ડૉ.અનીલભાઈ ધામેલીયાની સકસેસ સ્ટોરી

ડૉ.અનીલભાઈ ધામેલીયાની સકસેસ સ્ટોરી

28th December 2017 0 By admin

ખેડૂત પુત્ર અનિલ ધામેલીયા ભાવનગરના  ગાડીયાધાર તાલુકાના રહેવાસી તુલશીભાઈના પુત્ર છે . અનિલભાઈ ધામેલીયાએ ઓલ ઇન્ડિયામાં ૨૩ રેન્ક સાથે અઘરામાં અઘરી માનતી પરીક્ષા UPSC પાસ કરેલ છે.અનિલભાઈ એ અભ્યાસ તાપી જીલ્લાના વ્યારામાંથી મેળવેલ છે.

કોલેજકાળ દરમિયાન તેમનું સપનું હતું કે મારે IAS બનીએ સમાજ તેમજ દેશની સેવા કરવી છે’

આ પરીક્ષા એક એવી છે કે લાંબા સમય સુધી ખુબ મહેનત કરવા છતાં પણ ઘણા લોકો નાસીપાસ થતા હોય છે પરંતુ આપણા અનિલભાઈ તો પીછેહઠ થયા વગર તનતોડ મહેનત કરી આ પરીક્ષા પાછળ.

29 વર્ષીય અનિલ ધેમેલિયા, બીએચએમએફ (બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરી)જે 2010 થી તેના ચોથા પ્રયાસમાં ટોચના 100 ક્રમે રહ્યા છે તેણે કહ્યું, “મેં જોયું કે દર વર્ષે પરીક્ષા પેટર્ન બદલાઈ રહ્યું છે, તેથી મને સિવિલ સર્વિસ પરીક્ષાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે મારી હોમિયોપેથી પ્રેક્ટિસ છોડી દીધી. 2013 માં જ્યારે મને ઇચ્છતા ક્રમ મળ્યું ન હતું, ત્યારે મારા અગાઉના પ્રયાસોથી મને એમ લાગે કે હું આઈએએસ અધિકારી બનીશ. તેઓએ બે વાર નિષ્ફળતા મળી છતાં તેને પ્રયાસ શરુ રાખ્યો  

તેઓ ૨૦૧૪ માં ફરી પરીક્ષા આપી પરંતુ નિષ્ફળ રહ્યા,છેવટે અનિલભાઈએ ૨૦૧૫માં તેમનું પરિણામ બતાવી દીધું તે આખા ગુજરાત માંથી પ્રથમ નંબરે પાસ થયા હતા. જે આપણા સૌ માટે એક ગૌરવની વાત છે

દેશની શાન સમી યુપીએસસીની પરિક્ષામાં ખેડૂત પુત્ર અનિલ ધામેલીયાએ દેશભરમાં ર૩માં ક્રમે ઉતીર્ણ થઇ પરિવાર તેમજ ગામનું ગૌરવ વધાર્યું છે.

આપણા ગુજરાતમાંથી બોવ ઓછી સંખ્યામાં મિત્રો આ પરીક્ષા આપવાની હિમંત કરે છે પરંતુ મિત્રો આ પરીક્ષાનું આપણને પહેલેથી જ્ઞાન નથી હોતું એટલે અધરી લાગે છે.

જયારે અનિલભાઈ ધામેલીયા એ UPSC પરીક્ષા પાસ કરી ત્યારે એક સાથે ત્રણ ગુજરાતીઓ અનિલભાઈ ધામેલીયા, મિહિર પટેલ અને રાજેન્દ્ર પટેલ સફળતા મેળવી હતી ૨૦૧૫માં આ ગુજરાતીઓ ચર્ચાસ્પદ બની ગયા હતા.

UPSC પરીક્ષામાં #અનીલ ધામેલીયા એ આખા ગુજરાતમાં પ્રથમ નંબરે આવીને #ગુજરાતીઓનું  નામ રોશન કર્યું હતું. તેમની સકસેસ સ્ટોરી અચૂક વાંચજો અને @share કરજો