તો તું માસ્તર થઇ જા

તો તું માસ્તર થઇ જા

29th January 2018 0 By admin


થોડા વખત માટે વલ્લભભાઈ નડિયાદથી ભણવા માટે વડોદરા આવ્યા હતા. એકદિવસ બીજગણિતના પીરીયડમાં શિક્ષક દાખલાઓ ગણાવતા હતા. બીજગણિત ભણાવનાર આ શિક્ષક એમના વિષયમાં થોડા કાચા હતા એટલે દાખલો ગણાવતી વખતે એક જગ્યાએ અટક્યા. હવે આગળ શું કરવું એ સમજ ન પડવાથી શિક્ષક અગડમ બગડમ કરતા હતા.
વલ્લભભાઈ થોડી વાર શિક્ષક સામે જોઈ રહ્યા પછી ક્લાસમાં ઉભા થઈને બધા વિદ્યાર્થી વચ્ચે જ સાહેબને કહ્યું.” તમે આડી અવળી વાતો નાખીને અમારા અઢા વિદ્યાર્થીઓનો સમય ન બગાડો , સીધું જ કહી દો ને તમને દાખલો ગણતા આવડતો નથી તો અમે અમારી મેળે દાખલો ગણી લઈએ”, કોઈ વિદ્યાર્થીએ આજ સુધીમાં આ શિક્ષક સામે બોલવાની હિમત કરી નોહતી વલ્લભભાઈ સામે બોલ્યા એટલે શિક્ષક એમના પર ગુસ્સે થયા અને કહ્યું,”તું મોટો વિદ્વાન હોય તો આવ અહિયાં, આ દાખલો ગણી આપ અને તું જ માસ્તર બની જા”
વલ્લભભાઈ તો ઠાવકાઈ થી ઉભા થયા અને શિક્ષક પાસે ગયા.વર્ગના બધા વિદ્યાર્થીઓ હવે શું થાય છે તે જાણવા માટે ખુબ ઉત્સુક હતા. ટેબલ પર પડેલો ચોક હાથમાં લીધો અને આદર્શ શિક્ષક ને છાજે એ રીતે દાખલો ગણવાનું શરુ કર્યું. શિક્ષક પણ એનેદાખલો ગણતા જોઈ રહ્યા હતા. જે દાખલો ગણવામાં શિક્ષકને તકલીફ પડતી હતી તે જ દાખલો વલ્લભભાઈએ સરળતાથી ગણી બતાવ્યો અને વિદ્યાર્થીને સમજાવી દીધો.
દાખલો ગણાય ગયા પછી પોતાની જગ્યાએ બેસી જવાના બદલે શિક્ષકની ખુરશી પાસે ગયા.શિક્ષક ખુરશીથી થોડે દુર ઉભા હતા.વલ્લભભાઈ તો ગણિતના સાહેબ જે અદાથી ખુરશી પર બેસતા એ જ અદાથી ખુરશી પર બેઠા અને શિક્ષક સામે જોઇને બોલ્યા,” તમે કહ્યું હતું ને માસ્તર બની જા , લ્યો બની ગયો માસ્તર!” આ ઘટનાની ફરિયાદ શિક્ષકે શાળાના આચાર્ય સાહેબ નરવણે સાહેબને કરીએટલે તેમને વલ્લભભાઈને શિક્ષકની માફી માગવા કહ્યું.વલ્લભભાઈએ આચાર્યને પણ કહ્યું,”સાહેબ મારો કઈ વાંક નથી તો પછી માફી શા માટે માગું.?
આચાર્યે માફી માગવાનો આગ્રહ શરુ રાખ્યો એટલે વલ્લભભાઈએ અ શાળા જ છોડી દીધી અને પાછા નડિયાદ આવી ગયા.
જયારે કોઈ પડકારે કરે ત્યારે એ પડકારને ઉપાડતા શીખીએ આપણામાં ક્ષમતા હોવા છતાં ઘણીવાર આપણે પડકારોને સ્વીકારતા નથી અને એના લીધે બીજા આપણને નબળા સમજી લે છે. એક વખત જો અવાજ ના ઉઠાવીએ તો નબળા સમજીને કાયમ માટે અવાજને દબાવી દેવામાં આવે માટે બીજાની જેમ ચુપ બેસી રહેવાના બદલે અવાજ ઉઠાવવો જોઈએ
પાણીમાં તરવા વાળા જ ડૂબી જાય છે, કિનારા પર ઉભા રહેનારા ક્યારેય ડૂબતા નથી એ વાત સાચી, કિનારા પર ઉભા રહેનાર ક્યારેય તરવાનું શીખી શકતા નથી