30th May 2020
Breaking News

બજેટ-2018-19 ની સંપૂર્ણ માહિતી

-:બજેટ(અંદાજપત્ર) સ્પેશિયલ:-

૧) ભારતના કેન્દ્રીય અંદાજપત્ર(બજેટ)ને ભારતના બંધારણની કલમ 112 અનુસાર “વાર્ષિક નાણાકીય નિવેદન” તરીકે પણ ઓળખવામાં આવે છે,

૨) અંદાજપત્રએ ભારતના બંધારણની કલમ-૧૧૨, ૧૧૩, ૧૧૪(૩), ૧૧૦(એ) હેઠળની એક ‘ફરજ’ છે.

૩) ભારત સરકારનું બજેટ મોટાભાગે વાર્ષિક હોય છે, સરકાર દ્વારા ફેબ્રુઆરીના પ્રથમ દિવસે રજૂ કરાય છે, જેથી એપ્રિલમાં નવા નાણાંકીય વર્ષના આરંભથી અમલમાં લઇ શકાય.

૩) બજેટ મોટાભાગે કેન્દ્રીય નાણામંત્રી દ્વારા રજુ કરાય છે.

પ્રસ્તાવના :

દરેક રાષ્ટ્રના બજેટનું તે રાષ્ટ્રના વિકાસમાં આગવું સ્થાન હોય છે.

તેમાં પણ ભારત જેવા મિશ્ર અર્થતંત્રવાળી આર્થિક પ્રવૃતિ ધરાવતા દેશમાં અંદાજપત્રનું મહત્વ દેશના વિકાસને ધ્યાનમાં લઇ તૈયાર કરાતુ હોવાથી અગત્યનું સ્થાન ધરાવે છે.

લોકશાહી ધરાવતા ખર્ચ કે આવક મેળવવા દેશમાં પ્રજા દ્વારા ચુટાયેલા પ્રતિનીધીઓની મંજુરી લેવી પડે છે.

અને આ ચુટાયેલા પ્રતિનીધીઓની સભા એટલે “સંસદ”.

સાદો ખ્યાલ આપવામાં આવે તો આવનાર વર્ષ માટે સરકાર જાહેર ખર્ચ તથા આવક મેળવવા માટે “સંસદ” સમક્ષ જે અંદાજો મુકવામા આવે તેને “બજેટ (અંદાજપત્ર)” કહેવામાં આવે છે.

ભારતીય સત્તા વ્યવસ્થાનું વિતરણ:

ભારતીય સત્તાની “ત્રિસ્તરીય-વહેચણી” કરવામાં આવી છે.

સ્તર ૧) કેન્દ્ર સરકાર
૨) રાજ્ય સરકાર
૩) સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા (જેવીકે- મ્યુનીસિપાલિટી)

આ ત્રણે પ્રકારની સત્તા વહેચણી પાછળ થતા ખર્ચ અને મળતી આવક માટેની આગામી
અંદાજ મેળવવા તેના બજેટની માહિતી મેળવવી જરૂરી છે.

ભારતના બંધારણમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે બંને દ્વારા કરવાના કાર્ય તથા મેળવવાની
આવકના સાધનોની વહેચણીની વ્યવસ્થા કરાઈ છે, જેને “સમવાય-વ્યવસ્થા” કહેવામાં આવે છે.

અંદાજપત્ર જે-તે સમયની સરકાર તેમની મહત્વની નીતિવિષયક અને ખાસ કરીને
કર દરખાસ્ત (સરકારી આવક) માટે કરતી હોય છે.

અંદાજપત્ર વીતેલા વર્ષોમાં આવેલા પરિવર્તનો અને ભવિષ્યમાં આવનાર પરિવર્તનોને ધ્યાનમાં લઈને બનાવવામાં આવે છે.

બજેટ શું છે?

