હું સામાન્ય સૈનિક છું

28th January 2018 0 By admin

૧૯૨૯માં લાહોર ખાતે મળનારું કોંગ્રેસનું અધિવેશન ખુબ મહત્વનું હતું કારણકે આ અધિવેશનમાં કેટલાક અત્યંત મહત્વ પૂર્ણ નિર્ણયો લેવાતા હતા. અગ્રેજ સરકાર પાસેથી પૂર્ણ સ્વરાજ મેળવવાનો ઐતિહાસિક ઠરાવ અને એવા બીજા અગત્યતા ને ધ્યાને લેતા બધાની ઈચ્છા હતી કે ગાંધીજી કોગ્રેસનું પ્રમુખપદ સ્વીકારે પરંતુ ગાંધીજીએ તો આ મત સ્પષ્ટ પણે ના પડી દીધી.

૧૯૨૮ ના બારડોલી સત્યાગ્રહથી સરદાર હવે રાષ્ટ્રીય ફલક પર છવાઈ ગયા હતા કોંગ્રસ ને ગાંધીજીના નેતૃત્વનો લાભ ન મળવાનો હોય તો પછી સરદારના નેતૃત્વનો લાભ મળવો જોઈએ એવું મોટાભાગના નેતાઓ મનાતા હતા. તે વખતે ૧૧ પ્રાંતિક સભોમાંથી 8 પ્રાંતિક સભાઓએ કોંગ્રસ પ્રમુખ બને એ સ્વાભાવિક હતું.

મોતીલાલ નહેરૂને એવી ઈચ્છા હતી કે એમના દીકરા જવાહરલાલને આ જવાબદારી સોપવામાં આવે મોતીલાલ બીમાર રહેતા હતા અને જતા પહેલા જવાહરલાલને કોંગ્રસ પ્રમુખ તરીકે જોવા ઈચ્છતા હતા ગાંધીજી મોતીલાલની આ મહેચ્છા જાણતા હતા.મોટીલાલે દેશને જયારે જરૂર હતી ત્યારે એણે કરેલી મદદના બદલામાં એમની ઈચ્છા પૂ રી થાય એવું ગાંધીજી પણ ઈચ્છાતા હતા

સરદારના નામની દરખાસ્ત થઇ એટલે સરદારે ગાંધીજીની સામે જોયું ગાંધીજીના હાવભાવ પરથી સમજાય ગયું કે બાપુની ઈચ્છા મોતીલાલની ઈચ્છા પૂરી કરવી છે

સરદારે ઉભા થઈને વિનમ્રતાપૂર્વક કહ્યું, “બાપુ સેનાપતિ છે અને હું એનો સામાન્ય સૈનિક છું. જે પદ સ્વીકારવાની સેનાપતિ પોતે જ ના પડે એ પદ એઓ સૈનિક કેવી રીતે સ્વીકારી શકે?” સરદારના મો સુધી આવેલો સતાનો કોળીયો એને સહજતાથી નીચે મૂકી દીધો અને આ અતીમ્હ્ત્વના અધિવેશનમાં જવાહરલાલ નહેરૂ કોંગ્રેસના પ્રમુખ બન્યા

જેને ખરા અર્થમાં સેવા જ કરવી છે એ સતા વગર પણ સેવા કરી શકે છે .તમારી પાસે કોઈ પદ હોય તો જ તમે સેવા કરી શકો એવું નથી પદ પર રહેલી વ્યક્તિઓ કરતા પણ પદ વગરની વ્યક્તિઓએ અધિક સેવા કાર્યના ઢગલાબંધ ઉદાહરણો આપણી પાસે છે

જે માણસ સિપાઈગીરી નથી જાણતો એ સેના પતિ નથી થઇ શકતો

સરદારના સંભારણાનો આવો અંક મેળવવા અમારું facebook  page લાઇક કરો