બાળકોની સ્કુલની ફી ભરવાના પણ પૈસા ન હતા ૩૫૦ થી વધુ સીરીયલમાં કામ કરનાર નટુકાકા વિષે જાણો

બાળકોની સ્કુલની ફી ભરવાના પણ પૈસા ન હતા ૩૫૦ થી વધુ સીરીયલમાં કામ કરનાર નટુકાકા વિષે જાણો

18th January 2018 0 By admin


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુકાકાની ભૂમિકા ભજવીને જાણીતા બનેલા ઘનશ્યામ નાયક આ મહિને 73 વર્ષના થશે. નટુકાકા છેલ્લાં 55 વર્ષથી આ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. હાલમાં જ divyabhaskar.comએ ઘનશ્યામ નાયક સાથે વાત કરી હતી.
10 વર્ષ પહેલાં સ્થિતિ નહોતી સારીઃ
નટુકાકાએ કહ્યું હતું કે તેમણે 200થી વધુ ગુજરાતી-હિંદી ફિલ્મ્સમાં કામ કર્યું છે. 350થી વધુ હિંદી સીરિયલ્સમાં કામ કર્યું છે. આજથી 10 વર્ષ પહેલાં તેમના જીવનમાં આર્થિક નાણાકીય મુશ્કેલી આવી હતી અને તેઓ ઘરનું ભાડું ચૂકવી શકે તેમ નહોતાં. તેમણે આસપાસના લોકો પાસેથી ઉધાર પૈસા લઈને ભાડું ચૂકવ્યું હતું. જોકે, આજે પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે.
માત્ર ત્રણ રૂપિયામાં કરેલું છે કામઃ
ઘનશ્યામ નાયકે કહ્યું હતું કે તેમણે તેમના જીવનમાં ઘણો જ સંઘર્ષ કર્યો હતો. એક સમય એવો હતો જ્યારે તે 24-24 કલાક કામ કરતાં હતાં અને તેમને માત્ર 3 રૂપિયા જ મળતાં હતાં. પૈસા માટે તેઓ રસ્તા પર પણ પર્ફોમ કર્યું છે. આજથી 10-15 વર્ષ પહેલાં તેમની પાસે આટલા પૈસા નહોતાં. તે સમયે તેમને એક્ટિંગના પૂરા પૈસા પણ મળતાં નહોતાં. તે સમયે તેમણે ઘરનું ભાડું તથા બાળકોની સ્કૂલ ફી ભરવા માટે પડોશીઓ પાસેથી ઉધાર પૈસા લીધા હતાં.તેમણે તેમના આખા જીવન દરમિયાન પૈસા માટે ઘણો જ સંઘર્ષ કર્યો છે. જોકે, ‘તારક મહેતા…’ સીરિયલ બાદ તેમના જીવનમં આર્થિક સ્થિરતા આવી છે. તેઓ સારા પૈસા કમાવવા લાગ્યા હતાં અને આજે મુંબઈમાં તેમનું પોતાનું ઘર છે.
દાદા-વડદાદા હતાં થિયેટર આર્ટીસ્ટઃ

