કોકિલાબેન-ધીરુભાઈ અંબાણીની લવ સ્ટોરી… વાંચો..

કોકિલાબેન-ધીરુભાઈ અંબાણીની લવ સ્ટોરી… વાંચો..

11th January 2018 0 By admin

કોકિલાબેન-ધીરુભાઈ અંબાણીનું યુગલ એક આદર્શ યુગલ ગણાતું હતું. એક આદર્શ યુગલ એટલે એવું યુગલ જે હંમેશા એકબીજાની પડખે ઉભું હોય, સુખ-દુઃખમાં અડીખમ હોય. ધીરુભાઈનું મૃત્યુ 2002માં હાર્ટ એટેકથી થયું હતું. તેમના મૃત્યુ બાદતેમના પત્ની કોકિલાબેન અંબાણીએ પોતાના ધીરુભાઈ સાથેના લગ્નજીવનની કેટલીક અણમોલ ક્ષણો શેયર કરી હતી. તેમના આ પ્રસંગો સાંભળી એવું લાગે છે કે ધીરુભાઈ અંબાણી એક ઉત્તમ બિઝનેસમેન તો હતાં જ પણ તેઓ એક ઉત્તમ પતિ પણ હતા.


કોકિલાબેન કહે છે કે તેમને ધીરુભાઈનો પ્રેમ વ્યક્ત કરવાનો અંદાજ ખુબ પસંદ હતો.
કોકિલાબેન વર્ણન કરતાં કહે છે કે તેમણે જામનગરમાં ક્યારેય કોઈ કાર નહોતી જોઈ. એક વખત હું ચોરવાડથી અદેન શહેર જવા નીકળી હતી ત્યારે અચાનક ધીરુભાઈનો ફોન આવ્યો કે તેમણે મારા માટે એક કાર લીધી છે. તેઓ મને લેવા આવી રહ્યા છે. તેમણે મારી સાથે મજાક કરતાં મને ગાડીના રંગનો અંદાજો લગાવવા પુછ્યું. પણ તેમણે જ સામેથી જવાબ આપતા જણાવ્યું કે તે મારી જેવો બ્લેક છે. કોકિલાબેનને ધીરુભાઈની અભિવ્યક્તિનો આ અંદાજ ખુબ ગમતો હતો.


કોકિલાબેનનો અભ્યાસ ગુજરાતમાં ગુજરાતી માધ્યમમાં થયો હતો. તેઓ જ્યારે મુંબઈ શિફ્ટ થયા ત્યારે ત્યાંના વાતાવરણમાં ઢળવા માટે ધીરુભાઈએ તેમને ઇંગ્લીશ શીખવા જણાવ્યું અને તેમણે ઇંગ્લીશ શીખી પણ લીધું.
ધીરુભાઈને તેમના પત્ની માટે અત્યંત માન હતું. તે પોતાના દરેક શુભકામનો આરંભ કરતી વખતે હંમેશા કોકિલાબેનને સાથે જ રાખતા હતા. માત્ર એટલું જ નહીં પણ તે હંમેશા પોતાના દરેક કામ અને દરેક મોટા પ્રોજેક્ટની કોકિલાબેન સાથે ચર્ચા પણ કરતા હતા. ધીરુભાઈએ તેમને અંગ્રેજી પણ શીખવ્યું હતું. તેઓ જણાવે છે કે જ્યારે અમારી કંપની કોઈ નવા શહેરમાં પોતાનું કામ શરૂ કરે ત્યારે તે હંમેશા મને તે શહેરની જાણકારી મેળવવાનું કામ સોંપતા. તે તેમના કામ પર ફોકસ કરતાં અને હું તે જગ્યાની માહિતીઓ ભેગી કરતી. અને જ્યારે અમે નવરાશની પળો વિતાવતા ત્યારે તેઓ મને વિદેશની અવનવી હોટેલો અને ભોજનો વિષે વાત કરતા.
કોકિલાબેન વધારામાં કહે છે કે ધીરુભાઈએ પોતાના જીવનમાં એક ઉંચું મુકામ હાસલ કર્યું પણ ક્યારેય તેમણે તે વાતનું અભિમાન નથી કર્યું. ધીરુભાઈ માત્ર પોતાના જ મિત્રો સાથે બહાર ફરવા નહોતા જતાં પણ તેઓ મારા મિત્રોને પણ બોલાવતા. આ ઉપરાંત જ્યારે અમે નવું એરક્રાફ્ટ લીધું ત્યારે તેમણે મારા મિત્રોને લાવવાનો પણ ખુબ આગ્રહ કર્યો હતો.
લેખન સંકલન : અશ્વિની ઠક્કર