અંદાજપત્રનો અર્થ (વ્યાખ્યા):
= બજેટનું શબ્દ મૂળ લેટિન બલ્ગા છે, જેનો અર્થ નાનું પાઉચ અથવા નૅપસક, જે કદાચ ગુલીશ સ્ત્રોતમાંથી આવે છે જે આઇરિશ લીપી, “બેગ” સાથે સંબંધિત છે. પંદરમી સદીમાં ફ્રેન્ચ બજેટ દ્વારા, બોગેટ (BUDGECT) (બેગ)નું ટૂંકું સ્વરૂપ છે, બોગેટ(“ચામડાની બેગ”) સાથે પ્રવાસ કરાતો, તે શબ્દ પરથી અંગ્રેજીમાં બજેટ શબ્દ ઉતરી આવ્યો .

સરકાર અને સંસ્થાઓ પોતાને સોપવામાં આવેલ કાર્ય કરવા માટે ખર્ચ કરે છે અને ખર્ચને પહોચી વળવા આવક મેળવી શકે તેનો અંદાજો રજુ કરવા જે પત્ર પસાર કરાય તેણે “બજેટ(અંદાજપત્ર)” કહે છે.

સરકાર દ્વ્રારા આવનારા નાણાકીય વર્ષ માટે રજુ કરવામાં આવનાર ખર્ચ અને આવકના અંદાજોના હિસાબપત્રને “બજેટ(અંદાજપત્ર)” કહેવામાં આવે છે.

આમ, અંદાજપત્ર(બજેટ) આવનાર નાણાકીય વર્ષના “અંદાજીત હિસાબો” દર્શાવે છે.

સમવાય વ્યવસ્થા દ્વારા કેન્દ્ર-રાજ્ય-સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સોપેલ સાધનો:

કેન્દ્ર સરકાર: કેન્દ્ર સરકારને દેશ માટે મહત્વના એવા વ્યાપક અસર વાળા કાર્યો સોંપવામાં આવ્યાછે. જેવા કે, સંરક્ષણ, રેલ્વે વગેરે…..

રાજ્ય સરકાર: રાજ્ય અસરકારક તથા પ્રજાને સીધી અસર કરનારા કાર્યો સોપાયા. જેવા કે, શિક્ષણ, કાયદો, વ્યવસ્થા

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ: આ સત્તાને સ્થાનિક મહત્વની અને પ્રાથમિક સેવાઓ સોંપવામાં આવી. જેવી કે, સ્ટ્રીટલાઈટ, સફાઈ, ડ્રેનેજ(ગટર-વ્યવસ્થા), પાણી વગેરે.

બજેટ પરથી આવતા તારણો:

અંદાજપત્ર(બજેટ) પરથી જાણવા મળતી બાબતો નીચે મુજબ છે:

૧) અંદાજપત્રમાં ખર્ચ અને આવકના અંદાજીત આકડાનો ખ્યાલ આવે છે.

૨) અંદાજપત્ર આવનારા નાણાકીય વર્ષના સંદર્ભે જ રજુ થાય છે, માટે આ અંદાજો ચોક્કસ સમયગાળા માટે છે એમ કહી શકાય.

૩) અંદાજપત્રનો મુખ્ય હેતુ દેશના આર્થિક વિકાસ અને પ્રજાના કલ્યાણનો છે.

૪) અંદાજપત્રને અમલમાં મુકતા સ્થાનિક બજેટ અનુસાર પહેલા લોકસભા, વિધાનસભા કે સ્થાનિક સભાની મંજુરી મેળવવી પડે છે.

૫) સામાન્યરીતે કેન્દ્ર માટે કેન્દ્રના અને રાજ્ય માટે રાજ્યના નાણામંત્રી અંદાજપત્ર(બજેટ) રજુ કરે છે.

આમ, અંદાજપત્ર માટે ઉપર જણાવેલ પ્રસ્તાવના, ભારતીય અર્થવ્યવસ્થા તેની ત્રીસ્તરીય સત્તા અને તે ત્રીસ્તરીય સત્તા અંદર વહેચવામાં આવેલ કાર્ય, કાર્ય પર થતો ખર્ચ અને આવક પરથી જાણવા મળે છે કે, જો આગામી વર્ષ માટે દેશને નાણાકીય સુખ અને સમૃદ્ધિ અપાવવી હોય તો તે માટે,
અંદાજપત્ર
બનાવવું અને સંસદ સમક્ષ રજુ કરવું અતિ આવશ્યક છે.

