કેન્સરની રસી શોધાઈ, હવે થશે મનુષ્યો પર તેનો પ્રયોગ

કેન્સરની રસી શોધાઈ, હવે થશે મનુષ્યો પર તેનો પ્રયોગ

3rd February 2018 0 By admin

અમેરિકન યુનિ.નું સંશોધન

શરીરના કોઈપણ ભાગમાં થયેલી કેન્સરની ગાંઠ પર સીધો હુમલો કરતી રસીનું પરીક્ષણ હવે માણસો પર શરુ થશે. સ્ટેનફોર્ડ યુનિ. દ્વારા વિકસાવાયેલી આ વેક્સીન બનાવનારાનો દાવો છે કે, કેન્સરની કોઈ એક ગાંઠમાં આ રસી આપવાથી તે આખાય શરીરમાં પોતાનું કામ શરુ કરી દે છે.

ઉંદર પર પરીક્ષણ સફળ

આ રસીનું પરીક્ષણ ઉંદરો પર સફળતાપૂર્વક થઈ ચૂક્યું છે, અને માણસો પર તેનું પરીક્ષણ કરવા માટે કેન્સર થયું હોય તેવા લોકોની મદદ લેવાઈ રહી છે. આ દર્દીઓને ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન આ રસી આપવામાં આવશે. આ રસી માનવ શરીરને કેન્સર સામેની પ્રતિકાર શક્તિ વિકસાવવામાં મદદ કરે છે. તે ન માત્ર સસ્તી હશે, પરંતુ તેની કોઈ આડઅસર પણ નહીં હોય.

ટાર્ગેટ નક્કી કરીને કામ કરશે

તેને વિકસાવનારા ઓન્કોલોજીના પ્રોફેસર રોનાલ્ડ લેવીનુ કહેવું છે કે, રસીનો એક શોટ આખા શરીરમાં અસર બતાવશે. આખી ઈમ્યુન સિસ્ટમને તે એક્ટિવ કરવાને બદલે શરીરના જે ભાગમાં ગાંઠ હશે ત્યાં જ તે કામ કરશે. એટલું જ નહીં, તે અલગ-અલગ પ્રકારના કેન્સરની સારવાર કરવા માટે પણ સક્ષમ છે.

15 દર્દીઓ પર થશે ટ્રાયલ

આ વેક્સિનની ટ્રાયલ માટે પહેલા સ્ટેજના કેન્સરના 15 દર્દીઓને પસંદ કરવામાં આવશે. જો પરીક્ષણ સફળ રહ્યું તો તેનાથી અનેક પ્રકારની કેન્સરની ગાંઠોનો ઈલાજ થઈ શકશે. તેનો ઉપયોગ સર્જરી કરી ગાંઠ કાઢતા પહેલા પણ થઈ શકશે, અને જે ગાંઠો ડિટેક્ટ ન થઈ શકતી હોય તેનો ઈલાજ કરવા પણ થઈ શકશે.

સ્ટેનફોર્ડ યુનિ.એ અનેક ટ્રીટમેન્ટ શોધી છે

મહત્વનું છે કે, વિશ્વમાં હાલ કેન્સરની જેટલી પણ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે તેમાંની મોટાભાગની ટ્રીટમેન્ટ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં જ શોધાયેલી છે. આ રસી જેમણે બનાવી છે તેમણે જ કિમોથેરાપીની પણ શોધ કરી હતી, જે કેન્સરની સારવાર માટે અત્યારે સૌથી વધુ વપરાતી ટ્રીટમેન્ટ છે.

કેન્સરની #રસી શોધાઈ, ઉંદરો પર કરેલ #પ્રયોગ થયો સફળ હવે થશે #મનુષ્યો પર તેનો પ્રયોગ આ #માહિતી વધુને વધુ શેર કરજો #કેટલાયની #જિંદગી બચી જશે