સબંધોમાં પેચ લાગેતો ઢીલ મુકવી:

સબંધોમાં પેચ લાગેતો ઢીલ મુકવી:

18th December 2017 0 By admin

મકરસંક્રાતિનો દિવસ હતો .પતંગ રસિયો એક બાળક વહેલી સવારમાં જ પતંગ અને દોરો લઈને અગાસી પર ચડી ગયો. સવારમાં પોતાના દાદાને પણ સાથે લીધા ફીરકી પકડવા માટે. દાદા અને પૌત્ર અગાસી પર પતંગ ચગાવવાની મજા લઈરહ્યા હતા.

જેમ જેમ સમય પસર થતો ગયો તેમ તેમ આકાશમાં પતંગોની સંખ્યા વધવા લાગી. પેલા પતંગ રસિયા બાળકની પતંગતો ક્યાય દુર દુર ઉડી રહી હતી. સાવ અચાનક કોઈ બીજી પતંગ સાથે તેનો પેચ લાગી ગયો.બાળક જલ્દી જલ્દી પોતાની પતંગ ખેચવા લાગ્યો. આ જોયું એટલે અનુભવી દાદાએ કહ્યું પેચ લાગે એટલે ખેચવાને બદલે ઢીલ મુકવી હોય . જો તું ખેચવાનું ચાલુ રાખીશ તો તારીજ પતંગ પેલા કપાય જશે.

બાળકને દળની વાત ન સમજાય એટલે તેને દોરીને ખેંચવાનું જ ચાલુ રાખ્યું. થોડી વારમાં એની પતંગ કપાય ગઈ. દોરી કોઈ લુંટી ન જાય એટલે એ બચેલી દોરીને ફટાફટ ખેંચવા લાગ્યો. થોડા સમયમાં તો તેના પગ પાસે દોરીઓ ઢગલો થઇ ગયો.દાદાએ ફરીથી કહ્યું બેટા,”શાંતિ થી ઉભો રહજે બહુ કુદાકુદ ન કરતો નહિતર દોરીમાં ગુંચ પડી જશે” પણ મને તો એ બાળક શાનો? એને કુદકા લગાવ્યા એ દોરીમાં ગુંચ પડી  ગઈ પછી તો જેમ વધુ કુદકા માટે એમ વધુ ગુંચ થતી ગઈ.છેવટે ગુંચ ન ઉકેલવાના કારણે બધી દોરી ફેકી દેઈ પડી.

આપનું પણ આ નાના બાળક જેવું છે. જયારે સબંધોના પેચ લાગે ત્યારે ઢીલા મૂકવાને બદલે ખેંચીએ છીએ અને સબંધો તૂટી જાય છે. જીવનમાં જયારે સમસ્યાઓ કે પ્રશ્નોથી ઘેરાય જઈએ છીએ ત્યારે કુદાકુદ કરીને પ્રશ્નો ઉકેલવાના બદલે વધારી દઈએ છીએ.

સારી વાતો કરીને કે સલાહ આપીને કોઈના સ્વભાવનેબદલાવી શકાતો નથી. જો પાણીએ ગરમ કરવામાં આવે તો અમુક સમય પછી એ ફરીથી ઠંડુ થઇ જશે.

શૈલેષભાઈ સગપરિયાની કેટલીક અમુલ્ય વાતો

શૈલેભાઈ સગપરીયા એ ખુબ સરસ રીતે સમજાવ્યું છે આશ્ચર્ય થી આંધળી બનેલી આંખો જોવા છતાં કઈ જોતી નથી. આવી આંખોને નિર્મલ બનાવવા માટે ગરીબાઈ પરમ ઔસધિ છે.

મિત્રો અમારી આ પોસ્ટ તમને પસંદ આવે તો વધુમાં વધુ share કરજો.અને તમારા વિચારો કમેન્ટમાં લખજો

ગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ મેળવવા અમારું આ પેઝ જરૂર લાઇક કરજો