શું ભૂલવું અને શું યાદ રાખવું

શું ભૂલવું અને શું યાદ રાખવું

28th November 2017 0 By admin

એક ડોકટર પોતાની હોસ્પિટલ પર એક અંગત મિત્ર સાથે વાતો કરી રહ્યા હતા. થોડા સમય પછી એક દર્દી ડોક્ટરની ચેમ્બરમાં આવ્યો. ડોકટરે મિત્ર  વાત સાથેની વાત અટકાવીને દર્દીને તપાસ્યો અને પોતાની પાસે હતી તે દવા દર્દીને આપીને કહ્યું, “ ભાઈ, આ દવા મુકીને તરતજ ગળે ઉતારી જજો. વધુ સમય મોઢામાં નહિ રહેવા દેતા.”

obama success story

દર્દી ગયો એટલે બંને મિત્રો ફરીથી વાતે વળગ્યા. હજુ તો વાત આગળ ચાલે ઈ પેલા બીજો દર્દી ચેમ્બરમાં દાખલ થયો.ડોકટરે એને તપાસી અને દવા આપી. “ભાઈ, આ દવા થોડી વાર ચગળજો પછી ગળે ઉતારી જજો”

ડોકટરનો મિત્ર વિચારમાં ચડ્યો બંને  દર્દીઓને દવા લેવા માટેની જુદી-જુદી સલાહ કેમ આપી?

એમણે પોતાના મિત્રને જ પૂછ્યું એટલે મિત્રે સ્પષ્ટતા કરતાં કહ્યું, “અરે દોસ્ત એમાં એવું છે કે પહેલા દર્દીને મે જે દવા આપી એ ખુબજ કડવી હતી એટલે જો મોઢામાં રહે તો આખું મોઢું કડવું થઈ જાય અને બિચારો બીમારીમાં વધુ દુખી થઇ જાય. અને બીજા દર્દીને જે દવા આપી એ મીઠી હતી એટલે જો દવા મોઢામાં રહે તો બધે મીઠાસ ફેલાય જય જેથી મીઠાસની મજામાં બીમારીનું દુખ થોડું હળવું થાય” આપણા જીવનમાં પણ દવા જેવી કળવી અને મીઠી અનેક ઘટનાઓ બનતી રહે છે. કડવી ઘટનાને ગળી જઈએ મતલબ કે ભૂલી જઈએ અને મીઠી ઘટનાને ચગળીએ મતલબ કે વાગોળીએ તો વિપરીત પરિસ્થિતિમાં પણ જીવન જીવવાની મજા આવશે.

દુઃખી માણસને રાત્રી બ્રહ્માના કલ્પ જેટલી લાંબી લાગે છે અને સુખી માણસને એક ક્ષણ જેવી ટૂંકી લાગે છે.

 

આને કહેવાય આત્મવિશ્વાસ

માં તુજે સલામ:

બોધ કથા-વખાણ કરવાના બદલે થોડી વાસ્તવિકતાઓ…..

જીવનની સાચી મુળી

દુર્જનોનું સર્જન કરનાર કોણ??

સંઘર્ષોની આગમાં તપેલી સફળતા:

પોતાની જાતનું પોસ્ટમોર્ટમ

આને કહેવાય આત્મવિશ્વાસ

મેરા દર્દ ન જાણે કોઈ

આપણી ભૂમિકા શ્રેષ્ઠ રીતે ભજવીએ

congratulation lataben