શરૂઆતનું જીવન અને બાળપણ

શરૂઆતનું જીવન અને બાળપણ

23rd December 2017 0 By admin

એક રાષ્ટ્રપતિ,વૈજ્ઞાનિક,અને મિસાઇલમેન : ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

તેમનો જન્મ રામેશ્વરમના એક મઘ્યવર્ગના પરિવારમાં થયો હતો. પિતા જૈનુલબ્દિન બોટના માલિક અને ત્યાંની મસ્જિદના ઇમામ હતા.

બાળપણમાં અબ્દુલ કલામ સાહેબ ! Source : India.com

 

 

 

 

 

 

 

માતા આશિમા ગૃહિણી. પિતા માછીમારોને બોટ ભાડા પર આપતા અને આ રીતે ગુજરાન થતું. પરિવાર એક સંયુક્ત પરિવાર હતો. તેઓ કુલ પાંચ ભાઈ-બહેન હતા. કુલ 3 પરિવાર એક જ છત નીચે રહેતાં હતાં. અબ્દુલ કલામના જીવન પર તેમના પિતાનો ખૂબ જ પ્રભાવ રહ્યો. તેઓ ભલે ભણેલાં નહોતા, પણ તેમના દ્વારા થયેલું સંસ્કારનું સિંચન થી જ તેઓ આજે આપણા દેશનાં કદાચ સૌથી સન્માનિત વ્યક્તિ છે. સંસ્કાર પર કલામ સાહેબનું ઉદાહરણ આપતાં ગ્રાન્ડમાસ્ટર શીફૂજી એવું પણ કહે છે કે  …

“सब कुछ परवरिश का खेल है जनाब , वरना जिस ‘क’ से कलाम बनता है उसी ‘क’ से ‘कसाब’ भी बनता है ।“

અબ્દુલ કલામના શિક્ષક સબ્રમણિય ઐયર

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

તેમના શિક્ષણની શરૂઆત 5 વર્ષના હતા ત્યારથી ગામની પ્રાથમિક શાળામાંથી થઇ.કલામ સાહેબ તેમનું શિક્ષણ ચાલુ રહે તે માટે છાપું આપવા નીકળી જતા અને પરિવારને આર્થિક સહાય કરતાં. તેમના શિક્ષક જેનો તેઓ તેમના જીવનમાં વારંવાર રટણ કરતા રહ્યા તે ‘શ્રી શિવા સુબ્રમણિય ઐયર’. જેઓએ તેમના ઘડતરમાં સૌથી અગત્યનો ભાગ ભજવ્યો. તેમણે જ કલામ સાહેબને વિજ્ઞાન વિષયના પારંગત બનાવ્યા. અને કલામ સાહેબને જીવનમાં આગળ વધવા માટે પ્રેરિત કરતાં કહ્યું હતું કે… “કલામ, હું તને ખૂબ આગળ વધતો જોવા માંગુ છું. શહેરના લોકોની સમક્ષ ઉભો રહેલો જોવા માંગુ છું.” સુબ્રમણિય પછી તેમના શિક્ષક ઇયદુરાઈ સોલેમોન રહ્યા. તેમના શિક્ષક ઇયદુરાઈ સોલેમોને તેમને કહ્યું હતું કે “જીવન માં સફળ થવા માટે તીવ્ર ઈચ્છા, આસ્થ, અને અપેક્ષા આ ત્રણ શક્તિઓને સારી રીતે સમજી લેવું અને તેના પર પોતાનું પ્રભુત્વ રાખવું.”

તેઓ વિદ્યાર્થી તરીકે એક ઠીક વિદ્યાર્થી હતા. ભલે તેમના ગ્રેડ ઓછા હોતા પણ તેમના સપનાઓ ક્યારે નાના નહોતા.તેઓ કલાકો સુધી ગણિત વિષય પર વધારે મેહનત કરતા. તેઓ સેન્ટ જોસેફ સ્કુલમાંથી ભણીને નીકળ્યા પછી તેઓ 1954માં  ‘યુનિવર્સીટી ઓફ મદ્રાસ’ માંથી ભૌતિક વિજ્ઞાનમાં સ્નાતક થયા. 1960માં સ્નાતક થયા પછી તેઓ DRDO(ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન)માં જોડાયા. 1962માં તેઓ ISRO(ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન) માં જોડાયા. અહીં તેમને મહત્વનના પ્રોજેક્ટ્સમાં તેમની મહત્વની ભૂમિકા નિભાવી.

આગલા અંકમાં જોશું આપણે વૈજ્ઞાનિક તરીકેનું જીવન

ગમે તો નીચે તમારો પ્રતિભાવ આપી શેર કરજો

આપણા દરેકમાં એક પવિત્ર આગ હોય છે. આપણા પ્રયત્નો આ આગને પાંખ આપવાના હોવા જોઈએ,અને તેનાથી વિશ્વને પ્રકાશિત કરવું જોઈએ.
– શ્રી ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