મારી ઈચ્છા મુજબનું મને કેમ નથી મળતું:

મારી ઈચ્છા મુજબનું મને કેમ નથી મળતું:

24th December 2017 0 By admin

એક માણસનું મૃત્યુ થયું ભગવાનના દૂતો એમને તેડવા માટે આવ્યા. જીવ દરમ્યાન ખુબ સારા કામો કરેલા એટલે એને પૂર્ણ આદર સાથે દેવદૂતો પોતાની સાથે લઈ ગયા. પેલા માણસે દેવ્દુતોને પૂછ્યું, “ તમે મને ક્યાં લઈ જાવ છો” દેવદૂતો એ કહ્યું, “ભગવાન તને મળવા માટે ખુબ જ આતુર છે માટે તને ભગવાન પાસે લઈ જાવ છું.”

એક પછી એક દરવાજા પસાર કરીને દેવદૂતો આ માણસએ લઈને આગળ વધી રહ્યા હતા. એક ખુબ મોટું મેદાન આવ્યું. એક મોટું મેદાન આવ્યું પેલા માણસના તો પગ થંભી ગયા અને આંખો ફાડીને જોઈ જ રહ્યો. આ મેદાનમાં જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી સરસ મજાના રેપરમાં પેક થઈને ગીફ્ટો પડી હતી. રાક્ષસી કદથી શરુ થઈને નાનામાં નાની ગીફ્ટ હતી. પેલા માણસે દેવદૂતોને પૂછ્યું, “ આ બધું શ્હું છેઆ રેપરમાં શું પેક કરેલ છે અને તે કોને આપવાનું છે?

દેવદૂતે દુખી ર્હદય  જવાબ આપ્યો, “ ભાઈ આ રેપરમાં જુદી જુદી ભેટો છે. કોઈમાં રૂપિયા છે તો કોઈમાં બંગલા છે કોઈમાં નોકરી છે તો કોઈમાં છોકરી પણ છે પૃથ્વી પરના માણસોએ જે ઈચ્છા કરી એ બધું જ આમાં છે”

પેલા માણસે પૂછ્યું, “ તો પછી બધું અહિયાં કેમ છે? એ કેમ કોઈને આપ્યું નથી?” દેવદૂતે સ્પષ્ટતા કરતા કહ્યું, “ જેમણે જેમણે કઈક મેળવવાનું નક્કી કર્યું અને એની ઈચ્છા મુજબની વસ્તુ આપવા માટે ભગવાને સરસ મજાનું ગીફ્ટ પેકિંગ કર્યું છે પરતું તેને આપે તે પહેલા જ તેને પ્રયત્નો મૂકી દીધા હોય છે એટલે તે અહિયાં જ પડી રહ્યા છે. જો થોડી વધુ પ્રયાસ શરુ રાખ્યો હોત તો ચોક્કસ બધાને અણી ઈચ્છા મુજબનું મળી ગયું હોત”

આપણે પણ જીવનમાં આજ ભૂલ કરીએ  છીએ કઈક મેળવવાના પ્રયાસ ચાલુ કરીએ અને પ્રભુ એ આપવાની તૈયારીમાં જ હોય અને આપણે પ્રયાસ છોડી દઈએ છીએ.રત્નો મળવા છતાં પણ દેવતાઓ સંતુષ્ટ થયા અને ઝેર મળવાથી ડરી ન ગયા. અમૃત ન મળવા સુધી એ રોકાયા વગર કામ કરતા જ રહ્યા એવી રીતે ધીરજવાન માણસ નક્કી કરેલા કાર્યથી ક્યારેય પીછેહઠ કરતા નથી.