બોબડાં અને તોડતાં બાળકો બોલતાં થાય છે આ મંદિરમાં, જાણો શું છે રહસ્ય….

બોબડાં અને તોડતાં બાળકો બોલતાં થાય છે આ મંદિરમાં, જાણો શું છે રહસ્ય….

20th January 2018 0 By admin

વાગ્દેવી, માં વીણાપાણિ, શારદા, વિદ્યાદાયિની જેવાં નામોથી સ્મરણ કરતાં માં વીણા અર્થાત માં સરસ્વતીજીનાં ભારતમાં બે પ્રાચીન દેવ સ્થળ આવેલાં છે. જેમાં પહેલું આંધ્ર પ્રદેશમાં ઋષિ વેદ વ્યાસ દ્વારા બનાવાયું હતું. આંધ્ર પ્રદેશમાં બાસરમાં આવેલાં વેદકાલીન દેવસ્થળ વિશે કહેવાય છે કે કુરુક્ષેત્રનાં યુદ્ધ પછી નિરાશ અને ઉદાસ થઈને ઋષિ વેદ વ્યાસ, તેમનાં પુત્ર શુકદેવજી અને અન્ય અનુયાયી દક્ષિણની તીર્થયાત્રા પર નીકળી પડ્યાં અને ગોદાવરી તટ પર તપ કરવાં લાગ્યાં. તેમનાં નિવાસને કારણે તે સ્થાન વ્યાસર કહેવાય છે જે કાળયુગમાં હવે બાસર નામથી ઓળખાય છે.

ઋષિ વેદ વ્યાસ દરરોજ જ્યારે સ્નાન કરવાં આવતાં ત્યારે ગોદાવરીની 3 મુટ્ઠી રેતી લાવતાં હતાં અને 3 ઢગલાં કરતાં હતાં. દેવીના ચમત્કારથી આ રેતીએ ત્રણ દેવીઓ લક્ષ્મી, શારદા, અને ગૌરીનું સ્વરૂપ લીધું. સ્થાનીય લોકોના મતે અહીં વાલ્મીકિ ઋષિએ રામાયણ લખવાનું પ્રાંરભ કરતાં પહેલાં માં સરસ્વતીજીને પ્રતિષ્ઠિત કરી તેમનો આશીર્વાદ પ્રાપ્ત કર્યો હતો. આ મંદિરની નજીક જ વાલ્મિકિજીની આરસપહાણની સમાધી પણ બનાવવામાં આવેલી છેબાસરનું આ મંદિર દક્ષિણ સ્થાપત્ય કળાનું સુંદર ઉદાહરણ છે. ગર્ભગૃહ, ગોપુરમ, પરિક્રમા માર્ગ જેવાં તેનાં નિમાર્ણનો ભાગ છે. મંદિરમાં કેન્દ્રિય પ્રતિમા સરસ્વતીજીની છે સાથે જ માં લક્ષ્મીજી પણ બિરાજીત છે. માં સરસ્વતીજીની પ્રતિમા પદ્માસન મુદ્રામાં 4 ફૂટ ઉંચી છે. મંદિરમાં એક ગ્રેનાઈટનો સ્તંભ પણ છે જેમાં અલગ-અલગ સ્થાનથી સંગીતનાં સાત સ્વર સાંભળી શકાય છે. મંદિર પ્રાંગણમાં અયૂડમ્બર વૃક્ષ પણ છે, જેનાં પર દતાત્રેયનાં પવિત્ર ખડાઉં પણ પ્રતિષ્ઠિત છે. જેમનાં સ્પર્શથી વાંજ સ્ત્રી ને પુત્ર પ્રાપ્તિની કથા બારસમાં સર્વપ્રચલિત છે.

