ભાઇ-બહેનના ખાટા-મીઠા બંધનમાં થતી હોય છે ડિલ્સ…

ભાઇ-બહેનના ખાટા-મીઠા બંધનમાં થતી હોય છે ડિલ્સ…

27th January 2018 0 By admin

એકબીજાની સાથે લડતા ઝગડતા એકબીજા માટે કોઇની પણ સાથે લડી પડે છે
ભાઇ-બહેન વચ્ચે અતૂટ પ્રેમ અને સ્નેહ હોય છે. હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતો પર્વ એટલે રક્ષાબંધન જે તહેવારમાં બહેન પોતાના ભાઇની રક્ષા માટે રાખડી બાંધે છે. ભાઇ-બહેનના આ પવિત્ર બંધનમાં તેમનું બાળપણ કેદ હોય છે. જેની સાથે કેટલીય ખાટી-મીઠી યાદો જોડાયેલી હોય છે. દિવસમાં કેટલીય વાર નાની અમથી વાત પર ઝગડી પડતા ભાઇ-બહેનનું બંધન અતૂટ હોય છે. આ બંધન એવું છે કે નાના મોટા ઝગડામાં પણ એકબીજાને બચાવવા માટે કોઇને કોઇ જુગાડ કરી લેતા હોય છે. બંને વચ્ચે નાની-મોટી વાતમાં કોઇને કોઇ ડિલ્સ તો થતી જ રહે છે.

કોઇક વાર આપણે આપણા ભાઇ અથવા બહેનને કોઇ કામ કરવા માટે કહીએ તો કોઇની હિંમત છે કે એકવાર કહેવા પર તે આપણું કામ કરવા માટે માની જાય. માની લો કે તમને તરસ લાગી છે અને તમને ઉભા થઇને પાણી લેવા જવાનું મન નથી, અને તમે ભાઇ કે બહેનને ઓર્ડર કરીને પાણી મંગાવો છો. બસ ત્યારથી શરૂ થાય છે તમારો હિસાબ. પાણી મંગાવતાની સાથે જ તેના દસ એવા મુદ્દાઓ હાજર થઇ જશે જ્યારે તમે એનું કોઇ કામ કરવાથી ઇન્કાર કર્યો હશે. એવામાં ભાઇ-બહેન વચ્ચે ડિલ થાય થાય છે કે આ વખતે આ કામ કરી દે પછી હું તને પણ કામ કરી આપીશ.

ભાઇ-બહેન બાળપણથી લઇને મોટા થાય ત્યાં સુધી એકબીજાના કેટલાય સિક્રેટ્સ છુપાવે છે. જેને લઇને બંને એકબીજાને કોઇ પણ સમયે બ્લેકમેલ કરીને કામ કરાવી લેતા હોય છે. મોટાભાગે બંને જણા એકબીજાની વસ્તુઓ શેર કરતા હોય છે પરંતુ જ્યારે એક જ વસ્તુ બંનેની ફેવરિટ હોય છે ત્યારે બંને વચ્ચે ફરીથી ડિલ્સ એન્ડ બ્લેકમેલ કરવાની રમત શરૂ થઇ જતી હોય છે. ક્યારેક એકબીજાના દુશ્મન બની જાય છે તો ક્યારેક એ જ ઝગડામાં એકબીજાનો બચાવ પણ કરી લે છે.