અંદાજપત્રના હેતુ-ઉદેશો:

બજેટમાં આવક અને ખર્ચના જે અંદાજો નક્કી કરવામાં આવે છે તેના ચોકકસ ઉદ્દેશો-હેતુ નીચે મુજબ છે.:

= સત્તા સમુહોની મંજુરી: સરકારે ખર્ચ અને આવક મેળવવા માટે લોકશાહી સત્તામંડળની મંજુરી લેવી જરૂરી હોય છે. અંદાજપત્રએ સરકારને મંજુ મેળવવા માટે રજુ કરેલી અંદાજીત દરખાસ્ત છે. જેમકે, સંસદમાં કેન્દ્રીય બજેટ દ્વરા સારકાર પહેલા સંસદ પાસે મંજુરી માંગે છે કે, આવનારા વર્ષમાં સારકાર આ પ્રકારે ખર્ચ અને આવક કરવા માંગે છે.

= સંસાધનો અને જવાબદારીનો અંદાજ મેળવવા: અંદાજપત્ર તૈયાર કરવાનો એક ઉદ્દેશ સોપાયેલ સંસાધનો પરની આગામી વર્ષની જવાબદારીનો ખ્યાલ આવે, કે ખર્ચ અને આવક ક્યાંથી અને કેટલી મળવા પાત્ર છે.

=સાધન-ફાણવણીને યોગ્ય દિશા: અંદાજપત્ર તૈયાર કર્યા વગર જો ખર્ચ થાય અને અનુકુળ જગ્યાએ ખર્ચની જગ્યાએ વધુ ખર્ચ થઇ જાય અને બીજી બાબતો રહી ના જાય એ માટે ખર્ચ પહેલા ફાળવણી કરાવી અત્યંત જરૂરી છે.

= પ્રજાના ભવિષ્યના ખ્યાલ માટે: અંદાજપત્ર દ્વારા નાગરિકોને ખ્યાલ આવે છે કે, હવે ભવિષ્યમાં અર્થતંત્રમાં કેવા પ્રકારના રોકાણ થશે. કઈ વસ્તુ સસ્તી થશે- કઈ વસ્તુ મોંધી થશે. કઈ વસ્તુ પર કેવો-કેટલો અને શા માટે કર લાગશે.

અંદાજપત્રના પ્રકારો

= અંદાજપત્રના મુખ્યત્વે બે પ્રકાર હોય છે:

૧) સમતોલ અંદાજપત્ર:
૨) અસમતોલ અંદાજપત્ર: 1. ખાધવાળું અંદાજપત્ર
2. પુરાંતવાળું અંદાજપત્ર

૧) સમતોલ અંદાજપત્ર

હિસાબી નિયમો મુજબ તમામ અંદાજપત્રો સમતોલ જ હોય છે, કારણ કે સમતોલ અંદાજપત્રમાં બન્ને બાજુ સરખુ નાણાકીય મુલ્ય બતાવાય છે. પરંતુ વાસ્તવમાં અંદાજપત્ર સમતોલ પણ હોય શકે અને અસમતોલ પણ.

સમતોલ અંદાજપત્ર વિષે થોડું:
સામાન્ય રીતે શબ્દ પરથી જ ખ્યાલ આવે કે, “આવક અને ખર્ચના વાસ્તવિક અંદાજા પ્રમાણે સમતોલ અંદાજપત્ર એટલે એવું અંદાજપત્ર જ્યાં સરકારનો અંદાજીત ખર્ચ તેની અંદાજીત આવક જેટલોજ હોય.”

આ એક એવા પ્રકારના અર્થતંત્રની આદર્શ પરિસ્થિતિ છે, જ્યા સરકારના ખર્ચ અને આવકના અંદાજો સરખા હોય.
પરંતુ, વિકસિત દેશો માટે આવું બજેટ(અંદાજપત્ર) બિનવ્યવહારુ છે.

