સમસ્યાઓને ટાંગવાની ખીંટી

સમસ્યાઓને ટાંગવાની ખીંટી

9th December 2017 0 By admin

એક ખેડૂતે પોતાના ફાર્મ હાઉસ પર પાઈપનું રીપેરીંગ કરવા માટે એક પ્લમ્બર બોલાવ્યો. પ્લમ્બરે આવીને જોયું તો ઘણા વર્ષો થી આ ફરમ હાઉસ બંધ હોય એવું લાગ્યું. પલ્મબરે પાઈપને ખોલવાના ખુબ પ્રયાસ કર્યા પણ પાઈપ તો ના ખુલ્યા પરંતુ તેના પાના પકડ ભાંગી ગયા. પાઈપ કટી ગયો હતો એટલે થોડુક વધુ બળ લગાડ્યું તો પાઈપ જ તૂટી ગયો.

પ્લમ્બરે પોતાનું કામ ચાલુ જ રાખ્યું થોડી વાર પછી તેના હાથ પર હથોડી લાગી એ ગુસ્સામાં કઈક બળબળ કરતો રહ્યો અને મંદ મન પોતાનું કામ પૂરું કર્યું. હવે એ ખુબ થાકી ગયો હતો અને સાંજ પણ પડી ગઈ હતી. આથી એ ઝડપથી પોતાનો સરસામાન લઈને પોતાના વાહનપાસે આવ્યો. એને જોયું તો તેના સ્કુટરમાં પંચર હતું એટલે તેને ફાર્મ હાઉસના માલિક ને પોતાની ઘરે મૂકી જવા માટે વિનંતી કરી. એટલે માલીક પોતાની કર લઈને તેને ઘરે મુકવા ગયો.

રસ્તામાં કર માલિકે જોયું તો પ્લમ્બર ખુબ ગુસ્સામાં હતો, આજનો આખો દિવસ પોતાના માટે ખરાબ રહ્યો હતો. એ ગુસ્સામાં કઈ બોલતો પણ ન હતો. પણ  એના ચહેરા પરની રેખાઓ બતાવતી હતી કે પોતે ખુબ ગુસ્સામાં છે. પ્લમ્બર નું ઘર આવ્યું એટલે પેલા ખેડૂતને પોતાના ઘરમાં આવવા નિમંત્રણ આપ્યું. ખેડૂતે નિમંત્રણનો સ્વીકાર કર્યો અને એની સાથેજ દરવાજામાં પ્રવેશ કર્યો.

ઘરના મુખ્ય દરવાજામાં પ્રવેશ કરે એ પહેલા પોતાના ફળિયામાં આવેલ એક ઝાડ પાસે ગયો. એને ઝાડને પ્રેમથી સ્પર્શ કર્યો અને એના ચહેરા પરના ભાવ બદલવા લાગ્યા. એનો ગુસ્સો જાણે અદ્રશ્ય થઇ ગયો ચહેરા પર સ્મિત આવી ગયું. પછી એને ડોરબેલ વગડ્યો અને દરવાજો ખુલતાજ સ્મિત સાથે પોતાના બાળકોને ભેટી પડ્યો.આબધુ જોઇને તો ખેડૂત વિચારમાં પડી ગયો.જયારે ચા-પાણી પીધા પછી પ્લમ્બર ખેડૂતને પોતાની કર સુધી મુકવા ગયો ત્યારે ખેડૂત થી રહેવાનું નહિ એને પ્લમ્બરને પૂછ્યું  આ ઝાડમાં એવી તે કઈ જદુય શક્તિ હતી કે તેને સ્પર્શ કરતા જ તારા ચહેરા પારો ગુસ્સો સ્મિતમાં પલટાય ગયો.?

પ્લમ્બરે કહ્યું હું કામ પરથી જયારે ઘરે આવું હ્હું ત્યારે અનેક સમસ્યાઓ અને પ્રશ્નોના પોટલા સાથે લાવું છું. પરંતુ આની અસર મારા પરિવાર પર ના પડે એની પૂરે પૂરી તકેદારી રાખું છું. એટલે જયારે ઘરે આવું ત્યારે બધી સમસ્યાઓને આ ઝાડ પર ટાંગી દવ છું અને સવાર સુધી એ પ્રશ્નો પ્રભુને હવાલે મૂકી દવ છું આનંદની વાત તો એ છે કે સવારે ઝાડ પર ટાંગેલા મારા પ્રશ્નોનું પોટલું લેવા માટે જાવ ત્યારે મોટા ભાગના પ્રશ્નો ગાયબ જ થઈ ગયા હોય છે. 

એવું નથી લાગતું કે આપણે પણ આ પ્લમ્બરની જેમ આપણા પ્રશ્નોને ઘરના દરવાજાની બહાર જ ટાંગવા માટે એક નાનો છોડ કે ખીંટીની જરૂર છે!