
લોટસ ટેમ્પલ બહાઈ ધર્મનું મુખ્ય પ્રાર્થના સ્થળ છે. તે દિલ્હીમાં ઇસ્કોન મંદિર અને કાળકાજી મંદિરની મધ્યમાં આવેલું છે.
ભારતમાં બહાઈ ધર્મનું ઉપાસના સ્થળ ઉત્તર દિલ્હીના કાળકાજીમાં આવેલું છે. આ ઉપાસના સ્થળ લોટસ ટેમ્પલના નામે પ્રસિદ્ધ છે. આ ઉપાસના સ્થળનો આકાર કમળના ફૂલ જેવો હોવાથી તે લોટસ ટેમ્પલ તરીકે ઓળખાય છે. ધ્યાન કરવા માટેનું આ એક ઉત્તમ સ્થળ છે. અહીં ધ્યાન કરવાથી અપાર શાંતિનો અનુભવ થાય છે. અહીં દરેક ધર્મમાં માનનારા લોકો અને પર્યટકો આવે છે અને માનસિક શાંતિનો અનુભવ લઇને પરત જાય છે.

આ મંદિર બહાઈ પંથની આધુનિક વાસ્તુ કલાનો ચમત્કાર પણ ગણાય છે. લોટસ ટેમ્પલ શાંતિની સાથે સાથે પવિત્રતાનું પ્રતીક પણ છે. કમળ ભગવાનનું જ પ્રતીક ગણાય છે. કીચડની વચ્ચે ઉગતું કમળ આ સંસારમાં રહીને પણ અલગતા તરફ સંકેત કરે છે. કમળનો ઉલ્લેખ હિન્દુ સંસ્કૃતિના ધર્મગ્રંથો અને પુરાણોમાં પણ મળે છે. લોટસ ટેમ્પલમાં આવતા શ્રદ્ધાળુઓ અને પર્યટકો બહાઈ ધર્મની શીખ અને મંદિરની સંરચનાને પસંદ કરે છે.
લોટસ ટેમ્પલ બહાઈ ધર્મનું મુખ્ય પ્રાર્થના સ્થળ છે. તે દિલ્હીમાં ઇસ્કોન મંદિર અને કાળકાજી મંદિરની મધ્યમાં આવેલું છે. આ મંદિરનો આકાર અને રચના સમગ્ર વિશ્વમાં અનોખી છે. સમગ્ર એશિયામાં બહાઈ ધર્મનું આ એકમાત્ર ધાર્મિક સ્થળ હોવાનું મનાય છે. અહીં આવ્યા બાદ શાંતિ જાળવી રાખવા માટે પણ અહીં વિશેષ વ્યવસ્થા છે. માટે જ અહીં આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે. બહાઉલ્લા દ્વારા સ્થાપવામાં આવેલા બહાઈ ધર્મના અનુયાયીઓ ઈશ્વર એક જ છે તેમ માને છે. માટે બહાઈ ધર્મ પ્રાર્થના અને ધ્યાનમાં વિશેષ વિશ્વાસ ધરાવે છે. લોટસ ટેમ્પલ દિલ્હીમાં આવતા બહારના અને સ્થાનિક પર્યટકો માટેનું મુખ્ય પર્યટન સ્થળ છે.
આ મંદિર મુખ્યત્વે આરસપહાણમાંથી બનેલું છે. 26 એકર ઘાસના હર્યાભર્યા ક્ષેત્રમાં આ મંદિર ફેલાયેલું છે. વર્ષ 1986માં આ મંદિર બનીને તૈયાર થયું હતું. ઈરાની વાસ્તુકલા વિદ્વાન ફરીબુર્જ સાભાએ તેની આકૃતિ તૈયાર કરી હતી. આ મંદિર વિશાળ બગીચા અને અનેક તળાવો વચ્ચે આવેલું છે. જાણી જોઇને આમ કરવામાં આવ્યું છે કારણ કે કમળ પાણીની મધ્યમાં તરી રહ્યું છે તેવો અહેસાસ થાય. બહારથી જોતા કમળની ત્રણ જોડી પાંખડીઓ જોવા મળે છે. કમળની આ પાંખડીઓ સફેદ સિમેન્ટ ભેળવીને બનાવવામાં આવી છે અને તેને આરસપહાણથી સજાવવામાં આવી છે.
આ આરસપહાણના પથ્થરો સમગ્ર વિશ્વના અલગ-અલગ સ્થાનો પરથી લાવવામાં આવ્યા છે. જેમાં વિશ્વ પ્રસિદ્ધ ગ્રીસ અને મેસીડોનિયાના ઓલંપસ પર્વતનો સમાવેશ પણ થાય છે. મંદિરની ઊંચાઈ 40 મીટર છે. જેનો મોટા ભાગનો ભાગ આરસપહાણમાંથી બનેલો છે. અહીં 9 સરોવરોમાં અડધા ખીલેલા કમળના આકારમાં 27 કમળ પત્રો ખીલેલા જોવા મળે છે. આ 9 તળાવો બહાઈ ધર્મમાં જણાવવામાં આવેલા 9 આધ્યાત્મ માર્ગોના પ્રતીક છે.
જ્યાં #યાત્રીકોને અપાય છે #મનની શાંતિ એવા લોટસ #ટેમ્પલની એકવાર #મુલાકાત અચૂક લેવી જોઈએ…..ગમે તો #share કરજો…એથી કોઈ ગજરાતી અજાણ ન રહે …