યુ.પી.એસ.સી ના સફળ ઉમેદવાર ચિંતન પટેલ

યુ.પી.એસ.સી ના સફળ ઉમેદવાર ચિંતન પટેલ

27th December 2017 0 By admin

અમદાવાદના ડૉ.ચિંતન પટેલ UPSC પરીક્ષા પાસ કરી છે. અમદાવાદમાં જ રહીને ભણેલા ચિંતન પટેલે SSCમાં ૯૦ ટકા અને HSC(સાયન્સ)માં ૯૩ ટકા માર્ક્સ હતા. આ પછી તેમને સુરેન્દ્રનગર ની સી.યુ.શાહ મેડીકલ કોલેજ માંથી MBBS પૂરું કર્યું. મેડીકલ લાઈન લઈ MBBS ડોકટર બની ગયા પછી સિવિલ સર્વિસીસ કેમ પસંદ કર્યું એવું પૂછતાં ડૉ.MBBS થયા પછી ક્યારેય મેડીકલ પ્રેક્ટીસ કરી નથી.

ડૉ.ચિંતન પટેલે કહ્યું કે, પહેલેથીજ કઈક નવું કરવાની પ્રબળ ઈચ્છા હતી. તેમાં મને સિવિલ સર્વિસીસનું ફિલ્ડ સારું લાગ્યું. તેમાં ઓપર્ચ્યુંનીતી વધારે છે. ચેલેન્જીંગ છે. આ પરીક્ષા આપવા માટે પ્લાન તૈયાર રાખવો પડે.

UPSC પરીક્ષા ડૉ.ચિંતને ૨૦૧૦ માં બીજા પ્રયાસે પાસ કરી છે.સપ્લીમેન્ટરી રીઝલ્ટમાં ૪ ઉમેદવારો પાસ થયા તેમાના ડૉ.ચિંતન પટેલ એક હતા.

UPSC પરીક્ષા તેને ઈંગ્લીશ મીડીયમ માં આપી હતી. તેમનો વિષય હતો મેડીકલ સાયન્સ અને ગુજરાતી લીટરેચર.

આ પરીક્ષા માટે કેવી તૈયારી કરતા?

એવું પૂછતાં ડૉ.ચિંતન પટેલ જણાવે છે કે, ઈંટરનેટ, અખબારો, કુરુક્ષેત્રના સાહિત્ય પર વધુ ફોકસ કર્યું હતું.

ઈન્ટરવ્યૂ કેવું ગયું હતું?

એવું પૂછતાં ડૉ.ચિંતન પટેલ જણાવે છે કે, upsc માં ઓપીનીયન વિષે વધુ પૂછે છે. સરકાર ખાનગીકરણ કરી રહી છે , તો તે પગલું યોગ્ય છે. શા માટે?

સરકાર જે પથ પર જાય છે તે પગલું યોગ્ય છે શા માટે? આવા આવા પ્રશ્નો પૂછે છે

સકસેસ ફોર્મ્યુલા:

ફ્યુચર સિક્યોર કરીને ફિલ્ડમાં આવો તો બિન્દાસ તૈયારી કરી શકશો અને જરૂર સફળ બનશો એમ ડૉ.ચિંતન પટેલે કહ્યું હતું.

અગાઉ ડોકટર એન્જિનિયર,MBA થનારા લોકો સિવિલ સર્વિસીસમાં આવવાનો વિચાર પણ કરતા ન હતા પણ હવે ચિત્ર બદલાય ગયું છે ઘણા ડોકટરો , એન્જીનીયરો આ ફિલ્ડમાં આવવા લાગ્યા છે.