
કચ્છના લોરિયા ગામ પાસે થયેલા એક અકસ્માતમાં ધોરાજી તાલુકાના મોટાગુંદાળા ગામના 9 યુવાનોના મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે. એક નાના એવા ગામના 9 યુવાનોની એક સાથે નીકળેલી સ્મશાનયાત્રા કઠણ કાળજાના માણસના આંખના ખૂણા ભીંજવી દે. આ 9 યુવાનોમાંથી 6 યુવાનો તો એના માતાપિતાના એકના એક પુત્ર હતા.
થોડા સમય પહેલાના 9 દોસ્તોની આ સેલ્ફી અંતિમ તસવીર બની ગઈ.
hi
પ્રભુ ! તમામ યુવાનોના આત્માને સદગતિ આપે. એમના પરિવારને વિયોગ સહન કરવાની શક્તિ આપે.
શ્રી કૃષ્ણ શરણમ મમઃ
શ્રી કૃષ્ણ શરણમ મમઃ
શ્રી કૃષ્ણ શરણમ મમઃ
મોટા ગુંદાળાના
અને લેઉવા પટેલ પરિવારોના 9 યુવાનોના કચ્છ પાસે ના લોરિયા પાસે અકસ્માત માં મોત
પ્રભુ તમામ મૃતકો ના આત્મા ને શાંતિ આપે.
મરનારના નામ..
૧.રાજ વલ્લભભાઈ સેનજલિયા ઉ ૨૦
૨.જયદીપ વિઠલભાઈ બૂટાની ઉ ૨૧
૩.પ્રશાંત રમણિકભાઈ કાછડીયા ઉ ૨૦
૪.પિયુષ અશોકભાઈ ખોખર ઉ ૨૦
૫.ગૌરવ નથુભાઈ કોટડીયા
૬.મિલન કાનજીભાઈ કોટણીયા
૭.વિજય ધીરજભાઈ ડોબરીયા
૮.હાર્દિક રજનીકાંત બાંભરોલીયા
૯.રવિ
જેતપુર: ઉતરાયણના શુભ પર્વે ફરવા નિકળેલા કચ્છના લોરીયા નજીક ખાનગી બસ અને ઈક્કો કાર નંબર GJ-3-EC-3681 વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 9 લોકોના મોત થયા છે અને 5 થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કારમાં સવાર લોકો જેતપુરના મોટા ગુંદાળા ગામના પટેલ યુવાનો હતા. ભૂજથી તમામ મૃતદેહોને આજે મોટા ગુંદાળા ગામે લાવવામાં આવ્યા હતા. ત્યારે નાના એવા ગામમાં સોપો પડી ગયો હોય તેવું જાણવા મળી રહ્યું છે. ગામે સજ્જડ બંધ પાળ્યો છે. નવે નવ યુવાનોની એકી સાથે અર્થી ઉઠતા નાના એવું ગામ હિબકે ચડ્યું હોય તેવા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.