અહીં વિશિષ્ટ ધાર્મિક રિતિ અક્ષરધના કહેવાય છે. જેમાં બાળકોને વિદ્યા પ્રારંભ કરે તે પહેલાં અક્ષરાભિષેકમ્ હેતું અહીં લાવી પ્રસાદીસ્વરૂપે હળદરની પેસ્ટ ચટાડવામાં આવે છે. માન્યતાં એવી છે કે તેનાથી તેમનાં કંઠનાં બધા રોગ દૂર થઈ જાય છે અને સ્વર સ્પષ્ટ થઈ જાય છે. મંદિરનાં પૂર્વમાં મહાકાળી મંદિર છે અને લગભગ સો મીટર દૂર એક ગૂફા છે જ્યાં નરહરિ માલુકાએ તપ કર્યું હતુ. અહીં એક અનગઢ જેવી ચટ્ટાન પણ છે જેને વેદાવ કહેવામાં આવે છે. કહેવાય છે કે તેની નીચે સીતાજીનાં આભૂષણ રાખવામાં આવ્યા હતાં. તેમાં પ્રહાર કરવાથી અલગ-અલગ સ્થાનથી વિવિધ પ્રકારનાં સ્વર નિકળે છે. બાસર ગામમાં 8 તાળ છે જેમને વાલ્મીકિ તીર્થ, વિષ્ણુ તીર્થ, ગણેશ તીર્થ, પ્રુભા તીર્થ અને શિવ તીર્થ કહેવામાં આવે છે. નવરાત્રી, દતાત્રેય જયંતી અને વસંત પંચમી પર વિશાળ ઉત્સવનું આયોજન અહીં કરવામાં આવે છે.

બાગ-બગીચાથી ઘેરાયેલું આ સુંદર સ્થળ હૈદરાબાદથી રોડ માર્ગે 220 કિ.મી અને રેલ માર્ગથી 190 કિ.મી દૂર છે. આ અદિલાવાદનાં મુથોલ તાલુકામાં નિજામાબાદથી 30 કિ.મી દૂર સ્થિત છે. માનવામાં આવે છે કે છઠ્ઠી સદી સુધી આ સ્થળ હિન્દુ તીર્થ બની ચુક્યું હતું. વર્તમાન મંદિર ચાલુક્ય રાજાઓ દ્વારા બનાવાયું હતું. મુઘલ આક્રાંતાઓ દ્વારા ધ્વસ્ત થયા પછી 17મીં સદીમાં નંદાગિરીનાં સરદાર દ્વારા તેનું પુનનિર્માણ કરવામાં આવ્યું હતું. વસંત પંચમી પર અહીં લાખો લોકોની ભીડ હોય છે અને દેશનાં ખૂણે-ખૂણેથી શ્રદ્ધાળુઓ દેવીનાં આશીર્વાદ લેવાં આવે છે.

સરસ્વતીજીનું બીજુ પ્રાચીન મંદિર કશ્મીરમાં છે. કશ્મીર ઘાટી સંસ્કૃત ભાષા, સાહિત્ય. ઔષધિ, નક્ષત્ર, વિજ્ઞાન, દર્શન, ધર્મ, કાયદાકીય, સંગીત, કળા અને સ્થાપત્ય કળાનાં વિકાસનું કેન્દ્ર રહ્યું છે. અને તે કારણથી શ્રદ્ધાળુ આ સ્થળ પર શારદા પીઠ હોવાનું માને છે. દક્ષિણ ભારતનાં કર્મકાંડી બ્રાહ્મણ તો પ્રાતઃ શૈયા છોડતાં જ માં શારદાને ‘નમસ્તે શારદા દેવી કશ્મીર મંડળ વાસિની’ કહીને સ્મરણ કરે છે. કહેવાય છે કે કશ્મીરનાં ઉત્તરીય ભૂભાગમાં કિશનગંગા ઘાટી શીર્ષ ભાગમાં શારદા વનમાં મુની શાંડિલ્યની સમક્ષ માં સરસ્વતી સ્વયં પ્રગટ થયાં હતાં. શારદા માહત્મ્યમાં આ ઘટનાનું વર્ણન છે. આ વર્ણન મુજબ માતંગ ઋષિ અને પુત્ર શાંડિલ્ય મુનીએ તપ કર્યું હતુ. ઈશ્વરીય પ્રેરણાથી તે વર્તમાન કપવાડા જિલ્લાનાં શ્યામલ સ્થાન પર ગયાં ત્યાં મહાદેવીએ તેમને દર્શન આપ્યાં અને શારદા વનમાં પોતાનાં શક્તિ રૂપમાં દર્શન આપવાનું વચન આપીને અલોપ થઈ ગયા. મુની ત્યાંથી ઉપરી ભાગમાં છે. સ્થાનીય નિવાસી આ સેનાડ-ડ્રેગ કહેવાય છે. ત્યાં શાંડિલ્ય ઉત્તરીય પહાડિયો પર ચઢ્યા જ્યાં દૈવીય નૃત્ય જોઈને વિભિભૂત થઈ ગયા.