મોટા ભાગે વિકસિત દેશો સંરક્ષણ અને વૃદ્ધીદર વધારવા વધુ ખર્ચ કરે છે.

*સમતોલ બજેટના(અંદાજપત્ર)ના ફાયદા:
આર્થિક સ્થિરતા જળવાઈ રહે છે.
આવક અને ખર્ચના અંદાજો સરખા રહે તે માટે સરકાર
બીનજરૂરી ખર્ચ અને વેરા ઘટાડે છે.
પ્રજા પર બોજ વધતો નથી.

*સમતોલ બજેટના(અંદાજપત્ર)ના ગેરફાયદા:
સરકાર સમતોલ અંદાજપત્ર ટકાવવા માટે જરૂરી ખર્ચ ઘટાડે તો
પ્રજા કલ્યાણ પર અસર પડે છે.
સરકાર ખર્ચ ના ઘટાડે અને સમતોલ અંદાજપત્ર જાળવવા વેરા
વધારે તો પ્રજા પર બોજ વધે, તેથી આર્થિક વિકાસને અવરોધ રૂપ બને છે.
આમ, બજેટ વિષે અલગ-અલગ મંતવ્યો રજુ કરાયા છે.
જેમકે,
એડમ સ્મિથ દ્વારા સમતોલ અંદાજપત્રની તરફેણ કરાઈ જયારે,

જે. એમ. કેઈન્સ દ્વારા અસમતોલ અંદાજપત્રની તરફેણ કરાઈ તેમના મત મુજબ “અર્થતંત્રમાં રોજગારી ટકાવી રાખવા સરકાર દ્વારા વધુ ખર્ચ કરવો આવશ્યક બને છે.”

અસમતોલ અંદાજપત્ર વિષે થોડું:

સામાન્ય રીતે શબ્દ પરથી જ ખ્યાલ આવે કે, “આ પ્રકારના અંદાજપત્રમાં અંદાજીત આવક અને અંદાજીત ખર્ચ વચ્ચે સમતુલા હોતી નથી.” આ પ્રકારની બે સમતુલા હોય છે.

  1. ખાધવાળું અંદાજપત્ર:
  2. પુરાંતવાળું અંદાજપત્ર:

ખાધવાળું અંદાજપત્ર:
“સરકારની અંદાજીત ખર્ચ જયારે સરકારની અંદાજીત આવક કરતા વધુ હોય તેવું
અંદાજપત્ર ખાધવાળું કહેવામાં આવે છે.”
આમ, ખાધવાળું અંદાજપત્ર= અંદાજીતખર્ચ > અંદાજીત આવક
વિકસતા દેશોમાં સરકાર આર્થિક વિકાસ માટે ખુબ જાહેર ખર્ચ કરે છે.
જેવાકે, સંરક્ષણ, શિક્ષણ, સામાજિક સેવાઓ
આથી સરકાર પાસે આવકના સાધનો ખુબ ઓછા હોય છે.
લોકો પાસે કરવેરા ભરવાની ક્ષમતા લોકોમાં ઓછી હોય છે.

માટે, આવક કરતા ખર્ચ વધુ થાય છે અને ખાધવાળું અંદાજપત્ર બને છે.

2.પુરાંતવાળું અંદાજપત્ર:
“અંદાજીત ખર્ચ કરતા અંદાજીત આવક વધારે હોય તેવું બને ત્યારે આવા અંદાજપત્રને પુરાંતવાળું અંદાજપત્ર કહેવામાં આવે છે.

આમ, પુરાંતવાળું અંદાજપત્ર= અંદાજીત આવક > અંદાજીતખર્ચ

પુરાંતવાળું અંદાજપત્ર ખાસ કરીને વિકસિત દેશોમાં જોવા મળે છે.

આ પ્રકારના અંદાજપત્ર બનવા પાછળનું ખાસ કારણ સરકાર દ્વારા
કરાતો ઓછો ખર્ચ પરંતુ તેના સામે મળતી વધુ આવકનું પ્રમાણ છે.

