13th May 2021
Breaking News

છ થી ચૌદ વર્ષની ઉંમરના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ અંગે બાળકનો હક-

છ થી ચૌદ વર્ષની ઉંમરના દરેક બાળકને તેની નજીકની શાળા માં પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક રહેશે.પેટા કલમ (૧)ના હેતુ સારુ કોઇ બાળકને તેનું પ્રાથમિક શિક્ષણ લેવા અને પૂરું કરવામાંથી અટકાવે તેવી કોઇ પણ પ્રકારની ફી અથવા ચાર્જ અથવા ખર્ચ ચૂકવવા તે જવાબદાર રહેશે નહિ. પરંતુ અશક્તતા ધરાવતી વ્યક્તિઓ સમાન તક રક્ષણ અને સંપૂર્ણ સહયોગ અધિનિયમ ૧૯૯૬(૧૯૯૬નો પહેલો)ની કલમ (૨)ના ખંડ (૧)માં વ્યા ખ્યા કર્યા મુજબ અશક્તતાથી પીડાતા બાળકને ઉક્ત અધિનિયમ ના પ્રકરણ –૫ની જોગવાઇઓ અનુસાર મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો હક રહેશે.

પ્રવેશ ન અપાયેલ અથવા જેમણે પ્રાથમિક શિક્ષણ પૂરું ન કર્યું હોય તેવાં બાળકો માટે ખાસ જોગવાઇઓછ વર્ષથી વધુ ઉંમર ના કોઇ બાળકને કોઇ શાળામાં પ્રવેશ ન અપાયો હોય અથવા પ્રવેશ અપાયા છતાંતે તેનું પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરી શક્યો  શકી હોય તેને તેની ઉંમરને અનુરૂપ વર્ગમાં પ્રવેશ આપવામાં આવશે.પરંતુ બાળકને તેની ઉંમર મુજબના વર્ગમાં પ્રત્‍યક્ષ પ્રવેશ અપાયો હોય ત્‍યાં તે બાળક બીજા સાથે સમાન રહી શકે તે માટે, નિયત કરવામાં આવે તેવી રીતે અને તેવી સમય-મર્યાદાની અંદર ખાસ તાલીમ મેળવવાનો હક રહેશેવધુમાં જોગવાઇ એવી છે કે, પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ અપાયેલ બાળક ચૌદ વર્ષ પછી પણ પ્રાથમિક શિક્ષણ પૂરું કરતાં સુધી મફત શિક્ષણ મેળવવાને પાત્ર રહેશે.

બીજી શાળામાં બદલી મેળવવાનો હકજ્યાં શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરવા માટે જોગવાઇ ન હોય ત્યાં , આવા બાળક ને તેનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરવા માટે કલમ – ૨ના ખંડ( થ) ના પેટા ખંડ (૩) અને(૪)માં નિર્દિષ્ટા કરેલી શાળા સિવાયની બીજી કોઇ પણ શાળામાં બદલી મેળવવવાનો હક રહેશે.
જ્યાં બાળકને કોઇ ગમે તે કારણસર રાજ્યની અંદર કે રાજ્યની બહાર એક શાળામાંથી બીજી શાળામાં ખસવાનું જરૂરી બને ત્યાં આવા બાળકને તેનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરવા માટે કલમ-૨ના ખંડ(થ)ના પેટા ખંડ(૩) અને (૪)માં નિર્દિષ્ટન કરેલી શાળા સિવાયની બીજી કોઇ શાળામાં પ્રવેશ મેળવવાનો હક રહેશે.આવી બીજી શાળામાં પ્રવેશ મેળવવા ઇચ્છકતું હોય, આવું બાળક જ્યાં તે છેલ્લેા પ્રવેશ મળ્યો હોય તેવી શાળાના મુખ્યર શિક્ષક અથવા શાળા ના પ્રભારી ઇન્ચા બર્જ તરત બદલી પ્રમાણપત્ર કાઢી આપશે.પરંતુ બદલી પ્રમાણ પત્રરજૂ કરવામાં વિલંબને આવી બીજી શાળામાં પ્રવેશઆપવા માં વિલંબ કરવા કે નકારવા માટેનું કારણ નહિ રહે.

