વિચારોની સફાય

વિચારોની સફાય

22nd November 2017 0 By admin

ભાદરવા મહિનાના ધોમધખતા તાપમાં બપોરના સમયે એક ભાઈ દૂધપાકની ડોલ હાથમાં લઈને ગટર પાસે ઉભા હતા અને એક ચમચા વડે થોડો થોડો દૂધપાક ગટરમાં નાખતા હતા. ત્યાંથી પસાર થતી કોઈ વ્યક્તિનું ધ્યાન ગયું એટલે પેલા ભાઈ પાસે પહોચી ગયા. કેસર ઈલાયચીથી ભરપુર મસ્ત મજાના દૂધપાકને ગાડી ગટરમાં નાખતા જઇને એમને આશ્ચર્ય થયું.
દૂધપાકે ગટરમાં આખી રહેલા પેલા ભાઈએ પૂછ્યું, “તમે, દૂધપાકને કેમ ગટરમાં નાખી દો છો?”
પેલા ભાઈએ બળાપો કાઢતા કહ્યું, અરે ભાઈ , શું કરું? આજે મારા દાદાના શ્રાદ્ધ નિમિતે કેટલી મહેનતથી આ દૂધપાક બનાવ્યો હતો, પણ આ બે માંખો પડી છે અને મરી ગઈ છે એટલે તેને ચમચાથી બહાર કાઢીને ગટરમાં ફેકવા માટે આવ્યો છું. પણ માંખ બહાર નીકળવાનું નામ જ નથી લેતી”.
વાત સાંભળીને રસ્તેથી પસાર થતા હતા તે ભાઈ ખડખડાટ હસી પડ્યા અને કહ્યું, “ ભાઈ આમ જો આ મરેલી માંખ કાઢવાનો પ્રયાસ કરશો તો આખી ડોલ ખાલી થઇ જશે પરતું માંખો બહાર નહિ નીકળે. એક કામ કરો તમે જે ચશ્માં પહેર્યા છે તે મને આપો” દુધપાકની ડોક નીચે મુકીને પોતાના ચશ્માં પેલા ભાઈને આપ્યા.


ચશ્માના કાચ પર બે મરેલી માંખો ચોટી હતી.કપડું લઈને ચશ્માં બરાબર સાફ કર્યા એ પહેલા ભાઈને પાછા આપીને કહ્યું,” હવે આ ચશ્માં પહેરો” પેલા ભાઈએ ચશ્માં પહેરીને દૂધપાકમાં જોયુતો દૂધપાક સાફ હતો તેમાંથી માખી જતી રહી હતી.
આપના વિચારરૂપી ચશ્માં પર ચોંટેલી નકારાત્મક માંખોને કારણે આ દુનિયાને અને દુનિયાના લોકો સાથેના આપણા સબંધને જે સરસ મજાના દૂધપાક જેવા મીઠા છે તેને ગંદી ગટરમાં ફેંકી રહ્યા છીએ.વિચારોના ચશ્માને પણ જરા સાફ કરતા રહેવા.

શુદ્ધ બુધિ(શુદ્ધ વિચારો )ખરેખર કામધેનું જેવી છે કારણ કે તે સંપતિ ને દોહ્વે છે વિપ્તીને રોકે છે, મલિનતાને ધોઈ નાખે છે અને સંકાર્રૂપ પવિત્રતા દ્વારા બીજાને પવન કરે છે.
આને કહેવાય આત્મવિશ્વાસ

માં તુજે સલામ:

બોધ કથા-વખાણ કરવાના બદલે થોડી વાસ્તવિકતાઓ…..

જીવનની સાચી મુળી

દુર્જનોનું સર્જન કરનાર કોણ??

સંઘર્ષોની આગમાં તપેલી સફળતા:

પોતાની જાતનું પોસ્ટમોર્ટમ

આને કહેવાય આત્મવિશ્વાસ

મેરા દર્દ ન જાણે કોઈ

આપણી ભૂમિકા શ્રેષ્ઠ રીતે ભજવીએ

congratulation lataben