ગુજરાતમાં બોલાતી કેટલીક કહેવતો

ગુજરાતમાં બોલાતી કેટલીક કહેવતો

1st December 2017 0 By admin

ચકલી નાની ને ફૈડકો મોટો .

પોષ આંગળા શોષ .

લાલચ બુરી બલાલોભીયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે

પીપળ પાન ખરંતા , હસતી કુંપળિયા ,

મુજ વીતી તુજ વીતશે ,ધીરી બાપુડિયા
પોષ આંગળા શોષ

કાળી ચૌદસ ના આંજ્યા , કોઈ થી ના જાય ગાંજ્યા

આજ દીવાળી કાલ દીવાળી , ભેગા મળી સૌ ખાય સુંવાળી

દી વાળે એ દીવાળી નહી તો દીવાળી માં પણ હોળી

દી વાળે એ દીકરા ,બાકી બીજા દીપડા

જેવી કરણી તેવી ભરણી

 

 

 

 

 

 

 

 

સુતા એટલે સમાધી માં , ઉઠ્યા એટલે ઉપાધી માં

હાથી ના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા

ઝાઝા હાથ રળિયામણા

ખાડો ખોડે તે પડે

ગોળ વીના મોળો કંસાર , માં વીના સુનો સંસાર

દંભી ગુરુ ઔર લાલચી ચેલા ,દોનો કા નરક મેં ઠેલમઠેલા

ગરજવાન ને અક્કલ ના હોય

ચિંતા ચિતા સમાન

ઘરડા ગાડા વાળે

નવરું મન શેતાન નું ઘર

સંગ એવો રંગ

સંપ ત્યાં જંપ .

સંતોષી નર સદા સુખી

દીકરી ને ગાય દોરે ત્યાં જાય

પારકી આશ સદા નિરાશ

લાંબા સાથે ટુંકો જાય , મરે નહી પણ માંદો થાય

સૌથી મોટો શ્વાસ – વિશ્વાસ અને સૌથી મોટી ખાણ – વખાણ

વાદળી વરસજે મારા વીરા ના ખેતરમાં

જે આપે ગરીબ ને રોટલા નો ટુકડો ,હરી તેને સાવ ઢુંકડો

મન હોય તો માળવે જવાય

શ્રાવણમાં ખાય કાકડી ને ભાદરવા માં છાસ

હું મગ નો દાણો , મારે માથે ચાંદુ,

બે ચાર મહિના ખાય તો માણસ ઉઠાડું માંદુ

સોના કરતા ઘડામણ મોંઘુ

જેની રૂપાળી વહુ, તેના ભાઈબંધો બહુ