5th March 2021
Breaking News

સરકારી નોકરી માટે બિન અનામત વર્ગમાં આવતા ઉમેદવારની વયમર્યાદા વધારીને ૪૫ કરાઇ

ગુજરાત સરકાર gujarat samachar દ્વારા બિન અનામત bin anamat વર્ગને વય મર્યાદામાં છૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના ભાગરૃપે સરકારી નોકરીઓમાં બિન અનામત વર્ગમાં આવતા ઉમેદવારોને ૫ વર્ષની એટલે કે ૪૫ વર્ષની ઉંમર સુધીની છૂટછાટ મળશે. આ ઠરાવનો અમલ ૧૪ જાન્યુઆરી ૨૦૧૯થી કરવાનો રહેશે.

અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, સામાજિક, શૈક્ષણિક education રીતે પછાત વર્ગોમાં સમાવેશ થતો નથી તેવા આર્થિક રીતે નબળા વર્ગોના નાગરિકોના શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ-ગુજરાત રાજ્ય હેઠળની મુલકી જગા, સેવા પરની નિમણૂકોમાં અનામતનું ધોરણ ૧૦ ટકા રાખવાનો ઠરાવ કરાયો હતો. હવે ૨૨ ફેબુ્રઆરીના જારી કરવામાં આવેલા જાહેરનામા અનુસાર ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ-ભરતી સામાન્ય નિયમોમાં ઉમેરો કરીને રાજ્યની તમામ ભરતી પ્રક્રિયામાં આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને મહત્તમ વય  મર્યાદામાં પાંચ વર્ષની છૂટ અપાઇ છે.

જે-તે જગ્યાના ભરતી નિયમોમાં ઠરાવેલી વયમર્યાદા અંગેની લાયકાતના સંદર્ભમાં આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકો માટે ઉપલી વયમર્યાદા ૪૫ વર્ષથી વધે નહીં તે રીતે પાંચ વર્ષ સુધી વયમર્યાદા હળવી કરી શકાશે. સીધી ભરતીની જે જાહેરાતો ૧૪ જાન્યુઆરી અગાઉ પ્રસિદ્ધ થઇ ગઇ છે અને અરજી કરવાની આખરી તારીખ પૂર્ણ થઇ ગઇ છે અથવા પૂર્ણ થયેલી નથી, તો તેવી સ્થિતિમાં જે ભરતી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા-મૌખિક પરીક્ષા-કમ્પ્યુર computer પ્રોફિસિયન્સી ટેસ્ટ-પ્રીલિમનરી પરીક્ષા જેવી કોઇ પણ તબક્કાની પ્રક્રિયા થઇ નથી તેમજ માત્ર અરજી પત્રકો જ મગાવવામાં આવ્યા છે તેવી જાહેરાતોને પણ આપવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *