તમારો આધાર નંબર દાખલ કરીને કોઈપણ વ્યક્તિ બેંકખાતાની જાણકારી મેળવી શકે છે.

તમારો આધાર નંબર દાખલ કરીને કોઈપણ વ્યક્તિ બેંકખાતાની જાણકારી મેળવી શકે છે.

10th February 2018 1 By admin

આધાર કાર્ડ આપતી ઓથોરીટી યુડીએઆઈ દ્વારા લોકોને ઓનલાઈન તેના બેંક ખાતા સાથે આધાર જોડયા છે કે નહીં તે બેંકની વેબસાઈટ પર જોવાની છૂટ આપે છે જેના દ્વારા કયા બેંક ખાતા સાથે જોડાયા છે તેની માહિતી માટે યુઝર્સના રજીસ્ટર્ડ મોબાઈલ પર ઓટીપી પર કિલક કરવાથી જાણકારી મળી શકે છે જયારે બીજી બાજુ એ અન્ય એક પદ્ધતિ દ્વારા કોઈપણ વ્યક્તિ તમારા આધાર નંબર દાખલ કરીને તેની જાણકારી પ્રાપ્ત કરી શકે છે.

ગત ડીસેમ્બરમાં જ યુડીએઆઈ દ્વારા ટવીટ કરવામાં આવ્યું હતું કે આધાર નંબર દ્વારા કોઈપણ વ્યક્તિ તેના બેંક ખાતા સાથે જોડાયા છે કે નહીં તેની માહિતી એસએમએસ દ્વારા મેળવી શકે છે.

આ રીતે એસએમએસ દ્વારા કઈ રીતે મેળવી શકાય છે તે જોઈએ તો સૌપ્રથમ તમારા ફોનમાં 9999*1 ડાયલ કરો. આ મેસેજ માટે 50 પૈસા ચાર્જ વસુલવામાં આવશે, ત્યારબાદ તમને ડાયલોગ બોકસમાં 12 ડીઝીટનો આધાર નંબર પુછવામાં આવશે, જયારે તમે આધાર નંબર એન્ટર કરશો ત્યારે તમને તે ક્ધફર્મેશન માંગે છે, ત્યારબાદ તમને બેન્ક ખાતાની આધાર સાથે જોડવાની માહિતી પ્રાપ્ત થાય છે.

આ રીતે મોબાઈલ દ્વારા એસએમએસની યુડીએઆઈ દ્વારા અપાતી સુવિધામાં ઓટીપી દાખલ કરવાની જરૂર રહેતી નથી. વધુમાં અન્ય કોઈ દ્વારા આ માહિતી ચેક થાય છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવતી નથી. દા.ત. જો તમે તમારા મિત્ર કે સહકર્મીનો આધાર નંબર દાખલ કરો છો ત્યારે આ સુવિધામાં અલ્લાહાબાદ બેંકનું ખાતુ હશે તો તમામ માહિતી તથા નામ આવે છે. જે દરેક બેંક માટે નથી દર્શાવતું.

દા.ત. યસ બેન્કના ખાતા સાથે આધાર જોડાયાની માહિતી માંગીએ તો સુવિધા કામ કરતી નથી. જયારે તમારુ આધાર એક કરતા વધારે ખાતા સાથે જોડાયેલું હોય ત્યારે માત્ર એક બેન્ક સાથે જ જોડાયેલું દર્શાવે છે. જેથી આ સુવિધાની બાબતમાં ક્ષતિ જોવા મળે છે

તમારો આધાર નંબરથી #કોઈપણ વ્યક્તિ બેંકખાતાની #જાણકારી મેળવી શકે છે. તો રાખવી જોઈએ સાવચેતી વધુ #માહિતી માટે અચૂક વાંચજો