તુષાર સુમેરા : વો દિન કભી તો આયેગા.

તુષાર સુમેરા : વો દિન કભી તો આયેગા.

19th December 2017 0 By admin

સુરેન્દ્રનગર જીલ્લાના એક સામાન્ય પરિવારનો દીકરો ભણવામાં સામાન્ય કરતા પણ નીચો હતો.ધો.૧૦ સુધીનો અભ્યાસ તો સરકારી શાળાઓમાં જ કર્યો અને ધો.૧૦ ના પરિણામમાં એની વિદ્વતાનો પરિચય એણે બધાને કરાવ્યો.ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી આ ત્રણે મહત્વના વિષયોમાં ૩૫ માર્ક આવ્યા આ બંદાનેસામાન્ય છે કે માર્કશીટ જોઇને કોઈ સ્કુલ એડમીશન આપવા તૈયાર ન હતા.કારણ કે કઈ સ્કુલ વાળા પોતાની સ્કુલનું પરિણામ બગાળે?

સાયન્સ કે કોમર્સનો તો વિચાર જ ન કરી શકાય.આ પરિણામના આધારે આપણા મિત્રએ આર્ટસ રખાવ્યું. અંગ્રેજી તો એટલું સારું કે પોતાનું ફોર્મ ભરતી વખતે નામનો પહેલો અક્ષર કેપિટલને બદલે સ્મોલ લખેલો.આટલું સારું અંગ્રેજી હોવાથી અંગ્રેજી સાથે આર્ટસ કરવાનો વિચાર કર્યો.

બસ અહીંથી વાર્તામાં બદલાવ આવે છે.મને કેમ અંગ્રેજી  આવડે સામાન્ય માણસ અંગ્રેજી શીખી શકે તો હું કેમ નહિ? મારું અંગ્રેજી કેમ ન સુધરે? અને એણે સખ્ત મહેનત કરી. બી.એ પછી એમ.એ એ બી.એડ કર્યું. સુરેન્દ્રનગર જીલ્લામાં વિદ્યાસહાયક તરીકે ૨૫૦૦ના ફિક્સ પગારમાં નોકરી શરુ કરી.

અહિયાં એના દિમાગમાં એક સ્વપ્ન બીજ રોપાનું. મારે સામાન્ય શિક્ષક તરીકે નહિ પરંતુ આઈ.એ.એસ બનીને કલેકટર તરીકે કામ કરવું છે. ૧૦ માં ધોરણ માં માંડ માંડ પાસ થયેલ આં શિક્ષક મિત્ર એ આભને આંબવાનું અને દેશની સર્વોચ્ચ પરીક્ષા આપવાનું નક્કી કર્યું. રોજની ૧૨ થી ૧૪ કલાક મહેનત કરી. નોકરી પણ મૂકી દીધી.

પ્રથમવાર પરીક્ષામાં બેઠા પરિણામ આવ્યું નાપાસ, બીજીવાર નાપાસ, ત્રીજીવાર નાપાસ,ચોથીવાર નાપાસ, હવે તો હદ થાય વારંવાર નિષ્ફળતાના અંતે પણ પ્રયાસ ચાલુ. આ પંક્તિ આપણા આ મિત્ર માટેજ લખાય હશે.

“સફળતાનો અંત હું રસ્તા પરની ઠોકરથી નહિ લાવું

હજુ તો મારે મંઝીલને લાત મારવાની બાકી છે.”

પાંચમાં પ્રયાસે આપણા આ મિત્ર એ પોતાના મંઝીલને લાત મારી યુપીએસસી પાસ કરી અને એ પણ અંગ્રેજી માધ્યમમાં અને એને આઈએએસ કેડર મળી એ પણ ગુજરાત રાજ્યમાં જ આઈએએસ તરીકે ફરજ બજાવતા તુષાર સુમેરા હજારો વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

જો મનોબળ મજબુત હોય તો સાવ સામાન્ય માંથી પણ અસામાન્ય બની શકાય. માત્ર ટકાવારીના આધારે જ કોઈનું મૂલ્યાંકન કરવાની ભૂલ ક્યારેય ન કરતા.