બજેટ વિષે આ પણ જાણો

વર્તમાન સમય સુધી ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં નાણાકીય બજેટ નાણામંત્રી દ્વારા સંસદ સમક્ષ રજુ કરી દેવામાં આવતું કે જેથી, એપ્રિલ મહિનામાં અમલમાં આવી શકે.

1 એપ્રિલથી અમલમાં આવે તે પહેલાં બંને ગૃહો દ્વારા નાણાં બિલ અને એપ્રોપ્રિએશન બિલ રજૂ કરવામાં આવે.
• જાન્યુઆરી ૨૦૧૮, સુધી રજુ કરાયેલ બજેટની વધુ વખત બજેટ રજુ કરનારની યાદી:
= ૧૦ વખત મોરારજી દેસાઈ દ્વારા
= ૯ વખત પી ચિદમ્બરમ દ્વારા
= 8 વખત પ્રણવ મુખરજી દ્વારા
= યશવંત સિંહા,યશવંતરાવ ચૌહાણ અને સી.ડી. દેશમુખે દરેકે ૭ વખત
= જયારે ટી.ટી. કૃષ્માચારીએ અને મનમોહન સિંઘ દ્વરા ૬ વખત બજેટ રજુ કરાયું છે.

= સ્વતંત્ર ભારતમાં સૌપ્રથમ વખત યુનિયન બજેટ શાનુકમ ચેટીએ ૨૬ નવેમ્બર ૧૯૪૭ના રોજ રજુ કર્યું હતું.
= આ બજેટ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ થી ૧૩ માર્ચ ૧૯૪૮ સુધીનું હતું.

= આ બજેટમાં મહત્વની બાબતે હતી કે, ભારત અને પાકિસ્તાન સપ્ટેમ્બર ૧૯૪૮ સુધી એક કરન્સીનો ઉપયોગ કરશે.
= આઝાદીબાદ રેલ્વે અને નાણા બજેટ જુદું હતું પરંતુ ૨૦૧૭ માં થયેલ ફેરફાર અનુસાર હવે રેલવેનો સમાવેશ થશે.

= પી. વી. નરસિંહ રાવની સમિતિ હેઠળ મનમોહન સિંઘ, ૧૯૯૨-૯૩ના તેમના આગામી બજેટમાં, વિદેશી રોકાણોને પ્રોત્સાહન આપ્યું અને 30-૫0 ટકાથી વધુની આયાત ડ્યૂટીમાં ઘટાડો કર્યો.

= ૧૯૯૬ની ચૂંટણી પછી, બિન-કૉંગ્રેસના મંત્રાલયે કાર્યાલયની રચના કરી. તેથી ૧૯૯૬-૯૭ના નાણાકીય બજેટને પી. ચિદમ્બરમ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જે પછી તમિલ મનીલાના કોંગ્રેસ સભ્ય બન્યા.

= બંધારણીય સંકટને પગલે આઇ. કે. ગુજરાલ મંત્રાલયે બહાર નીકળ્યા ત્યારે, સંસદના ખાસ સત્રને માત્ર ચિદમ્બરમના ૧૯૯૭-૯૮ની બજેટ પસાર કરવા માટે બોલાવવામાં આવી હતી. આ બજેટ ચર્ચા વિના પસાર કરવામાં આવ્યું હતું.

= માર્ચ ૧૯૯૮માં સામાન્ય ચૂંટણીઓ બાદ, કેન્દ્રીય સરકારની રચના ભારતીય જનતા પાર્ટી તરફ દોરી, યશવંત સિન્હાએ જેઓ આ સરકારમાં તત્કાલિન નાણાં પ્રધાન હતા તેઓ એ ૧૯૯૮-૯૯ માટે વચગાળાના અને અંતિમ બજેટ રજૂ કર્યા.

