15th May 2021
Breaking News

રાજકોટની જાહન્વી રુપરેલીયાએ બનાવી વંદા મારવાની દવા અને જીત્યો રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ

રાજકોટની જહાન્વી રૂપારેલીયાને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યોજહાન્વી રૂપારેલીયાની વિજ્ઞાન ક્ષેત્રે અનેરી સિધ્ધી – ઘરગથ્થું સામગ્રીમાંથી બનાવી વંદા મારવાની અસરકારક દવા
રાજકોટ શહેરની ધોળકીયા સ્કૂલમાં ધો.9 ઇગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતી જ્હાન્વી રૂપારેલીયાનેતા. 7 નવેમ્બરના રોજ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે બાળ વૈજ્ઞાનિક તરીકેનો ડો.એ.પી.જે.અબ્દુલ કલામએવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.દેશભરમાંથી 2200 વિદ્યાર્થીઓએ પોતાના સંશોધન અંગે આ એવોર્ડ માટે અરજી કરી હતી. તેમાંથી કુલ 28 વિદ્યાર્થીને એવોર્ડઅપાયા . જેમાં રાજકોટની જ્હાન્વી રૂપારેલીયાની પસંદગી કરવામાં આવી છે. જહાન્વીએ ઘરગથ્થું સામગ્રીમાંથી બનાવી વંદામારવાની અસરકારક દવા જ્હાન્વી એ લીંબોળી અને નિલગીરીના તેલ તથા બોરીક એસીડ અને ફુલના અર્ક વડે વંદા મારવાનીપેસ્ટ બનાવી છે. જે સ્થળે વંદા નો ઉપદ્રવ વધારે હોય તે સ્થળે આ પેસ્ટ લગાવી રાખવાથી વંદા તેના તરફ આકર્ષાય છે અનેતેને ખાવાથી સીધા જ મૃત્યુ પામે છે સાથે સાથે અન્ય વંદા પણ આસપાસ એકત્ર થઇ મૃત્યુ પામે છે. રાજકોટની વિવિધ પ્રયોગશાળામાં જ્હાન્વીનાં

સેમ્પલનાં અવલોકનોના આધારે સર્વશ્રેષ્ઠ પેસ્ટને ‘કોક્રોચ કિલિંગ પેસ્ટ’ તરીકે પસંદ કરેલ છે.આ પેસ્ટની અસર લાંબા સમય સુધી જોવા મળે છે. આ ઉપરાંત બજારમાં મળતી અન્ય વંદાનાશક દવાની સાથે સરખામણીપણ કરેલ છે જેમાં આ દવા શ્રેષ્ઠ સાબિત થયેલ છે. આમ પોતાની નાની ઉમરમાં ખૂબ જ મોટું સંશોધન કાર્ય કરવા બદલ તેનીઆ સિદ્ધિને બિરદાવવામાં આવેલ છે. આ પેસ્ટ ગૃહીણીઓ માટે ખૂબ ઉપયોગી છે. આ એવોર્ડ દર વર્ષે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા
વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવે છે. ૭ નવેમ્બર ર૦૧૬ ના રોજ આ એવોર્ડ ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા
વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવશે. આથી આ વખતે સૌરાષ્ટ્રમાંથી પ્રથમવાર ચિ.જહાન્વી રૂપારેલીયા ૭ નવેમ્બરના રોજરાષ્ટ્રપતિના હસ્તે આ સન્માન સ્વિકારવા દિલ્હી ખાતે જશે. સાથે-સાથે તેમના આ સંશોધન પર ભારતનાં IPR
ડિપાર્ટમેન્ટ દ્વારા આ પેટન્ટ માટે રજીસ્ટ્રેશન પણ કરી આપવા માં આવશે.

ઘરમાં વંદા નું આવવા જવાનું થશે હવે બંધ ક્લિક કરી ને જાણો આ કેમિકલ વિના ની ખુબ સિમ્પલ રીતઘરમાં વંદા એટલે બીમારીઓ ને આમંત્રણ અને જો વંદા એ તમારા રસોડામાં ઘર બનાવી લીધું તો સમજો ખુબ જ વહેલા ઘરના કોઈને કોઈ સભ્ય બીમાર પડવા લાગશે. ખાસ કરીને ઘરમાં વંદા હોવાનો અર્થ તે છે કે ઘરમાં સાફસૂફી ની વ્યવસ્થા બરો બર નથી. કારણ એ છે કે વંદા ને રહેવા માટે ગંદકી જરૂરી છે. આપણે ઘણી વખત ઉપરથી આપણું ઘર સાફ કરી લઈએ છીએ પણ ઘરના નુક એન્ડ કોર્નર એટલે રસોડા અને ઘરના બીજા રૂમ ના ખાનામાં અને સ્ટોર રૂમમાં જરૂરી સફાઈ નથી કરતા. પરિણામ એ આવે છે કે ઘરમાં વંદા ઉત્પન થઇ આવે છે.વંદા ને જોઇને સુગ અને જુદા જ પ્રકારની ગભરાહટ થવું પણ એક બીજી બાજુ છે જેને કારણે ઘરમાં વંદા મુક્ત રાખવા માટે ઘણા લોકો કોઈ ઉપાય શોધતા રહે છે. ઘરમાં ગંદકી, પાણીના નિકાલની પદ્ધતિ માં ખામી અને તેનાથી ફેલાતી ગંદકી થી ઘરમાં નાના નાના જીવાણું ઉત્પન થાય છે. તેને ભગાડવા માટે સ્પ્રે ઉપરાંત થોડા ઘરગથ્થું ઉપાય પણ કરી શકાય છે.

એક વખત તમારા ઘરમાં વંદા ઉત્પન થઇ ગયા તો સમજો એટલા ખરાબ પરિણામ ભોગવવા પડશે જે સરળ નથી. તમારા ઘરમાં બનતા ખાદ્ય પદાર્થો ઉપરાંત કચરાપેટી માં ફેંકવામાં આવેલા કચરા સુધી પણ વંદા ઉછરે છે. ઘણા એવા ઘરગથ્થું નુસખા છે જે વંદા ની સમસ્યા ને ચપટી વગાડતા જ ઉકેલી નાખશે. આમ તો ઘર ખાસ કરીને રસોડામાં સફાઈ, પાણી નિકાલ ઠીક રાખવી અને કચરાપેટી માં વધુ કચરો ભેગો થવા ન દેવો થોડી આવી સાવચેતી છે જે અપનાવીને આપણે વંદા થી છુટકારો મેળવી શકીએ છીએ.

આજે આ આર્ટીકલ માં અમે તમને COCKROACHES ની સમસ્યા ને મૂળ માંથી દુર કરનારા ઘરગથ્થું નુસખા જણાવીશું. આ નુસખા થી તમારા ઘરમાં રહેતા વંદા મરી જશે અને તમને indirectly બીમારીઓથી છુટકારો મળી જશે.તો આવો જાણીએ આ નુસખા વિષે.

સામગ્રી :
1 ડુંગળી1 ચમચી (tsp) બેકિંગ સોડારીત/ ઉપયોગ ડુંગળી ને કાપી લો. હવે ડુંગળી ઉપર બેકિંગ સોડા નાખી દો.આ મિશ્રણ ને ઘરની તે જગ્યાએ રાખો જે જગ્યાએ વંદા વધુ જોવા મળે છે.થોડા દિવસો સતત આ નુસખાનો ઉપયોગ કરો., નવાઈ લાગે તેવા પરિણામ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *