નામના મેળવવા માટેની દોડ

નામના મેળવવા માટેની દોડ

28th November 2017 0 By admin

એક રાજ્યમાં એવી માન્યતા હતી કે જે આ રાજ્યનો સમ્રાટ બને તે સ્વર્ગમાં જાય અને સ્વર્ગમાં સુવર્ણના પર્વત પર તેનું નામ લખાય. એક યુવકે નક્કી કર્યું કે મારે સ્વર્ગમાં સુવર્ણ પર્વત પર નામ લખાવવું છે. આ માટે રાજ્યના સમ્રાટ બનવું જરૂરી હતું.એણે આ માટે ખુબ પ્રયાસો કર્યા. પોતાના આનંદ અને ખુશી સાથે પણ કોમ્પ્રોમાઈઝ કરીને એ યુવક રાજ્યનો સમ્રાટ બન્યો.
જયારે એ મૃત્યુ પામ્યો ત્યારે તે સ્વર્ગમાં ગયો. એ તો કઈ કેટલાય વિચારો સાથે આગળ વધી રહ્યો હતો. એને તો એમ જ હતું કે સ્વર્ગના દરવાજા પર તો ગેટકીપર સિવાય બીજું કોઈ જ ન હતું.
સમ્રાટે ગેટકીપર સામે જોઈને જરા કડકાઈ થી “તું જાણે છે હું કોણ છું?” ગેટ કીપરે તો જવાબ આપવાની પણ પરવા ન કરી એટલે સમ્રાટ ગુસ્સે થયો અને પોતાનો પરિચય આપતા કહ્યું, “હું સમ્રાટ છું.” ગેટકીપરે તો ઠંડા કલેજે એટલું જ કહ્યું, “ હું જ્યારથી નોકરી કરું છું ત્યારથી અત્યાર સુધીમાં કેટલાય સમ્રાટ આવું ચુક્યા છે અહિયાં.”


સમ્રાટે તો આ સંભાળીને આંચકો લાગ્યો. એણે ગેટકીપરને પૂછ્યું, “પેલા સોનાનો પર્વત ક્યાં છે? મારે tea પર મારું નામ લખવાનું છે.” ગેટકીપરે કહ્યું , “ બસ સામેથી બાજુ થોડા આગળ જઇને ડાબી બાજુ વળી જજો ત્યાં જ એ સોનાનો પર્વત છે.”
સમ્રાટ પોતાનું નામ સ્વર્ગના સોનાના પર્વત પર લખાશે તે વિચારીને આનંદિત થઇ ગયો અને ઝડપથી સુવર્ણ પર્વત તરફ ગયો. સોનાના પર્વત પાસે જઇને એણે જોયું તો આખા પર્વત પર અસંખ્ય નામ લખાયેલ હતા . હવે નામ લખવાની કોઈ જગ્યા બચી ન હતી.સમ્રાટ તો મુંજાયો કે મારે હવે મારું નામ ક્યાં લખવું,.
એ પાછો ગેટ કીપર પાસે આવ્યો અને કહ્યું “પર્વત પર નામ લખવાની કોઈ જગ્યા જ નથી. હવે મારે મારું નામ કેવી રીતે લખવું.” ગેટકીપરે હસતા હસતા એટલું જ કહ્યું, “સમ્રાટજી આપ કોઈનું લખાયેલું નામ ભૂસી નાખો અને આપનું નામ એની જગ્યા પર લખી નાખો.”
લોકો પણ સમ્રાટની જેમ નામના મેળવવા ગાંડા થાય છે. આ માટે પોતાના પરિવારના સભ્યો, મિત્રો, સગાઓ, બધા સાથેના સ્નેહપૂર્ણ સબંધના બોગે એ નામના મેળવે છે. જયારે નામ મળે ત્યારે

ખબર પડે કે મારા જેવા તો બીજા કેટલાય ગાંડા આવું કરી ચુક્યા છે અને બધા પસ્તાયા છે.
असतो माँ सत गमय|
तमसो माँ ज्योतिर्गमय|
मृत्योमामृत गामी|
હે પ્રભુ! અમને અસત્યથી સત્ય તરફ, અંધકારથી પ્રકાસ તરફ અને મૃત્યુથી અમરત્વ તરફ લઈ જાવ