9th May 2021
Breaking News

આ પૂરે પૂરી સ્ટોરી વાંચશો ત્યારે તમારા શરીર પર ના રૂંવાડા ઉભા થઈ જશે.

“📱 #રોન્ગ નંબર “📱એક ઘરની અંદર મોબાઈલ પર રોન્ગ નંબર પરથી ફોન આવ્યો ઘરની એક સ્ત્રી એ ફોન ઉપાડ્યો તો સામેથી કોઈ અજાણ્યા પુરુષ નો અવાજ સંભળાતા જ સ્ત્રીએ કહ્યુ ” રોન્ગ નંબર ” અને કોલ કાપી નાખ્યો.

આ બાજુ કોલ કરવા વાળા અજાણ્યો પુરુષ સ્ત્રી નો અવાજ સંભળાતા સમજી ગયો કે આ તો કોઈ છોકરી નો નંબર છે.

હવે તો અજાણ્યો પુરુષ વારંવાર કોલ કર્યા કરે છે પણ એ સ્ત્રી કોલ કાપી નાખે છે એટલે પેલો અજાણ્યો પુરુષ કંટાળી ને મેસેજ નો સીલસીલો ચાલુ કરી દે છે અને કહે છે જાનુ વાત કરો ને , જાનુ ફોન કેમ નથી ઉપાડતી

એ સ્ત્રી એ ઘરની પત્ની હતી અને એના સાસુ ખૂબજ વહેમ વાળા અને ઝઘડાડું સ્વભાવ ના હતા. એ દિવસ તો જેમ તેમ કરીને જતો રહ્યો પણ બીજા દિવસે ફોન ની રિન્ગ વાગી તો એ ઘરની પત્ની રસોઈ બનાવવાં મા વ્યસ્ત હતી તેથી એની સાસુએ ફોન ઉપાડ્યો તો સામેથી અજાણ્યા પુરુષ નો અવાજ સાંભળતા સાસુ તો અચંબામાં પડી ગય.

પેલો અજાણ્યો પુરુષ તો સામેનો અવાજ સાંભળયા વગર વારંવાર બોલવા લાગ્યો જાનુ તું મારી સાથે વાત કેમ નથી કરતી , જાનુ મારી વાત તો સાંભળ પ્લીઝ જાનુ તારા અવાજે તો મને પાગલ બનાવી દીધો. આ બાજુ સાસુ ચૂપચાપ અજાણ્યા પુરુષ ની વાતો સાંભળી ને ફોન મૂકી દીધો.

રાત્રે દિકરો નોકરી પર થી ઘરે આવ્યો તો એકલા મા બોલાવી ને વહું પ્રત્યે દિકરા ને કાન ભંભેરણી કરી અને દિકરા ને કીધું કે તારી વહું તો નાલાયક અને કોઈ અજાણ્યા પુરુષ સાથે ફોન પર વાતો કર્યા કરે છે.

પતિ એ પત્નીને તરત જ બોલાવી અને કઈ પણ પત્ની ને પુછયું નહીં અને મારવાનું શરૂ કરી દીધું. પત્ની ને જ્યારે મારવાનું બંધ કર્યુ ત્યારે એની માં એ સાસૂએ ફોન એના દિકરાના હાથ માં આપ્યો અને કહ્યું કે આ ફોન માં જ તારી પત્ની નો મિત્ર નો નંબર છે.

પતિએ દરેક કોલ ડીટેલ ચેક કર્યા અને એક એક કરીને બધાં મેસેજ વાંચ્યા અને ખૂબજ ગુસ્સા માં આવી ગયો પછી પત્ની ને દોરડા થી બાંધી અને ફરીથી ખૂબજ મારવાં લાગ્યો આ બાજું દિકરા ના માં એ સાસૂએ વહું ના ભાઈ ને ફોન કર્યો અને સાસુએ વહું ના ભાઈ ને કીધું કે તમારા બહેન કોઈ અજાણ્યા પુરુષ સાથે ફોન પર વાત કરતા મેસેજ કરતા પકડાઈ ગઈ છે જેથી અમારા ઘરની અને તમારી ઈજ્જત માટી મા મીલાવી દીધી.