વધુમાં જોગવાઇ એવી છે કે, બદલી પ્રમાણપત્ર કાઢી આપવા માં વિલંબ કરનાર મુખ્‍ય શિક્ષક અથવા શાળાના પ્રભારી સામે તેમને લાગુ પડતા સેવા નિયમો અનુસાર શિસ્‍ત વિષયક પગલાં લઇ શકાશે.મફત અને ફરિજયાત શિક્ષણમાટે શાળાનીજવાબ દારીનું પ્રમાણ-આ અધિનિયમના હેતુસર શાળા તેમાં દાખલ કરેલા બધા વિદ્યાર્થીઓને કલમ – ૨ના ખંડ(થ)ના પેટા ખંડ (૧)માં નિર્દિષ્ટય કરેલ મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડશે.તેમાં દાખલ કરેલાં બાળકોના અમુક પ્રમાણને ઓછામાં ઓછા ૨૫ ટકાને આધિન રહીને તેના વાર્ષિક આવર્તક ખર્ચ માટે મળેલી તેની વાર્ષિક આવર્તક સહાય અથવા ગ્રાન્ટખ તરીકે કલમ-૨ના ખંડ(થ)ના પેટા ખંડ(૨)માં નિર્દિષ્ટઅ કરેલ મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ પૂરું પાડશેનબળા વર્ગના અને વંચિત બાળકોને નજીકની શાળામાં તે વર્ગનાં બાળકોની કુલ સંખ્યાાના ઓછામાં ઓછા પચીસ ટકા બાળકોને કલમ – ૨ના ખંડ(થ)ના પેટા ખંડ(૩) અને (૪)માં નિર્દિષ્ટા કરેલ ધોરણ ૧માં દાખલ કરશે અને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં સુધી તે શિક્ષણ પૂરું પાડશે. પરંતુ વધુમાં કલમ – ૨ના ખંડ(થ)માં નિર્દિષ્ટં કરેલી શાળા પૂર્વ-શાળા શિક્ષણ પૂરું પાડતી હોય ત્યાંઓ આવી પૂર્વ – શાળા શિક્ષણમાં પ્રવેશ માટે ખંડ(ક)થી (ગ)ની જોગવાઇઓ લાગુ પડશે.2. પેટા કલમ(૧)ના ખંડ(ગ)માં નિર્દિષ્ટા કર્યામુજબ મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ પૂરું પાડતી કલમ-૨ના ખંડ(થ)ના પેટા ખંડ(૪)માં નિર્દિષ્‍ટ કરેલી શાળા, રાજ્યે કરેલ બાળક દીઠ ખર્ચના પ્રમાણમાં અથવા બાળક પાસેથી ચાર્જ કરેલ ખરેખર રકમ એ બેમાંથી ઓછી હોય તેટલી રકમ નિયત કરવામાં આવે તે રીતે ભરપાઇ કરશે. પરંતુ આવી ભરપાઇ કરવાની, રકમ કલમ-૨ના ખંડ(થ)ના પેટા ખંડ (૧)ના નિર્દિષ્ટ કરેલા બાળક દીઠ ખર્ચ કરતાં વધશે નહિ.

પરંતુ વધુમાં, કોઇ જમીન, મકાન, સાધનસામગ્રી અથવા બીજી સગવડો વિના મૂલ્‍યે અથવા રાહતના દરે મેળવી હોવાના કારણે બાળકોની નિર્દિષ્‍ટ સંખ્‍યાને મફત શિક્ષણ પૂરું પાડવાની જવાબદારી આવી શાળા ધરાવતી હોય ત્‍યાં આવી શાળા આવી જવાબદારીના પ્રમાણમાં રકમ ભરપાઇ મેળવવા હકદાર રહેશે નહિ.દરેક શાળા યોગ્‍ય સરકાર અથવા સ્‍થાનિક સત્તાતંત્રને જરૂરી હોય તેવી માહિતી પૂરી પાડશે.પ્રવેશ માટે માથાદીઠ ફી અને તપાસ કાર્યપદ્ધતિ નહિ -કોઇ શાળા અથવા વ્યેક્તિ બાળકને દાખલ કરતી વખતે કોઇ માથાદીઠ ફી વસૂલ કરશે નહિ અથવા તેનાંમાતા-પિતાવાલીને તપાસ કાર્યપદ્ધતિ માંથી પસાર થવાને આધીન કરશે નહિ.કોઇ શાળા અથવા વ્યેક્તિ પેટા-કલમ(૧)ની જોગવાઇનું ઉલ્લં ઘન કરીને –
માથાદીઠ ફી મેળવે તો તેને દંડની સજા થઇ શકે, જે વસૂલ કરેલી માથાદીઠ ફીના ૧૦ ગુણોત્તર સુધી થઇ શકશે.બાળક ને તપાસ કાર્યપદ્ધતિને આધીન કરે તેને પ્રથમ ઉલ્લંસઘન બદલ રૂપિયા પચીસ હજાર અને દરેક પછીના ઉલ્લં ઘનબદલ રૂપિયા પચાસહજાર સુધીનોદંડથઇ શકશે.પ્રવેશ માટે ઉંમરનીસાબિતી

