
ખોડલધામનું નિર્માણ સમગ્ર લેઉવા પટેલ સમાજ ને એક કરવા માટે થયું છે.તેથી તો કહ્યું છે “ભક્તિ દ્વારા એકતા ની શક્તિ”જાન્યુઆરી-૨૦૧૭ માં ખોડલધામ મંદિર એક ઈતિહાસરૂપ બની ગયું છે. તા:૨૧-૧-૨૦૧૭ ના રોજ 3.5 લાખ લોકોએ કાગવડમાં એક સાથે રાષ્ટ્રીયગાન કરીને ગિનિસ બુક રેકોર્ડ બનાવ્યો હતો જે ગર્વની વાત છે, એક જ સમાજ લેઉવા પટેલના લોકોએ એકત્ર થઇ ને આ રેકોર્ડ બનાવ્યો હતો. લેઉવા પટેલ સમાજે ગિનિસ રેકોર્ડ બનાવ્યો હતો, જ્યારે 2012 માં 24,435 યુગલો એકસાથે હવનકુંડ માં બેઠા હતા, જે પણ આપણા માટે એક ગર્વની વાત છે.ઓછામાં ઓછા 58 લાખ જેટલા લોકોએ ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના ચાર દિવસમાં કાગવડની મુલાકાત લીધી છે.ખોડલધામમાં ભવ્ય એટલે કે વિશાળ રથયાત્રા નું આયોજન પણ અત્યાર સુધીનો રેકોર્ડ બની ગયું છે. જે લેઉવા પટેલ માટે ગર્વની વાત છે.ખોડલધામ હેઠળ કાર્યરત ખોડલધામ વિધાર્થી સમિતિ જે દરેક લેઉઆ પટેલ સમાજના યુવા વર્ગના છોકરા અને છોકરીઓ(“મારા સમાજે મારા માટે શું કર્યું કે શું કરશે એ નહી પરંતુ હું મારા સમાજ માટે શું કરીશ એ મહત્વનું છે.)લેઉઆ પટેલનો ઈતિહાસ:-હજારો વર્ષો નો ભવ્ય ઈતિહાસ ધરાવતી, અતિ સહીષણું, પરાક્રમી, કઠોર પરિશ્રમ કરનાર લેઉવા પટેલ જ્ઞાતિના પરિવારો સમગ્ર વિશ્વમાં ફેલાયેલ છે.લેઉવા પટેલ સમાજે દેશ વિદેશમાં વ્યાપાર વિસ્તાર્યો છે સાથો સાથ તેમણે શિક્ષણ , ધર્મ, સંસ્કાર ઘડતર, કૃષિ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી કળા અને રમત-ગમત ક્ષેત્રે માતબર પ્રદાન કરેલ છે.આધાર ભૂત સૂત્રોમાં થી મળતી માહિતી અનુસાર લેઉવા પટેલ સમાજ ૨૦૦૦ વર્ષ પહેલા પંજાબ માં થી સ્થળાંતરિત થઇ ગુજરાત માં આવ્યો અને પાટણ-અડાલજ- કર્ણાવતી થઇ સૌરાષ્ટ્ર માં તેને મુળિયા રોપ્યા. ૧૨ મી સદી થી ૧૮ મી સદી દરમ્યાન સિદ્ધરાજ જયસિંહ , બાદશાહ અકબર થી લઇ જામ નરેશ સુધીના સત્તા કાળમાં લેઉવા પટેલ સમાજે પોતાનું કૃષિ કૌશલ્ય વિકસાવ્યું અને જમીન ના માલિક-પાટીદાર બન્યા રાજાઓએ પણ આ કૃષિકાર એવા ધરતીપુત્રોની કાર્ય ક્ષમતા અને કૃષિ ક્ષેત્રે કુનેહ જોઈ તેમના પર વિશ્વાસ મુક્યો. લૅઆ પટેલ સમાજનું જ સંતાન એવા સરદાર પટેલે ભારતીય સ્વાતંત્રની લડત દરમ્યાન દિવસ રાત ખેડૂતો ની સાથે રહી આ પ્રજાની નિખાલસતા, ખેલદિલી, ઉદારતા, કઠોર પરિશ્રમ જેવી વિશેષતા ની સરાહના કરી.૨૦ મી સદીમાં લેઉવા પટેલે સમાજે નોધપાત્ર સિદ્ધિઓ મેળવી.હવે ૨૧મિ સદીમાં સમસ્ત લેઉવા પટેલ સમાજ એકતા નું ભગીરથ કાર્ય હાથમાં લે છે-શ્રી ખોડલ ધામ ના નિર્માણ દ્વારા….સમગ્ર સમાજ ના નિર્માણ માટે, વિકાસ માટે , પરિવર્તન માટેખોડલધામ મંદિરની વિશેષતાઓ:-ખોડલધામ મંદિર એ દરેક રીતે પ્રેરણાદાયક , ભવ્ય અને સુંદર છે, તે અન્ય મંદિર કરતા અલગ છે.સમુદાયને માર્ગદર્શક અને આગળ ધકેલવામાં વિવિધ પ્રવૃત્તિઓના નોડ અને વિધેયો વગાડતા વિશાળ વિસ્તારમાં આ મંદિર પ્રસારિત થયેલ છે , ભક્તોની શ્રધ્ધા સાબિત કરવા માટે એ ખરેખર આધ્યાત્મિક ઉન્નતીકરણનો અનુભવ કરાવે છે.તે વિશાળ વ્યાપક હિન્દૂ મંદિરોમાંનું એક મંદિર છે, વિશાળ વિસ્તારને આવરી લેતા , 299 ફૂટ લંબાઈ , 253 ફૂટ પહોળાઈ અને 135 ફીટ ઉચાઇ ધરાવે છે.આ ભવ્ય મંદિરમાં મા ખોડિયારની સાથે માતા અંબા, મા બાહુચર, મા વેરાઈ, મા મહાકાલી, મા અન્નપુર્ણા, મા ગૌતલ, મા રાંદલ, મા બ્રમ્હાણી, મા મોમાઈ, મા ચામુંડા, અને મા શિહોરીની મૂર્તિઓ સાથે બિરાજમાન છેખોડલધામ ઉપરાંત શ્રી શિવ મહાદેવ, શ્રી રામ દરબાર, શ્રી રાધાક્રિષ્ણ, શ્રી શ્રીનાથજી બાવા, શ્રી ગણેશ અને શ્રી હનુમાનના પવિત્ર મંદિરોની સ્થાપના કરવામાં આવેલ છે.ખોડીયાર માતાએ વાહન તરીકે મગરને પસંદ કર્યું કારણ કે તે ઉભયજીવી પ્રાણી છે. ભારતના સૌરાષ્ટ્રના ગામ કાગવડ ખાતે મા ખોડલનું આ પવિત્ર મંદિર નિર્માણ થઈ રહ્યું છે, જે ભારતના તમામ ભાગોમાંથી અને વિદેશોમાં લાખો ભક્તોને આકર્ષે છે. આ મંદિર સરળતાથી સુલભ છે અને માર્ગ દ્વારા ભારતના મહત્વપૂર્ણ શહેરો સાથે જોડાયેલ છે. ખોડિયાર માના દૈવત્વ અને કૌશલ્યને સમજાવવા માટે શબ્દો ઓછા પડે છે.હાલ માં ખોડલધામ દ્વારા થતી પ્રવૃત્તિઓખોડલધામ કાગવડ ભક્તોની સુવિધાને ધ્યાનમાં લઈને ભોજનાલય પણ શરુ કરવામાં આવેલ છે.ધાર્મિક અને આધ્યાત્મિક મેગેઝિન “ખોડલધામ સ્મૃતિ”. યોગા તાલીમ અને વ્યાયામ કેન્દ્રો આપણા સમાજ ના દરેક વિદ્યાર્થીઓને સરકારી નોકરી આસાનીથી મળી રહે એ હેતુથી યુ.પી.એસ.સી., જીપીએસસી ,પીએસઆઈ, જેવી સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની પોસ્ટ્સને આવરી લેવાતી પરીક્ષાઓ તૈયારી કરાવવી.ખોડલધામ એક પરિણામસ્વ દિશામાં જવા માટે દ્રષ્ટિકોણ બનાવવા વિકસ્યું છેજાત જીવન બનાવો , સમુદાય સંકલન અને નેતૃત્વ ,પર્યાવરણનું સંરક્ષણ કરો, નૈતિકતાનું સંરક્ષણ કરો ,આધ્યાત્મિક મૂલ્યોનું રક્ષણ કરો .રમત-ગમત માં પ્રગતી કરવી ,કૃષિનો વિકાસ કરો
મિત્રો આ પોસ્ટ ને વધુને વધુ Share અને Like કરો. જય માં ખોડલ…..