આવી ખબર સાંભળી ને બહેન નો ભાઈ અને માં આવી પહોંચ્યા. સાસૂ અને પતિએ પત્ની ઉપર જે આક્ષેપો લગાડ્યા એ સાંભળીને બહેન ના ભાઈએ પણ બહેનને વાળ પકડી ને ખૂબજ મારી. વહુ કસમો ખાવા લાગી ,

જુઠા આક્ષેપો થી ચીલ્લાવા લાગી.બીચારી વહું પોતાની સાસૂ અને દિકરા સામે લાચાર રહી. એ દિકરી ની ખુદ માં એ કહ્યુ કે એક હિન્દુ હોવાને નાતે ગીતા પર હાથ રાખીને કસમ ખા તો એ દિકરી એ એ વહુંએ ફટાફટ સ્નાન કરીને ગીતા પર હાથ રાખીને કસમ પણ ખાધી, પરંતુ શૈતાન સાસુએ એ પણ ના માન્યુ. અને કહેવા લાગી કે પોતાના પતિ સાથે ગદ્દારી કરે તો ગીતા ની કસમ પણ એના માટે કોઈ મુશ્કેલ કામ નથી.

પછી પતિ એ એના સાળા ને વહું ના ભાઈ ને દરેક મેસેજ બતાવ્યા જે પેલા અજાણ્યા પુરુષે કરવાનાં કીધા હતા. પાછું સાસુએ વહું ચાલાક અને ગદ્દાર કહીને બળતા મા ઘી નાખવાનું કામ કર્યુ. બહેન ના ભાઈ ને પોતાની બહેન પર ખૂબજ ગુસ્સો આવ્યો અને પારો સાતમા આસમાને પહોંચી ગયો. બહેન ના ભાઈએ તરત જ બંદુક કાઢી અને પોતાની બહેન ના માથાં મા ગોળીઓ માંરી દીધી અને આ રીતે

એક ” રોન્ગ નંબરે ” આખો પરિવાર ઉજાડી દીધો. 3 ત્રણ બાળકો ને અનાથ કરી દીધા. પછી જયારે બહેન નો બીજા નાનાં ભાઈ ને ખબર પડી તો એના ભાઈ ભાભી માં સાસૂ અને દિકરો બધા સાથે ભેગા મળીને અજાણ્યા પુરુષ નો ફોન આવતો એ નંબર પર પોલીસ સ્ટેશને
F.I.R લખાવવા ગયા.

પોલીસે સાઈબર કાફે થી ચેક કર્યુ તો એ વહુંએ એ અજાણ્યા પુરુષ નો એક જ વાર અજાણતા ફોન ઉપાડ્યો હતો. અજાણ્યો પુરુષ પછી એ સ્ત્રી ને એ ઘરની વહુ ને વારંવાર કોલ કરી ને મેસેજ કરીને ફસાવાની કોશીશ કરી રહ્યો હતો.

આ બધી સારી વાતો જે ભાઈએ બહેન ને ગોળીઓ મારી હતી એને ખબર પડી તો એ ભાઈ એ પણ જેલમાં ખુદખુશી કરી લીધી. અને ” રોન્ગ નંબર વાળા અજાણ્યા પુરુષ ને પકડી ને પોલીસે જેલમાં પૂરી દીધો. અને આવી રીતે એક ” રોન્ગનંબરે ” ફક્ત ત્રણ જ દિવસમાં આખા પરિવાર ને અનાથ કરી દીધું.

તો આ સ્ટોરી વાંચ્યા પછી ભાઈઓ બહેનો જરા વિચારો કે કસૂરવાર કોણ….?

” રોન્ગ નંબર વાળો અજાણ્યો
પુરુષ

ખોટો વહેમ વાળી સાસૂ

પોતાની પત્ની પર શક કરનારો
જાહીલ પતિ

ના સમજું બહેન નો સગો ભાઈ

કે પછી મોબાઈલ

મિત્રો જરૂર જવાબ આપજો.

અને મારો છેલ્લે એક #સંદેશ દરેક પતિઓએ અને પોતાની પત્ની અને ભાઈઓએ પોતાની બહેન ની સચચાઈ પહેલાં જાણજો કોઈ ની ખોટી વાતો થી પોતાની પત્ની પર બહેન પર આરોપ ના લગાવતા.

બહેનો અને પત્નીઓ તો એવી ના હોય. બહેન અને પત્નીને આદર કરો સન્માન કરો.

Sahil Raniya gujart
WhatsApp no 9537988440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *