જીવનની સાચી મુળી

જીવનની સાચી મુળી

18th November 2017 1 By admin

 એક ભાઈ પોતાના બીઝનેશમાં ખુબ જ વ્યસ્ત રહેતા હતા. સવારથી મોડી રાત સુધી બસ કામ, કામ ને કામ .એને પોતાના કામ સિવાય કોઈ માટે સમય જ ન હતો.પરિવાર કે મિત્ર માટે પણ એને સમય ન હતો.એને તો બસ રૂપિયા કમાવવાની લગની લાગી હતી. જેવી રીતે કુતરું રોટલા માટે આખો દિવસ દોડાદોડી કરે બસ તેવી જ રીતે પૈસા માટે સતત દોડાદોડી

કર્યા કરે.

એક દિવસ એના દીકરાએ કહ્યું , “ પપ્પા તમે દિવસ રાત ખાધા-પીધા વગર દોડ્યા રાખો છો. આ બધું શા માટે?” પિતાએ એટલોજ જવાબ આપ્યો “બેટા,નામના માટે આ બધું કરું છું. તારા બાપના નામના સિક્કા પડવા જોઈએ બસ.” છોકરાએ કહ્યું, “પપ્પા તમે કામ કરો છો એ બરાબર છે પણ થોડું અમારા માટે અને થોડું તમારા માટે પણ જીવવાની ઈચ્છા નાઠું થતી?” એ ભાઈને  વિગતવાર જવાબ આપવો સમય જ ક્યાં હતો એ તો ઉપડી ગયા બસ એટલું કહીને, “ બેટા એ બધું તને નહિ સમજાય.”

એક દિવસ અચાનક તેના કુટુંબમાં કોઈનું અવસાન થઇ ગયું.આ ભાઈને ઓફિસે જવાનું મોળું થતું હતું. પણ જેનું અવસાન થયું એ સાવ નજીક ના સગા હતા એટલે અંતિમ ક્રિયામાં હાજર પણ રહેવું પડે એમ હતું. એણે ઘરેથી જ ફોન કરીને તપાસ શરુ કરી. હોસ્પીટલમાં ફોન કર્યો, “અરે તમે ડેડબોડી લઈને ક્યારે આવો છો?” હોસ્પીટલમાંથીજવાબ મળ્યો , “ હજુ પોસ્ટમોર્ટમ માટે લઈ જવાના છે પછીઘરે આવીશું.” એટલે આ ભાઈએ સિવિલ હોસ્પીટલમાં ડોક્ટરને ફોન કર્યો, “ ડોકટર સાહેબ, મારા સગા વાહલા હમણા એક ડેડબોડી લઈને આવશે આપ જરા ઝડપથી પોસ્ટમોર્ટમની કારગીરી આટોપજો.

આ ભાઈનો દીકરો આ બધું સાંભળતો હતો. એણે પોતાના પિતાને કહ્યું, “ પપ્પા, જે અંકલનું અવસાન થયું છે તેને તમે નામ લઈને કેમ નથી બોલવતા વારે વારે ડેડબોડી ડેડબોડી કહીને કેમ કહો છો ?” પેલા ભાઈએ પોતાના દીકરાને કહ્યું . “અક્કલના ઓથમીર માણસ મારી જાય પછી તેને નામથી નહિ ડેડબોડી કહીને જ બોલાવાય

“પપ્પા માફ કરજો પણ તમારા મૃત્યુ પછી તમે જે નામના મેળવવા માટે દિવસ,રાત દોડાદોડી કરો છો એ નામથી લોકો બોલાવશે કે ડેડબોડી કહીને બોલાવશે .

નિષ્ઠાપૂર્વક અને સમર્પણ ભાવે કામ કરવું ખુબ જરૂરી છે પણ પરિવાર અને મિત્રો પણ એટલાજ જરૂરી છ. ઘણીવાર એવું બને કે જીવનમાંથી અમુક વ્યક્તિ જતી રહે ત્યારે સમજાય છે કે આ વ્યક્તિનું સ્થાન ભેગા કરેલા કરોડો રૂપિયા પણ લઈ શકે નહિ. આથી આપણી પોતાની વ્યક્તિએ સમય આપીએ તેની પાસે બેસીએ

જેવી રીતે નદીઓ વેગ વૃક્ષને પોતાની સાથે લઈ જય છે એવી રીતે આવી પહોચેલો કાળ ‘આજ આ કરીશ કાલ તે કરીશ …’ એવું બોલનારને લઈ જાય છે.