કલમ -૨ના ખંડ(થ)ના પેટા ખંડ(૪)માં નિર્દિષ્‍ટ કરેલી શાળા સિવાયની શાળા, સ્‍થાનિક સત્તાતંત્રનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આવી શાળામાં દાખલ કરેલાં બાળકોનાં માતા-પિતા અથવા વાલી અને શિક્ષકોની બનેલી શાળા વ્‍યવસ્‍થા સમિતિ ની રચના કરશે.પરંતુ આવી સમિતિના ઓછામાં ઓછા ૩/૪ સભ્‍યો બાળકોનાં માતા-પિતા અથવા વાલી રહશે.પરંતુ વધુમાં, વંચિત જૂથ અને નબળા વિભાગનાં બાળકોનાં માતા-પિતા અથવા વાલીઓને પ્રમાણસર પ્રતિનિધિત્‍વ આપવામાં આવશે. પરંતુ વધુમાં, આવી સમિતિના પચાસ ટકા સ્‍ભ્‍યોશ્રીઓ રહેશે શાળા વ્‍યવસ્‍થા સમિતિ નીચેનાં કાર્યો કરશેશાળાની કામગીરી પર દેખરેખ-નિયંત્રણ રાખશે.શાળા વિકાસ યોજના તૈયાર કરી તેની ભલામણ કરશે.યોગ્ય્ સરકાર અથવા સ્થાદનિક સત્તાતંત્ર અથવા બીજા કોઇ સ્ત્રો તમાંથી મળેલી ગ્રાન્ટકના ઉપયોગ પર દેખરેખ નિયંત્રણ રાખશે.નિયત કરવામાં આવે તેવાં બીજાં કાર્યો કરશે.શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણ-કલમ-૨૩ની પેટા કલમ(૧) હેઠળ નિમાયેલ શિક્ષક નીચેની ફરજો બજાવશે.શાળામાં હાજર રહેવામાં નિયમિત રહેશે અને સમયનું પાલન કરશે.કલમ-૨૯ની પેટા કલમ(૨)ની જોગવાઇઓ અનુસાર અભ્‍યાસક્રમ ચલાવશે અને પૂરો કરશે.
નિર્દિષ્‍ટ સમયની અંદર સંપૂર્ણ અભ્‍યાસક્રમ પૂરો કરશે.દરેક બાળકની ભણવાની શક્તિનો ક્યાસ કાઢી તદ્દનુસાર વધારાની શિક્ષણની જરૂરિયાત હોય તો તેમાં પૂરક બનશે.બાળકોનાં માતા-પિતા અને વાલીઓ સાથે નિયમિત બેઠકો યોજી બાળક ની હાજરીની નિયમિતતા, ભણવાની શક્તિ ભણવામાં સાધેલી પ્રગતિ અને બાળક અંગે બીજી કોઇ પ્રસ્‍તુત માહિતી જણાવ શે  અનેનિયત કરવામાં આવે તેવી બીજી કોઇ ફરજો બજાવ શે.પેટા કલમ(૧)માં નિર્દિષ્‍ટ કરેલી ફરજ શિક્ષક ન બજાવે તો તેને લાગુ પડતા સેવા નિયમો અનુસાર તેની સામે શિસ્‍ત વિષય ક પગલાં લઇ શકાશે; પરંતુ આવાં શિસ્‍ત વિષયક પગલાં લેતાં પ્‍હેલાં આવા શિક્ષકને સાંભળવાની યોગ્‍ય તક આપવામાં આવશે;શિક્ષકની કોઇ ફરિયાદ હોય, તો તેનું નિયત કરવામાં આવે તે રીતે નિવારણ કરવામાં આવશે.શિક્ષકોના ખાનગી ટ્યુશન ઉપર પ્રતિબંધ-કોઇ પણ શિક્ષક ખાનગી ટ્યુશન અથવા ખાનગી શિક્ષણની પ્રવૃત્તિમાં કામ કરશે નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *