મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગની એક અદભુત  જીવનકથા

મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગની એક અદભુત જીવનકથા

1st September 2017 0 By admin

આપણે એક હાથ કે પગ ને સામાન્ય ઈજા થાય તો હારીને પથારીમાં પડ્યા રહીએ છીએ અને નિરાશ થઇ જઈએ છીએ .પણ આ તો પોતાની જાતે સહેજ પણ હલનચલન કરવા શક્તિમાન નથી એવા મહાન ડૉ .સ્ટીફન હોકિંગ વિશે થોડું જાણીએ….
મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇને એની જિંદગીનાં છેલ્લાં ત્રીસ વર્ષ આ વિશ્વનાં તમામ રહસ્યો સમજાવી આપે તેવા કોઈ એક જ સિદ્ધાંતની ખોજ કરી – ‘થિયરી ઓફ એવરીથિંગ’ – દરેક ઘટનાને સમજાવી શકે તેવી એક ગુરુચાવી. એક એવો સિદ્ધાંત જેમાં બધા જ નિયમો ચંદરવામાં જડેલા આભલાની જેમ સુસંગત રીતે ગોઠવાઈ જાય.આઇન્સ્ટાઇનને આવા કોઈ એક જ સિદ્ધાંતની ખોજ કરવામાં સફળતા મળી નહિ. હજુ આ ખોજ પૂરી થઈ નથી અને આજે પણ એક અગર બીજા પ્રકારના જુદા જુદા નિયમોના સ્વતંત્ર વર્ચસ્વ હેઠળ જાણે આ બ્રહ્માંડ ચાલતું હોય એવી છાપ પડે છે.વિજ્ઞાની આઇન્સ્ટાઇન પછી કોઈક એક જ સર્વોપરી – સર્વવ્યાપક સિદ્ધાંતની ખોજ એક બીજા માણસે હાથ ધરી છે. એ વિજ્ઞાની બ્રિટનનો છે અને એનું નામ સ્ટીફન હોકિંગ છે. સ્ટીફન હોકિંગ પાસે આવી મુશ્કેલ ખોજ હાથ ધરવાની યોગ્યતા શું? આમ જોઈએ તો તેની સૌથી મોટી યોગ્યતા તો તેનું દૃઢ મનોબળ કહેવાય. આ વૈજ્ઞાનિક પાસે સૌથી મોટી મૂડી તેનું મન છે. બીજા કોઈ માણસની જિંદગીમાં આવી દુર્ઘટના બની હોત તો તેણે કદાચ આત્મહત્યા જ કરી નાખી હોત.
ખુદ સ્ટીફન હોકિંગના શરીરે જ્યારે ‘દગો’ દીધો ત્યારે તેને પહેલી લાગણી તો આવી જ નરદમ હતાશાની થઈ હતી. સ્ટીફન હોકિંગ જ્યારે એકવીસ વર્ષનો જુવાન હતો ત્યારે અચાનક એક દિવસ એક રોગ એની ઉપર ત્રાટક્યો. આ રોગને ‘મોટર ન્યુરોન  ડિસીઝ’ કહે છે. માણસના સ્નાયુઓ તથા જ્ઞાનતંતુઓ પરનો મગજનો અંકુશ ચાલ્યો જાય છે. ધીરે ધીરે સંપૂર્ણ શરીરને ઘેરી લેતા અસાધ્ય પક્ષાઘાતના રોગનો જ આ પ્રકાર છે.સ્ટીફન હોકિંગ ઊભો થઈ ન શકે, ચાલી પણ ન શકે, ટેબલ ઉપર પડેલો પાણ��અધ્યાપક હોકિંગે બાર ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે. તેમને 1982 માં સીબીઇ એનાયત કરવામાં આવ્યો હતો, અને 1989 માં
તેઓ કમ્પેનિયન ઑફ ઓનર થયા હતા. તેઓએ ઘણા પુરસ્કારો, મેડલ અને ઇનામ મેળવેલ છે,તેઓ યુએસ નેશનલ એકેડેમી
ઓફ સાયન્સના સભ્ય છે.
લોકપ્રિય પુસ્તકો પૈકી સ્ટીફન હોકિંગે સંક્ષિપ્ત ઇતિહાસનો સમય, બ્લેક હોલ્સ અને બેબી યુનિવર્સિટી અને અન્ય નિબંધો,
બ્રહ્માંડ એક ટૂંકમાં, ધ ગ્રાન્ડ ડિઝાઇન પ્રકાશિત કર્યા છે.