મિત્ર માટે શું ન થાય?

મિત્ર માટે શું ન થાય?

2nd February 2018 0 By admin

વલ્લભભાઈએ પોતાના અભ્યાસ પૂર્ણ કર્યો અને પ્લીડર બન્યા ત્યારે એમના મોટાભાઈ બોરસદમાં ડીસ્ટ્રીકટ પ્લીડર તરીકે કામ કરતા હતા. મોટાભાઈ વિઠ્ઠલભાઈની સાથે કામ કરવાના બદલે વતનથી દુર ગોધરામાં પોતાની પ્રેક્ટીસ શરુ કરી.પત્ની ઝવેરબાને સાથે લઈને ગોધરા રહેવા માટે આવી ગયા અને અહિયાં જ વકીલાત શરુ કરી દીધી. કોઈ જાતની વિશેષ સુવિધા ન હતી. માંડ માંડ થોડી ઘણી વસ્તુઓ  ભેગી કરીને કામના શ્રી ગણેશ કર્યા.

આ અરસામાં ગોધરા પ્લેગ ફાટી નીકળ્યો. વલ્લભભાઈના એક મિત્ર રામજીભાઈને પ્લેગ લાગુ પડ્યો. પ્લેગ ચેપી રોગ હોવાથી પરિવારના સભ્યો સેવા કરવાના બદલે તેનાથી દુર રહેતા કારણકે દરેકને પોતાનો જીવ વાહલો હોય છે. પોતાના મિત્રની સારવાર કરવાની જવાબદારી વલ્લભાઇ એ સાંભળી., પ્લેગગ્રસ્ત મિત્રનું બધુજ કામ કરે. પોતાના કામ માંથી નવરા થાય એટલે તરત જ આ મિત્ર પાસે દોડી જાય જાય અને બધુજ કામ કરે. જયારે સગાવ્હાલા દુર રહેતા હતા ત્યારે વલ્લભભાઈ પોતાના મિત્ર માટે ખડેપગે રહેતા.

સારવારમાં પુરતું ધ્યાન આપવા છતાં મિત્ર બચી ન  શક્યા. મિત્રની વિદાયનું દુખ હતું. હજી તો સ્મશાન યાત્રા પૂરી કરીને આવ્યા અને વલ્લભભાઈ પણ બીમાર પડ્યા. લોકોને એમ કે મિત્રના વિયોગની અસર છે પણ તપાસ કરાવતા ખબર પડી કે વલ્લભભાઈને પણ પ્લેગ લાગુ પડ્યો છે..મિત્રની સારવાર દરમિયાન લાગેલા ચેપથી વલ્લભભાઈ પણ ખાટલામાં પટકાયા. પોતાને થયેલ પ્લેગની અસર પત્ની ઝવેરબાને ન થાય એટલા માટે તેમને વતન મૂકી આવવાની વાત કરી ઝવેરબા બહુ સંસ્કારી કુળના દીકરી હતા તેઓ બીમાર પતિને મૂકી જવા રાજી ન હતા પરંતુ વલ્લભભાઈ સરમુખત્યારની જેમ વતન મૂકી આવ્યા અને પોતે એકાંતવાસમાં જતા રહ્યા. સાજા થઇ ગયા પછી જ પત્ની ઝવેરબાને વતનમાંથી બોલાવ્યા.

પોતાનો મિત્ર મુશ્કેલીમાં હોય ત્યારે એનો ત્યાગ કરવાના બદલે જીવના જોખમે પણ જે મિત્રની સાથે અડીખમ ઉભો રહે છે.જયારે દુનિયાના બીજા લોકો કોઈ માણસથીદુર જતા રહે ત્યારે એને પરિવારની ખુબ જરૂર હોય છે અને પરિવાર પણ જતો રહે તો જીવનનો એક માત્ર આધાર બાકી રહે એ છે મિત્ર….

#પોતાનો મિત્ર #મુશ્કેલીમાં હોય ત્યારે એનો #ત્યાગ કરવાના બદલે જીવના જોખમે પણ જે #મિત્રની સાથે #અડીખમ ઉભો રહે છે.