30th May 2020
Breaking News

પાકિસ્તાનમાં શિવના આંસૂથી બનેલા આ તળાવ પાસે પાંડવોની થઈ’તી પરીક્ષા!

કટાસરાજ મહાદેવજી ચક્રવાલ જિલ્લામાં, રાજ્ય લાહોર, દેશ પંજાબ પાકિસ્તાનમાં છે. આ યાત્રા માટે અમદાવાદથી ટ્રેન મારફતે અમૃતસર જવાનું હોય છે. ત્યાં યાત્રીઓના વિઝા તૈયાર હોય છે. પાસપોર્ટ લઇને ભારત સરકારની વાઘા બોર્ડથી પાકિસ્તાન દેશમાં દાખલ થવાનું હોય છે. પાકિસ્તાન દેશના કમાન્ડો સાથે 32 કિ.મી. લાહોર જવાનું, ત્યાં ગુરુદ્વારામાં રોકાવવું પડે છે. લાહોરથી 400 કિ.મી. દૂર બે પહાડો વચ્ચે ઊંચાઇ પર કટાસરાજ મહાદેવ આવેલ છે.

આ મહાદેવજી પાંડવકાળ દરમિયાનના છે. કહેવાય છે કે ચાર પાંડવો મરી ગયેલ ત્યારે શિવજીએ તેમને સજીવન કરેલા. ચાર વેદોની ઉત્પત્તિ પણ અહીં થયેલી. હજારો વર્ષોનું જૂનું પુરાણું મંદિર મહાદેવજીનું છે. જ્યારે સતી માતાજી પોતાના પિતાજીને ત્યાં યજ્ઞકુંડમાં કૂદી પડેલાં, ત્યારે શંકર ભગવાન તેમનાં પત્ની સતી પાર્વતીજીને ખભે મૂકીને લઇ ગયા, તે વેળા શિવજીના એક આંખમાંથી એક અશ્રુ ત્યાં પડેલું અને બીજું પુષ્કર (અજમેર)માં પડેલું. આથી બે સરોવર બનેલાં, અને અમૃતબિંદુ સરોવર કહે છે. યાત્રિકો આ સરોવરમાં ડૂબકી મારીને સ્નાન કરે છે અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે.
એવું પણ કહેવાય છે કે, બાદશાહ ચંગીસખાન ભારત પર આક્રમણ કરવા ત્યાંથી જવાનો હતો. તે વેળા સાધુ, સંતો, સૂફી, ઓલિયાઓએ આ જગ્યાએથી તેને રોક્યો હતો અને તે તેના દેશમાં પાછો જતો રહ્યો હતો. આવો પ્રભાવ આ મહાદેવજીનો છે. સુંદર મજાનું શિવલિંગ જમીનથી 2થી 2.5 ફૂટ ઊંચું છે. આ શિવલિંગને હથોડાથી તોડવામાં આવેલું પરંતુ શિવલિંગને કઇ અસર થઇ નથી. શિવલિંગ પર ઓમ્ વંચાય છે. લાહોર શહેરમાં કૃષ્ણ મંદિર પણ છે. ભગવાન રામચંદ્રજીના પુત્ર લવનું ત્યાં રાજ હતું. તેના નામ ઉપરથી લાહોર નામ પડેલું. કટાસરાજ મહાદેવજીના અમૃતબિંદુ સરોવરનું પાણી હૂંફાળું છે. આથી સ્નાન કરવામાં ડૂબકી મારવામાં ઘણો જ આનંદ આવે છે. વચમાં ઊંડું છે. પાણી અવિરતપણે આવે છે. કાયમ ભરેલું રહે છે. તે સુકાતું નથી. તે કુદરતની અસીમ લીલા છે.

પાંડવોને 14 વર્ષનો વનવાસ થયો હતો. એમાંનાં ચાર વર્ષ તેમણે આ વિસ્તારમાં ગાળ્યાં હતાં. મહાભારતમાં યક્ષે યુધિષ્ઠિરને આ સ્થળે જ પ્રશ્નો પૂછ્યા હતા. કટાસરાજ મંદિર પરિસરમાં કુંડ આવેલો છે. જેમાં સ્નાનનું મહત્ત્વ છે.
આગળની સ્લાઈડ્સમાં વાંચો કટાસરાજ અને અન્ય નજીકના સ્થળો વિશેની માહિતી…
કટાસરાજમાં સાત પ્રાચીન મંદિરોનો સમૂહ છે. જેમાં બુદ્ધ સ્તૂપ, રામ મંદિર, હનુમાન મંદિર, શિવ મંદિર તેમજ હવેલી છે. કટાસરાજ મંદિર સ્થાપત્યનો ખજાનો છે. સમુદ્રની સપાટીથી 2000 ફૂટની ઊંચાઇએ આવેલા કટાસરાજ તળાવમાં દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ સ્નાન માટે આવે છે. એપ્રિલમાં ત્યાં વૈશાખીનો મેળો ભરાય છે. મંદિરની ફરતે બ્રાહ્મણોનાં ઘર આવેલાં છે. ચીનનો મશહૂર યાત્રી હ્યુ એન ત્સાંગ ઇસવીસન 630માં કટાસરાજ આવ્યો હતો. તેણે નોંધ્યું હતું કે કટાસરાજની પશ્ચિમે સિંધુ નદી વહે છે અને દક્ષિણે 200 ફૂટનો એક સ્તૂપ છે. જે અશોકના વખતનો છે. બૌદ્ધ ભિક્ષુઓ ત્યાં પ્રાર્થના માટે આવે છે. કટાસરાજ મંદિર પરિસર સ્થાપત્યની દૃષ્ટિએ અણમોલ છે. એ મંદિર આઝાદી પછી જો ભારતમાં હોત તો દેશનું મોટું શ્રદ્ધા સ્થાનક હોત સાથે સાથે સ્થાપત્યનું ઘરેણું ગણાત. 2005માં કટાસરાજ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. કટાસરાજ મંદિર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજમાં સામેલ થાય એ માટે પાકિસ્તાન સરકારે પ્રયાસ આદર્યા છે.

શ્રદ્ધા ધામ, શુક્લદાદા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *