પ્રાચીન સ્થળો સાથે કરી શકો છો, પરંતુ આ એક એવી જગ્યા છે કે જે કર્ણાટકના પ્રવાસને સંપૂર્ણપણે અનોખો આંનદ આપે છે આ નગર ખાતેના મંદિર તેમ જ ગુફાઓ પાષાણ શિલ્પકળા માટે પ્રસિદ્ધ છે
‘બાદામી’ એટલે રેતીના પથ્થરો થી ધેરાયેલ ગુફાઓ ‘બાદામી’ એ કર્ણાટકના બગલકોટ જીલ્લામાં સ્થિત એક પ્રાચીન શહેર છે.
બાદામીની ચાર ગુફાઓ માંથી બે ગુફાઓ ભગવાન વિષ્ણુ , એક ગુફા ભગવાન શિવ અને એક ગુફા જૈન ધર્મ સબંધિત છે
પહાળો કાપીને લાલ રંગોથી બનાવવામાં આવેલ આ ગુફાઓ પોતાની સુંદરતાને કારણે પ્રખ્યાત છે અહી પથ્થરો માં અદભૂત નકશી કામ કરવામાં આવેલ છે ૧૯૭૯મા બાદામી અને તેની આસપાસની જગ્યાએ શોધ કરતા મળેલ સામગ્રીઓ, મૂર્તિઓ, અભિલેખો, પુતાતાત્વીય અંશોનો સગ્રહ અને પરિરક્ષણ કરવા માટે અહી એક મૂર્તિ શાળા બનાવવામાં આવી હતી

 

માંલીકાર્જુન

રેતીના પથ્થરો થી ધેરાયેલ ગુફાઓ

ભૂતનાથ ગુફા

#વિશ્વની પ્રસિદ્ધ એવી આ બાદામી #ગુફાની એકવાર જરૂર #મુલાકાત લેવી જોઈએ