મુનીશ શર્મા (IAS-) (201૩ ટોપર)

મુનીશ શર્મા (IAS-) (201૩ ટોપર)

14th October 2017 0 By admin

મુનીશ શર્મા (IAS-) (201૩ ટોપર)
મુનીશ શર્મા એટલે યુપીએસસી એક્ઝામ-૨૦૧૩ના પરિણામમાં ભારતભરમાં બીજા નંબર પર આવનાર યુવાન.
નાનપણમાં જ પિતાનું નિધન થયું હતું તેની શિક્ષિકા માતાએ ન કેવળ તેનું જતન કર્યું, પરંતુ એવી રીતે ઘડતર કર્યું કે મુનીશે બીજા પ્રયાસમાં જ બીજું સ્થાન મેળવી લીધું. દિલ્હીમાં હરીનગરની સરસ્વતી બાલમંદિર કે જ્યાં તેની માતા ભણાવતી હતી ત્યાં તેને શાળાકીય અભ્યાસ પૂરો કર્યો ત્યાર બાદ દિલ્હી યુનિવર્સીટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું. આ પછી લાલ બહાદુર શાસ્ત્રી ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટમાંથી MBA કરી Gold Medal મેળવ્યો. આ પછી તેને ટીમ કમ્પ્યુટર્સ , કેપીએમજી અને ધી સ્માર્ટ ક્યુબ ક્પનીઓમાં કામ કર્યું જ્યાંથી તેને બીજા સાથે કઈ રીતે ડીલીંગ કરવું તેનો અનુભવ મળ્યો.
પોતાનો બચપણની વાત કરતા મુનીશ શર્માએ કહ્યું કે મને ફેમેલી સપોર્ટ ખુબ મળ્યો છે, બચપણમાં દાદા હરિશ્ચંદ્ર શર્માએ મને ખુબ પ્રોત્સાહિત કર્યો, એકવાર સ્કુલમાં ભારતની નકશો બનાવવાનો હતો પરંતુ મારાથી નકશો બનતો જ નહતો,ત્યારે દાદાજી એ કહ્યું: કોશિશ કર ,જરૂર બની જશે, આ પછી મારા દ્વારા તૈયાર થયેલ નકશો ક્લાસરૂમમાં લગાડવામાં આવ્યો હતો. ત્યારથી મારામા કોન્ફિડન્સ આવી ગયો. આ ઉપરાંત મારી માતાએ ખુબ જ મેહનત કરી, સ્કુલમાં શિક્ષણ આપવાની સાથે તેને પરિવારને પણ ખુબ સરસ રીતે સાંભળ્યો. લાંબા સમયથી હાર્ટ પેન્સન હોવા છતાં મને કોઈ ચીજણી કમી મહેસુસ કરવા નથી દીધી.મારા ભવિષ્ય માટે તેને ઘણીવાર પોતાની દવા પણ ખરીદી નહતી. આજે જે કાંઇ હું છું તે મારી માતાના કારણે છું.UPSC પરીક્ષા માટે તમે કોઈ સ્ટ્રેટેજી બનાવી હતી એવા પ્રશ્નના જવાબમાં મુનીશ શર્મા કહે છે કે, સર્વિસીસની પ્રીલીમરી પરીક્ષા માટે કોઈ સ્ટ્રેટેજી બનાવી ન હતી પરતું ડેઈલી ન્યુઝપેપર વાંચતો હતો, એટલે કોઈ વાંધો ન આવ્યો મેઇન્સમાં જરૂર મહેનત કરી હતી.નોટ્સ બનાવવા ઇન્ટરનેટની જે સારી સારી website છે તેની મદદ તૈયારી લીધી હતી.ઈન્ટરવ્યું માટે ખાસ કોઈ કરી ન હતી, ઈન્ટરવ્યું માં તમે જે છો, તે જ શો કરો, તેજ દર્શાવો જો તમ કઈ છુપાવવાની કોશિશ કરશો તો એક્સપર્ટ તરત જ તમને પકડી લેશે.
UPSCની પરીક્ષામાં તમને બીજો રેન્ક મળશે , એવો વિશ્વાસ હતો એવું પૂછતાં મુનીશ શર્મા કહે છે કે, અગાવના વર્ષે મે બહુ સારી તૈયારી કરી હતી.મને પૂરો વિશ્વાસ હતો કે મારું સિલેકશન જરૂર થશે. મે ઈન્ટરનેટ પર રીઝલ્ટ જોયું ત્યારે શરૂઆતમાં ટોપ રેન્કમાંજ મારું નામ શોધતો હતો પરંતુ ટોપમાં મારું નામ ન મળ્યું એટલે મને થયું કે કદાચ હું ટોપમાં સિલેક્ટ નહિ થયો હોઉં એટલે મે મારું આખું નામ સર્ચ લખીને સર્ચ કર્યું પણ ન મળ્યું આ વખતે કોન્ફિડન્સ ન હતો તૈયારી પણ સાવ ઓછી કરી હતી પરંતુ જયારે મને ખબર પડી કે હું ઓવરઓલ બીજા રેન્ક પર પાસ થયો છું ત્યારે મને નવાઈ લાગી અને ખુબ આનંદ થયો,જોબ શરુ હોવાથી વાંચવા માટે સમય આપી શકતો ન હતો પરંતુ મને ન્યુઝ પેપર વાંચવાનો ખુબ શોખ છે હું બધાજ ન્યુઝ પેપર વાંચતો તેનાથી જ મને લાભ થયો.
સકસેસ ફોર્મુલા ન્યુઝ પેપર વાંચવાની આદત પાડો, આજે UPSC પરીક્ષા અંગે યુવાનોમાં બહુ જ ક્રેઝ છે પરંતુ ઘણા બધા યુવાનો તેને ટફ માનીને તૈયારી નથી કરતા, જેને પોતાના પર પૂરો વિશ્વાસ હોય છે તે આ એક્ઝામ જરૂર ક્વોલિફાઇડ કરી લે છે. પોતાનો આત્મવિશ્વાસ કાયમ રાખી નિયમિત ન્યુઝ પેપર વાંચવાની ટેવ પાડો, વાંચન વધારો, જરૂર સફળ થશો.
• નાનપણમાં પિતાની છત્રછાયા ગુમાવી દેનાર મુનીશે ચાલુ જોબ સાથે બીજા નંબર સાથે UPSCમાં સફળતા મેળવી