સંઘર્ષોની આગમાં તપેલી સફળતા:

સંઘર્ષોની આગમાં તપેલી સફળતા:

16th November 2017 3 By admin

ઉતરપ્રદેશના એક ગામમાં સાવ સામાન્ય પરિવારમાં રહેતો ગોવિંદ નામનો એક છોકરો એકવાર તેના અમીર મિત્ર સાથે રમવા માટે મિત્રના ઘરે ગયો. મિત્રના પિતાએ ગોવિંદ જેવા સામાન્ય છોકરાને પોતાના ઘરે જોયો એટલે એનો ગુસ્સો સાતમાં આસમાને પહોચ્યો. “તારી હિમત કેમ થઇ મારા ગરમા પગ મુકવાની? તું મારા ઘરમાં આવી જ કઈ રીતે શકે? આવ અતો કેટલાય પ્રશ્નોણી ઝડી વરસી. શાળામાં ભણતો ગોવિંદ તો ડઘાઈ જ ગયો.

ગોવિંદને એ સમજ નહોતી પાડતી કે અનો એવો તે શું વાંક હતો કે મિત્રના પિતા ખુબ બોલ્યા. આ વાત તેણે તેના એક શિક્ષકને કરી ત્યરે શિક્ષકે કહ્યું, “બેટા તારી સાથે આવું વર્તન એટલા માટે થયું કારણ કે તારા પિતાની આર્થિક અને સામાજિક સ્થિતિ પછાત છે.” ગોવિંદના પિતા રીક્ષા ચલાવીને ઘરમાં પાંચ વ્યક્તિનું ભરણ-પોષણ કરતાં હતા. ગોવિંદે એના શિક્ષકને પૂછ્યું, “આ બધા મારો તિરસ્કાર કરવાને બદલે મારો આદર કરે એના માટેનો કોઈ ઉપાય ખરો?” ત્યારે પેલા શિક્ષકે કહ્યું, “તું તારી જાતને કોઈ પ્રતીષ્ઠાવારી પોસ્ટ પર પ્રસ્થાપિત કર તો એ તારો આદર કરે.” “સર એવી પ્રતિષ્ઠા વારી પોસ્ટ કઈ? “ત્યારે શિક્ષકે મજાક કરતાં કહ્યું કે આઈ.એ.એસ બની જા જે દેશની ઊંચામાં ઉંચી પોસ્ટ છે.

ગોવિંદે તે દિવસે નક્કી કર્યું કે આઈ.એ.એસ બનવું છે. એને ખબર પણ નહોતી કે આઈ.એ.એસ શું છે? એને ખુબ મહેનત કરી. દિવસ રાત જોયા વગર મહેનત કરી લોકો એને ગાંડો પણ કહેતા બધા જ એવું કહેતા કે આઈ.એ.એસ ન થઈ શકાય. ગોવિંદે અત્યંત કપરા દિવસો જોયા પણ ધ્યેયથી ચલિત ન થયો. અરે કેટલોક સમય એવો પણ ગયો કે બે વખતની ચા પીવાના પણ પૈસા ન હોય.વર્ષમાં માત્ર એકજ જોડી કપડા મળે. તો પણ હાર્યા વગર મંજિલ તરફની ગતિ ચાલુજ રાખી.

ગોવિંદે યુપીએસસીની પરીક્ષા આપી અરે ઈન્ટરવ્યું સુધી પહોચ્યો પણ ઈન્રવ્યુંમાં પહેરવાના કપડા પણ નહતા .પરણીને સાસરે ગયેલી બહેને મદદ કરી અને એમાંથી ઈન્ટરવ્યુંમાં પહેરવા માટેના એક જોડી કપડા અને બુટ લીધા.

અત્યંત ગરીબ પરિવારનો આ છોકરો ગોવિંદ જયસ્વાલ આજે નાગાલેન્ડના કોહિમા જિલ્લામાં આઈ.એ.એસ ઓફિસર છે.

જીવનમાં ધ્યેય નકી હશે અને એને પ્રાપ્ત કરવાની ઝંખના રગેરગમાં વહેતી હશે તો ગોવિંદે જે કરી બતાવ્યું તે આપણે પણ કરી બતાવશું.

નસીબમાં નથી એવું વિચારીને માણસે પુરુષાર્થ ના છોડવો જોઈએ. પુરુષાર્થ વિના તલમાંથી તેલ કોણ પ્રાપ્ત કરી શકે છે?