નાના માણસોની મોટી

નાના માણસોની મોટી

2nd December 2018 0 By admin

નાના માણસોની મોટી ભેટએક અત્યંત પૈસાદાર પરિવારના એકના એક દિકરાના લગ્ન હતા. એકમાત્ર સંતાન હોવાથી દિકરાના માતા-પિતાએ ધામધૂમથી લગ્ન ઉજવવાનું નક્કી કરેલુ. લગ્નમાં સામેલ થનાર તમામ લોકોને કંઇક ભેટ આપવી એવુ નક્કી થયુ.
એકદિવસ પતિ-પત્નિ બંને સાથે બેસીને કોને કોને શું ભેટ આપવી ? એની ચર્ચા કરી રહ્યા હતા. લાંબી ચર્ચાના અંતે એવુ નક્કી થયુ કે લગ્નમાં આવનાર તમામ સ્ત્રીઓને એક સાડી અને તમામ પુરુષોને એક સુટ ભેટમાં આપવુ. મેનેજરને બોલાવીને આદેશ આપ્યો ” લગ્નમાં આવનાર મહેમાન માટે 500 સાડી અને 500 સુટના કાપડનો ઓર્ડર આપી દો. મારા લાડકા દિકરાના લગ્ન છે એટલે સાડી અને સુટ મોંઘામાં મોંઘા હોય એવા લેવાના છે એમા જરા પણ કંજૂસાઇ ન કરતા.”મેનેજર જતા હતા એટલે શેઠાણીએ એને અટકાવીને કહ્યુ, ” તમે થોડી સાડી અને સુટ સસ્તા હોય એવા પણ લેજો.” શેઠે કહ્યુ, ” કેમ એવુ ? ” શેઠાણીએ કહ્યુ, ” ઘરના નોકરને જે ભેટ આપીશું એ બહુ મોંઘી આપવાની જરૂર નથી એમને તો સસ્તી આપીએ તો પણ ચાલે.” સાંજે સાડી અને સુટના કાપડની ખરીદી કરવા માટે મેનેજર શહેરના એક અત્યંત આધુનિક શોરૂમ પર પહોંચ્યા. આ શોરૂમ શહેરનો સૌથી મોંઘો શોરૂમ હતો.મેનેજર અંદર પ્રવેશ્યા કે એનું ધ્યાન 4-5 જાણીતા ચહેરા પર પડ્યુ. આ બધા લોકો ઘરના નોકર હતા. મેનેજરને આશ્વર્ય થયુ કે નોકરો અહીંયા શું લેવા આવ્યા હશે ? એ તો એકબાજુ ઉભા ઉભા જોવા લાગ્યા. નોકરો સેલ્સમેનને કહી રહ્યા હતા, ” ભાઇ, અમારા શેઠના એકના એક દિકરાના લગ્ન છે. લગ્નપ્રસંગે અમારે એમને ભેટ આપવી છે. અમને આવા સામાન્ય કપડા ન બતાવો. તમારા શોરૂમમાં જે મોંઘામાં મોંઘા કપડા હોય એ બતાવો અમે બધાએ સાથે મળીને અમારા નાનાશેઠને ભેટ આપવા માટે અમારા પગારમાંથી ઘણી બચત કરી છે એટલે તમે ચિંતા ન કરતા.” નોકરોની વાતો સાંભળીને મેનેજરની આંખ ભીની થઇ ગઇ.મિત્રો, આપણે માણસોના હદય જોઇને નહી પરંતુ એના હોદા જોઇને ભેટ આપીએ છીએ. જો આપણને મોટા હોદા પર બેઠેલા માણસોને નાની ભેટ આપવાથી શરમ આવતી હોય તો પછી મોટા હદયના માણસોને નાની ભેટ આપતા શરમ કેમ નથી આવતી ?

કર્ણાટકના વિઠ્ઠલ મંદિરના સંગીત રેલાવતા સ્તંભ
કર્ણાટકનું હમ્પી તેના પુરાતન કલાત્મક શિલ્પો અને સ્થાપત્ય માટે વિશ્વપ્રસિદ્ધ છે. હમ્પીમાં સંખ્યાબંધ મંદિરો આવેલાં છે તેમાં વિઠ્ઠલમંદિર તેના સંગીત રેલાવતા સ્તંભ માટે વિશ્વપ્રસિધ્ધ છે.ગ્રેનાઇટની મોટી શિલાઓથી ૧૫મી સદીમાં બંધાયેલું આ મંદિર આજે પણ સલામત છે. મુખ્ય મંદિર નજીક સૂર્યમંદિર છે. કોણાર્કના સૂર્યમંદિર જેવા આ મંદિરમાં પણ પથ્થરનો બનેલો રથ છે. તેના પૈડાં સહેલાણીઓ દ્રારા ફરી શકે છે.વિઠ્ઠલમંદિરનું મુખ્ય આકર્ષણ તેના સાત સ્તંભ છે. પથ્થરના બનેલા આ સાતે સ્તંભ પર ટકોરા મારવાથી સંગીતના સાત વિવિધ સૂરો સાંભળવા મળે છે. અંગ્રેજોએ આ રહસ્ય જાણવા માટે એક સ્તંભ તોડીને તપાસ કરી હતી પણ સંગીત ક્યાંથી પ્રગટ થાય છે તે સમજાયું નહોતું.વિઠ્ઠલમંદિર સૂર્યરથની સામે આવેલું વિશાળ સંકૂલ છે. બંને તરફ સિંહના શિલ્પોવાળા પગથિયા દ્વારા મંદિરના મુખ્ય ખંડમાં જવાય છે. ખંડમાં બંને તરફ હાથી અને સિંહની લડાઈના સુંદર શિલ્પો છે. દીવાલ પર ફૂલછોડની ડિઝાઈન અને ઘોડા અને તેના રખેવાળના શિલ્પો છે. મુખ્ય ખંડમાં ચાર ભાગ છે.ખંડની છત સાત સ્થંભો પર ટકેલી છે. પશ્ચિમ ખંડની દીવાલો પર સંગીતકારો, નૃત્યાંગનાઓ શિલ્પો છે. મુખ્ય સ્તંભની ફરતે નાના સાત સ્તંભો છે. આ સાતેય સ્તંભે સંગીતના સૂરો રેલાવવા માટે જાણીતા છે. સાતેય સ્તંભોમાંથી સંગીતના સાત અધિકૃત સૂરાવલી રેલાય છે