મારે કોઈ હાથ નથી.

મારે કોઈ હાથ નથી.

5th December 2017 0 By admin

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બનેલી આ ઘટના છે
ઇગ્લેન્ડ પર જર્મન બોંબરો ધડાધડ બોંબમારો કરી રહ્યા હતા. ઇંગ્લેન્ડ પર ફેકાયેલા આ બોંબને કારણે ભારે નુકશાની થઇ હતી. અનેક મિલકતો નાશ પામી પણ સાથે સાથે અનેક ખીસ્ત્રીઓની આશાને પણ ખેસ પહોચી કારણકે પ્રભુ ઈસુની એક ખાસ પ્રસિદ્ધ મૂર્તિ પણ તૂટી ગઈ હતી.બધા લોકોએ નક્કી કર્યું કે આપણે બધા ભેગા મળીએ આ મૂર્તિના એક એક ભાગને શોધીએ અને એ ભાગોને જોડીને ફરીથી મૂર્તિ બનાવીએ.
મૂર્તિના ભાગોને શોધવાનું મિશન શરુ કર્યું. ધીમે ધીમે ટુકડાઓ ભેગા મળીને ફરીથી મૂર્તિ બનવા લાગી.બધા ભાગો બની ગયા પરતું બે હાથમાં અમુક ભાગો ન મળ્યા .
હાથ વગરની તો આ મૂર્તિ કેવી લાગે એને આ મૂર્તિમાં બીજા કોઈ નવા ભાગો જોડવાના ન હતા.
મૂર્તિ તૈયાર કરી રહેલો શિલ્પકાર મુંજાણો કે હવે શું કરવું એને કરેલા ઊંડાણ પૂર્વક વિચારોને અંતે એવું નક્કી કર્યું કે મૂર્તિ હાથ વગરની જ રાખવી.પથ્થર પર એક ખુબ સરસ સંદેશ લખવામાં આવ્યો, “મારે કોઈ હાથ નથી, મારા હાથ તમેજ છો”.
મિત્રો, આપણે જ ભગવાનના હાથ છીએ અને આપણેજ ભગવાનના પાગ છીએ ભગવાન પાસેથી જે કામની અપેક્ષા રાખીએ છીએ એ આપણે જાતે જ કરવું પડશે. ભગવાનને હજારો હાથ વાળો એટલેજ તો કહેવામાં આવ્યો છે કારણ કે સમગ્ર માનવ જાતના હાથ એ એના છે આપણા સત્કર્મો દ્વારા ભગવાનના હાથે મજબુત બનાવે છે
લોકોને ધર્મ (સારા કર્મો)નું ફળ જોઈએ છે પણ ધર્મનું આચરણ નથી કરવું.(ખરાબ કર્મ)નું ફળ નથી જોઈતું પરંતુ ગર્વથી પાપાચરણ કરે છે.