5th March 2021
Breaking News

જ્યા જ્યા વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત

જ્યા જ્યા વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” ની કહેવત સુરતી યુવકોએ સાર્થક કરી બતાવી છે. આપણા ગુજરાતી દેશના ગમે એ ખૂણામાં હોય પણ આપણો હિંદુ ધર્મ નથી ભૂલતા. તેવી જ રીતે મૂળ સુરતના એવા યુવકોએ વિદેશની ધરતી પર ગણપતિ શ્રીજીનું સ્થાપન કરી ગણેશ ઉત્‍સવનું રંગેચંગે આયોજન કર્યું છે તેથી જ ગુજરાતીઓ નું નામ ઊંચું કરાવ્યું છે. મુળ સુરતના અને હાલ ઓસ્ટ્રેલિયના પર્થ શહેર ખાતે રહેતા ત્રણ ગુજરાતી યુવકો મિખિલ ગાંધી, યશપાલ ચૌહાણ, મિતુલ રફાળિયા દ્વારા રંગેચંગે ઈકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું. ગણેશ ઉત્‍સવનું આયોજન મિખિલ ગાંધીના ઘરે કરવામાં આવ્યું જેમાં બાળકો દ્વારા ગણેશ પુજા કરવામાં આવશે, તથા ગણેશ પુજા વડીલો દ્વારા શીખવવામાં આવશે. ત્રણ દિવસ સુધી ગણપતિ બાપાની રોજ સવારે અને સાંજે આરતી કરવામાં આવે છે તે દરમિયાન આસપાસમાં રહેતા ગુજરાતીઓ મહોત્‍સવ અંતર્ગત નેહલ ગાંધી, અંજલિ ચૌહાણ, ભાવિકા રફાળિયા, ખુશી દેશાઈ, ચીરાયુ શુક્લ, રાજીવ દેસાઈ, નિકેતુ ત્રિવેદી, કનૈયાલાલ ભલોડિયા એકઠા થાય છે. ગુજ્જુ યુવકોએ બાજીરાવ પેશ્વા સિરિયલથી પ્રેરાઈને શ્રીજીની સ્થાપન માટે ખાસ મંડપ બનાવ્યો છે. યુવકો દ્વારા એક ગીત પણ સોનુ સ્ટાઈલમાં એક શ્રીજીનું ગીત બનાવવામાં આવ્યું છે જે આજકાલ ખુબ વાયરલ થઈ રહ્યું છે.તમાકુ અને ગુટખા – મોતને આમંત્રણમાકુની પડીકીઓ : જીવતા મોતને આમંત્રણએક યુવાન ડૉક્ટરને બતાવવા આવે છે. એની ભૂખ મરી ગઇ છે અને જીભ સ્વાદહીન બની ગઇ છે. ડૉક્ટર એના મોંની અંદરના ભાગોને તપાસવા માટે મોં ખુલ્લું કરવા કહે છે, પણ એ પોતાનું જડબું પૂરેપૂરું ખોલી શકતો નથી. એમાં એની નાની આંગળી દાખલ થઇ શકે એટલી જ જગ્યા રહી છે. આથી પ્રવાહી સિવાય ભાગ્યે જ કોઇ ખોરાક એ મોંમાં મૂકી શકે છે. મોં ખોલીને અંદર જોતાં ગાલની અંદરની ચામડીમાં સફેદ ચાઠું જણાય છે જે લ્યુકોપ્લેકિયા નામથી ઓળખાય છે. જીભ અને મોંની અંદર ઠેક-ઠેકાણે ચીરા અને ચાંદાં પડી ગયા છે. નીચલાં જડબાની નીચે ગરદન ઉપર બે-ત્રણ નાની ગાંઠો ફુટી નીકળી છે. એનું શરીર સાવ સુકાઇ ગયું છે અને તાવથી ધખે છે. એ સાવ નબળો પડી ગયો છે. નિશ્ર્વિતપણે આ તમામ ચિહ્નો કન્સરનાં છે. તમાકુની પડીકીએ એને આપેલો આ રોગ થોડા વખતમાં એના સમગ્ર શરીરમાં પ્રસરી જશે, પછી મૃત્યુ જ એને પીડામાંથી છૂટકારો આપી શકશે.ગુટખા અને તમાકુ એ માણસે સામે ચાલીને મેળવેલો મૃત્યુદંડ છે. એક દસકા અગાઉ જીભ, ગાલ અને જડબાના કેન્સરના કિસ્સાઓ જેવા જ જોવા મળતા. આજે હવે એ રોજ-રોજની બીના થઇ ગઇ છે. વિવિધ સ્વરૂપમાં તમાકુનું વ્યસન કરનારા લોકોની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. લગભગ ઘરે ઘરે એણે પગપેસારો કરી દીધો છે. એમાં પણ તમાકુ ગુટખાના રૂપમાં મળતી થઇ ત્યાર પછી ખાસ કરીને યુવાનોની અંદર એનો નશો સર્વવ્યાપક બની ગયો છે.મોતનો સસ્તો વેપાર આજે આપણા દેશમાં ગુટખા બનાવનારા ઉત્પાદકોની સંખ્યા ૨૫૦૦ ઉપરાંતની છે, એમાં કશું આશ્ચર્ય નથી, કેમ કે ગુટખા બનાવવાની પ્રક્રિયા અત્યંત સરળ છે. એમાં ઝાઝી મૂડીની આવશ્યકતા હોતી નથી અને ઓછી મહેનતે અઢળક નફો રળી શકાય છે. એટલે ગુટખાના નામે આપણે ત્યાં નર્યો મોતનો જ વેપાર થાય છે. ગુટખાના ઉત્પાદનમાં તમાકુ, સોપારી, કાથો, ચૂનો ઉપરાંત કૃત્રિમ રંગ અને

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *