ટીવીના જાણીતા બાલવીર બાળ અભિનેતાનું રોડ દુર્ઘટનામાં મોત, માતા-પિતાની પણ હાલત થઇ ગંભીર

ટીવીના જાણીતા બાલવીર બાળ અભિનેતાનું રોડ દુર્ઘટનામાં મોત, માતા-પિતાની પણ હાલત થઇ ગંભીર

20th July 2019 0 By admin

ટીવીના ફેમસ ચાઈલ્ડ એક્ટર શિવલેખ સિંહના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે. ગુરૂવારે એક અકસ્માતમાં તેનું મોત થયું છે. શિવલેખ ‘બાલવીર’, ‘સંકટમોચન હનુમાન’ અને સસુરાલ સિમર કા’ જેવી ટીવી સીરિયલમાં તે પોતાના રોલ માટે જાણીતો છે.

શિવલેખ સિંહ ટીવીમાં ‘ઈન્ડિયાસ બેસ્ટ ડ્રામેબાઝ’, ‘સંકટમોચન હનુમાન’, ‘સસુરાલ સિમર કા’, ‘ખિલાડી’, ‘બાલવીર’, ‘શ્રીમાન જી’, ‘અકબર બીરબલ’માં નજરે આવી ચૂક્યો છે. જણાવી દઈએ કે શિવલેખનો Balveer પરિવાર ગત 10 વર્ષોથી મુંબઈમાં રહે છે.

Balveer રાયપુર જિલ્લાના પોલીસ ઓફિસર આરિફ શેખે પીટીઆઈને જણાવ્યું કે, જિલ્લાના ઘરસીવા પોલીસ ક્ષેત્રની અંદર કાર અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં કાર સવાર ટેલિવિઝન બાળ કલાકાર શિવલેખ સિંહનું મોત થયું અને તેની માં લેખના સિંહ, પિતા શિવેન્દ્ર સિંહ અને એક અન્ય વ્યક્તિ નવીન સિંહ ઘાટલ થઈ ગયા છે. આરિફ શેખે પીટીઆઈને જણાવ્યું કે આ ઘટના લગભગ 3 વાગ્યા આસપાસ થઈ હતી.

આરિફ શેખે જણાવ્યું કે પોલીસને જાણકારી મળી છે કે શિવલેખ Balveer અને તેના પરિવારજનો એક કારમાં બિલાસપુરથી રાયપુર માટે રવાના થયા હતા. જ્યારે….. તે ઘરસીવાં પોલીસ ક્ષેત્રમાં હતા, ત્યારે જ તેમના કારની સામેથી આવી રહેલા ટ્રકના પાછલા ભાગથી અથડાઈ. આ ઘટનામાં શિવલેખનુ ઘટના સ્થળે જ મોત થયું હતુ. આ ઘટના બાદ પોલીસદળને ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા અને શિવલેખનો શવ અને તેના ઘાટલ પરિવારજનોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. ઘાયલોને રાયપુરના એક નજીકના હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા છે.

પોલીસ ઓફિસરે જણાવ્યું કે પોલીસે કેસ દાખલ કરી લીધો છે. ઘટના બાદ ટ્રક ચાલક ટ્રક છોડીને ફરાર થઈ ગયો હતો. પોલીસ ટ્રક ચાલકની શોધ કરી રહી છે.