આ પહાડ ચારાગાહનાં રંગવાટિકા કહેવાતો હતો. ત્યાંથી કિશનગંગાનાં કિનારે ચાલીને તે ગૌતમ ઋષિનાં આશ્રમ તેજવાના પહોંચ્યા. રસ્તામાં શ્રીગણેશનાં દર્શન થયા અને ત્યારે શારદા વનમાં માં શારદા તેમનાં ત્રણેય સ્વરૂપમાં શારદા, નરદા અને વાગ્દેવીનાં રૂપે પ્રગટ થયા. મુનીએ તેમની પ્રાર્થના કરી અને સિરાતિસિલામાં નિવાસ કરવાનું વચન આપ્યું પિત્તૃને મુની શાંડિલ્યને આશીર્વાદ આપીને કહ્યું કે હવે તેમનું શ્રાદ્ધ કરે. મુનીએ મહાસિંધુથી જળ લઈને પિત્તૃનું શ્રાદ્ધ કર્યું. મહાસિંધુને અડધું જળ મધમાં બદલ્યુ. આ ઝરણુ હવે મધુમતી કહેવાય છે. આ સ્થાન પર સિંધુ અને મધુમતીનાં સંગમ પર સ્નાન અને શ્રાદ્ધ આજે પણ પાપમોચક માનવામાં આવે છે.

આ પવિત્ર સ્થળ જ્યાં દેવી પ્રગટ થયાં તે એક પત્થરની શિલા પર ચિન્હિત છે. આ શિલા 7 ફૂટ લાંબી, 6 ફૂટ પહોળી અને અડધા ફૂટ ઊંચી છે. માન્યતા છે કે આ શિલાની નીચે કુંડનું ઝરણું છે જ્યાં દેવી પ્રગટ થયાં હતાં. આ પત્થર આજે મંદિરનું પૂજા ગૃહ છે. 22 ફૂટ ચોરસ મંદિરનો રૂમ અને ધનુષાકાર છતવાળા આ મંદિરમાં પ્રવેશ દ્વાર પર થોડી સિડીયો છે. દ્વારની બન્ને બાજુ 16 ફૂટ ઊંચો એક પત્થરનાં બન્ને સ્તંભ છે. મંદિરમાં એક ચતુર્ભુર્જીય વિશાળ પ્રાંગળ પણ છે. મુધલોનાં અવસાન પછી મહારાજા ગુલાબ સિંહએ તેનું પુનનિર્માણ કરાવ્યું હતુ. કલ્હાણની રાડતરંગણી (8મીં સદી), અલવરુની(10મીં સદી), વિલ્હાના(11મીં સદી), જૈન સાહિત્યકાર હેમચંદ્ર (1088-1172), જેનાં રાજા ક્રોનિકલ નક અને અબુલફઝલએ આ મંદિર નો ઉલ્લેખ તેમનાં સાહિત્યમાં કર્યો છે. આજે આ મંદિર સારી હાલતમાં નથી. પણ શ્રદ્ધાળુંઓની શ્રદ્ધા તેમને આજે પણ હજારોની સંખ્યામાં આ મંદિર સુધી ખેંચી લાવે છે.