જેવી રીતે સામાન્ય પ્રવાહમાં વહેતી નદી નાવમાં બેઠેલા માણસને ન પહોચી શકાય એવા સમુદ્ર સુધી પહોચાડે છે.એવી જ રીએ સામાન્ય પરિવારમાં જન્મેલા માણસે પ્રાપ્ત કરેલી વિદ્યા રાજા સાથે તેની મુલાકાત કરાવી આપે છે અને રાજા સાથે મુલાકાત થતા જ તેનું ભાગ્ય ખીલી ઉઠે છે.

તેમણે કહ્યું હતું કે, પરીક્ષામાં સફળતા મેળવવી અઘરી છે, પણ અશક્ય નથી. સતત પાંચ વર્ષ સુધી ખુબ મહેનત કરી એટલે જ હું આઈ.એ.એસ. બની શક્યો!

તુષાર સુમેરાની ખુરશીની બરાબર પાછળ ભારતનું ‘રાજચિન્હ ‘ અને ‘સત્યમેવ જયતે‘ લખેલું છે. આવું તો દરેક સરકારી ઓફિસમાં જોવા મળે, પરંતુ તુષારભાઈ બેસે છે એની બરાબર સામેની દીવાલ પર મોટા અક્ષરે લખેલું છે કે : ‘Government work is God’s work’ અર્થાતસરકારનું કામ ભગવાનનું કામ છે.’

આવું લખાણ લખવા પાછળ તુષારભાઈનું કેહવું છે કે મને મળવા આવનારા મુલાકાતીઓને મારી ખુરશી પાછળ લખાયેલું ‘સત્યમેવ જયતે‘ વાંચવા મળે અને મને મારી સામેની દિવાલ પર ‘સરકારનું કામ એ ભગવાનનું કામ છે‘ એવું વાંચવા મળે એટલે એ વાંચીને એવો વિચાર આવે કે કોઈ પણ કામ કરીયે એ ઈશ્વરનું કામ માનીને પુરી પ્રામાણિકતાથી કરીયે.

સફળતા એટલે, એક નિષ્ફળતાથી બીજી નિષ્ફળતા તરફ ઉત્સાહ ગુમાવ્યા વગર વધવુ.“

યાદ રાખજો કે, સફળતા એક દિવસમાં નથી મળતી, પણ એક દિવસે જરૂર મળે છે.

લહરોં સે ડરકર નૌકા પાર નહીં હોતી.

કોશિશ કર ને વાલોંકી હાર નહીં હોતી.

નન્હીં ચીંટી જબ દાના લેકર ચલતી હૈ.

ચઢતી હૈ દીવરોં પર, સૌ બાર ફીસલતી હૈ

મનકા વિશ્વાસ રગોંમેં સાહસ ભરતા હૈ,

ચઢકર ગિરના ગિરકર ચાઢના અખરતા હૈ.

આખિર ઇસકી મેહનત બેકાર નહીં હોતી

 કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી.

ડુબકીયાં સિન્ધુ મેં ગોતાખોર લગાતા હૈ,

જા જા કર ખાલી હાથલૌટકર આતા હૈ.

મિલત્તી નહીં સહજ હી મોતી ગહરે પાની મેં.

બઢતા દુગુના ઉત્સાહ ઉસી હૈરાનીમેં.

મુઠ્ઠી ઉંસકી ખાલી હર બાર નહીં હોતી.

કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી.

અસફલતા એક ચુનૌતી હૈ, ઉસે સ્વીકાર કરો;

કયા કમી રહ ગયી? દેખો ઔર સુધાર કરો

જબ તક ના સફળ હો, નીંદ ચૈન કી ત્યાગો તુમ.

સંધર્ષ કા મૈદાન છોડકર મત ભાગો તુમ!

કુછ કીયે બીના હી જય-જય-કાર નહિ હોતી

કોશિશ કરને વાલોં કી કભી હાર નહીં હોતી.