73 વર્ષીય ઘનશ્યામ નાયક થિયેટર બેક ગ્રાઉન્ડમાંથી આવે છે. તેમના પિતા તથા દાદા પણ થિયેટર આર્ટિસ્ટ હતાં. જોકે, ઘનશ્યામ નાયક નથી ઈચ્છતા કે તેમના સંતાનો આ ફિલ્ડમાં આગળ જાય. તેમણે કહ્યું હતું કે તેમને ત્રણ સંતાનો છે અને કોઈને પણ એક્ટિંગ ફિલ્ડમાં રસ નથી. તેઓ નથી ઈચ્છતા કે તેમના સંતાનો તેમની જેમ આખી જીંદગી સંઘર્ષ કરે. તેમના સંતાનોએ પિતાના સંઘર્ષને જોયો છે અને તેમના માટે એટલું જ પૂરતું છે. તેઓ ઘણાં જ ક્રિએટિવ છે અને કોઈ પણ એક્ટર બનવા માંગતું નથી. તેમના આ નિર્ણયથી તેઓ ઘણાં જ ખુશ છે.
ચાઈલ્ટ આર્ટિસ્ટથી કરી કરિયરની શરૂઆતઃ
ઘનશ્યામ નાયકે 1960માં ‘માસૂમ’માં ચાઈલ્ડ આર્ટીસ્ટની ભૂમિકા ભજવી હતી. ઘનશ્યામ નાયકે ‘લજ્જા’, ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘તેરે નામ’, ‘ચાઈના ગેટ’ જેવી ફિલ્મ્સમાં કેમિયો કર્યો હતો. જોકે, તેમને ખરી ઓળખ ‘તારક મહેતા..’થી મળી હતી.
પરિવાર માં બે દીકરીઓ અન એએક દીકરો. મોટી દીકરી છે 45 વર્ષ ની. હજી સુધી બન્ને દીકરીઓ એ નથી કર્યા લગ્ન. ઘનશ્યામ નાયકનો 12 મેના રોજ 73મો જન્મદિવસ છે.
ઘનશ્યામની નાયકની પત્ની હાઉસવાઈફ છે. જ્યારે તેમની મોટી દીકરી ભાવના નાયક(47 વર્ષ), તેજલ નાયક(45 વર્ષ) તથા પુત્ર વિકાસ નાયક(35 વર્ષ) છે.

તેજલ નાયક પ્રાઈવેટ સ્કૂલમાં ટીચર છે.
વિકાસ નાયક નેશનલ સ્ટોક એક્સચેન્જમાં મેનેજર છે. તેને બે સંતાનો છે. આટલું જ નહીં વિકાસ નાયક બ્લોગર પણ છે. ઘનશ્યામ નાયકની બંને દીકરીઓએ હજી સુધી લગ્ન કર્યાં નથી.
હાલમાં ઘનશ્યામ નાયક મલાડમાં 2 BHK ઘરમાં રહે છે.
ઘનશ્યામ નાયક પાસે પહેલાં કાર હતી પરંતુ તેમને ડ્રાઈવિંગ આવડતું ના હોવાથી તેમણે કાર વેચી નાખી હતી
તેમને રિક્ષામાં જ જવું પસંદ છે. રિક્ષામાં બેસીને ચાહકો સાથે વાતો કરવી ઘનશ્યામ નાયકને ઘણી જ પસંદ છે.
ઘનશ્યામ નાયક પાસે પહેલાં કાર હતી પરંતુ તેમને ડ્રાઈવિંગ આવડતું ના હોવાથી તેમણે કાર વેચી નાખી હતી
તેમને રિક્ષામાં જ જવું પસંદ છે. રિક્ષામાં બેસીને ચાહકો સાથે વાતો કરવી ઘનશ્યામ નાયકને ઘણી જ પસંદ છે.
73 વર્ષીય ઘનશ્યામ નાયક થિયેટર બેક ગ્રાઉન્ડમાંથી આવે છે. ઘનશ્યામ નાયકે 1960માં ‘માસૂમ’માં ચાઈલ્ડ આર્ટીસ્ટની ભૂમિકા ભજવી હતી નટુકાકાએ કહ્યું હતું કે તેમણે 200થી વધુ ગુજરાતી-હિંદી ફિલ્મ્સમાં કામ કર્યું છે.

ઘનશ્યામ નાયકે ‘લજ્જા’, ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘તેરે નામ’, ‘ચાઈના ગેટ’ જેવી ફિલ્મ્સમાં કેમિયો કર્યો હતો.નટુકાકા છેલ્લાં 55 વર્ષથી આ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે.


ઘનશ્યામ નાયકને ખરી ઓળખ ‘તારક મહેતા..’થી મળી હતી.