સુખનું સાચું સરનામું

સુખનું સાચું સરનામું

2nd January 2018 0 By admin

મોટા શહેરમાં રહેતા એક અત્યંત ધનવાન માણસને વિચાર આવ્યો કે મારે મારા દીકરાને ગરીબીનો પરિચય કરાવવો જોઈએ.એ શહેરમાં રહીને જ મોટો થયો છે ખુબ સમૃદ્ધિમાં જ ઉછેર્યો છે તેને ગરીબી શું કહેવાય એની કઈ સમજણ નથી. એક પિતા તરીકે અમીર પરિવારના આ ફરજંદ ને ગરીબીનો પરિચય કરાવવો એ મારી ફરજ છે.

એક વખત આ પિતા પોતાના પુત્રને સાથે લઈને બે-ચાર દિવસ સુધી એક નાનકડા ગામડાની મુલાકાતે ગયા.સુવિધાઓના અભાવની વચ્ચે જીવન પસાર કરતા ગામડાના લોકોનું જીવન દર્શન કરાવ્યું.

ઘરે પરત ફર્યા પછી આ પિતાએ પોતાના પુત્રને પૂછ્યું “આપણા અને એમના જીવન વચ્ચે તને શું તફાવત લાગ્યો.?દીકરાએ કહ્યું,”હા પિતા ખુબ મોટો તફાવત છે” જવાબ સાંભળીને પિતા ખુશ થઇ ગયા કે ચાલો મારો પ્રયોગ સફળ રહ્યો. એણે દીકરાને પૂછ્યું, “બેટા, કહે જો તને શું તફાવત જોવા મળ્યો?”

દીકરાએ થોડા ગંભીર થઈને કહ્યું,

આપણા ઘરમાં એક કુતરું છે. એમણે ત્યાં ચાર-પાંચ કુતરાઓ છે.

આપણે ત્યાં સ્વીમીંગપુલ છે એમને ત્યાં વિશાળ નદી છે.

આપણે રાત્રે અંજવાળા માટે ફાનસનો ઉપયોગ કરીએ છીએ તેઓ પાસે ચંદ્ર અને તારાઓથી ભરેલું આખું આકાશ છે.

આપણે બજારમાંથી વાસી અનાજ-શાકભાજી લાવીને ખાઈએ છીએ. એ લોકો પોતાના માટે ઉગાડેલા તાજા શાકભાજી અને અનાજ ખાતા હતા.

આપણું રક્ષણ કરવા માટે આ ચાર દીવાલ છે અને એનું રક્ષણ કરવા માટે મિત્રો અને સબંધીઓ છે.

આપણાઘરમાં માહિતી આપતો એન્સાઈક્લોપીડિયા છે અને એના ઘરમાં પ્રશ્નોના ઉકેલ કરતી શ્રીમદ્ભગવતગીતા છે.

પપ્પા, આપનો ખુબ ખુબ આભાર કે “જીવનમાં પહેલી વખત મને સમજણ પડી કે આ લોકોની સરખામણીમાં હું કેટલો બધો ગરીબ છું”

આનંદ પર માત્ર અમીરોનો જ ઈજારો નથી. સંપતિથી સુવિધાઓ ચોક્કસ વધી શકે પરંતુ સુવિધાઓ હોય તો જ સુખ હોય એવું બિલકુલ નથી. માનવસર્જિત સંપતિ કરતા કુદરતી સંપતિ સુખની વધુ નજીક પહોચાડે છે.

જયારે હું બહુ ઓછું જાણતો હતો ત્યારે હાથીની જેમ મદમસ્ત થઇ ગયો હતો, હું સર્વજ્ઞ છું એવો મારા મનને ગર્વ થઇ ગયો હતો. પણ જયારે સમજુ લોકો પાસેથી થોડું થોડું જાણવા લાગ્યો ત્યારે હું મુર્ખ છું એવું ધ્યાનમાં આવતા જ તાવની જેમ મારો અહંકાર ચાલ્યો ગયો.
દરરોજ શૈલેશભાઈ સગપરીયાની આજની વાર્તા મેળવવા અમારું પેઝ like કરો