= ૧૯૯૯માં સામાન્ય ચૂંટણીઓ પછી, સિંહા ફરીથી નાણાં પ્રધાન બન્યા અને ૧૯૯૯-૨૦૦૦ થી ૨૦૦૨-૦૩ દરમિયાન ચાર વાર્ષિક બજેટ રજૂ કર્યા. મે ૨૦૦૪ માં ચૂંટણીઓના કારણે, વચગાળાના બજેટમાં જસવંત સિંહ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

= ભૂતપૂર્વ નાણાં પ્રધાન મોરારજી દેસાઇએ દસ વખત બજેટ રજૂ કર્યું હતું, જે કોઇ પણ દ્વારા સૌથી વધુ છે.

= ૨૦૧૨-૧૩માટે ભારતનું કેન્દ્રીય બજેટ પ્રણવ મુખર્જી, ભારતના નાણાં પ્રધાન દ્વારા ૧૬ માર્ચ, ૨૦૧૨ ના રોજ રજૂ કરાયો હતો, જે તેમના કારકિર્દીનો 7 મુ બજેટ હતું. આ અંદાજપત્રીય દરખાસ્ત નાણાકીય વર્ષ ૧ એપ્રિલ, ૨૦૧૨ થી ૩૧ માર્ચ, ૨૦૧૩ સુધી લાગુ પડેલ.

= ૨૦૧૩-૧૪ માટે ભારતનું કેન્દ્રીય અંદાજપત્ર પી. ચિદમ્બરમ દ્વારા ૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૩ ના રોજ રજૂ કરાયો હતો. ૨૦૧૪-૧૫ માટેનું કામચલાઉ કેન્દ્રીય અંદાજપત્ર ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૪ ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું.

= ૨૦૧૪-૧૫ માટે ભારતનું કેન્દ્રીય અંદાજપત્ર ૧૦ જુલાઈ, ૨૦૧૪ ના રોજ અરુણ જેટલી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

= ૨૦૧૫-૧૬ માટે ભારતનું કેન્દ્રીય બજેટ અરુણ જેટલી દ્વારા 28 ફેબ્રુઆરી 2015 ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું.

= 2016-૧૭માટે ભારતના કેન્દ્રીય અંદાજપત્ર ૨૯ ફેબ્રુઆરી, 2016 ના રોજ અરુણ જેટલી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

= ૨૦૧૭-૧૮ માટે ભારતનું કેન્દ્રીય બજેટ ૧ ફેબ્રુઆરી, ૨૦૧૭ ના રોજ અરૂણ જેટલી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

= ૨૦૧૮-૧૯ માટે ભારતનું કેન્દ્રીય બજેટ ૧ ફેબ્રુઆરી, ૨૦૧૮ ના રોજ અરૂણ જેટલી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

બજેટ ૨૦૧૮-૧૯ વિષે અવનવું:
લાભ તેમજ બજેટ 2018: ટેક્સ સાથે જોડાયેલી મહત્વની વાતો

= નાણામંત્રી અરુણ જેટલી એ બજેટમાં એફડી પરના વ્યાજની લીમીટ ૫૦,૦૦૦ અને મેડીકલ ખર્ચની લીમીટ ૫૦,૦૦૦ કરી વરિષ્ઠ નાગરીકોને ફાયદો આપ્યો હતો.

= ઇન્કમ ટેક્સના દરોમાં કોઇ ફેરફાર નહીં થાય.

= નોકરીયાતોને ટેક્સમાં કોઇ છૂટ નહીં મળે.

= વરિષ્ઠ નાગરિકોને 50 હજાર સુધીના વ્યાજ પર કોઇ ટેક્સ નહીં. કેટલીક ખાસ બીમારીઓમાં સીનિયર સિટિઝન્સની છૂટ વધી.

= મેડિક્લેમ પર ૫૦,૦૦૦ સુધીની છૂટ અપાઈ.

= સ્ટાન્ડર્ડ ડિક્શન ૪૦,૦૦૦ રૂપિયા.

= મેડિકલ ખર્ચ પર છૂટ ૧૫,૦૦૦ થી વધારીને ૪૦,૦૦૦ રૂપિયા કરાઈ.

= કોર્પોરેટ ટેક્સમાં કંપનીઓને છૂટ.

= એકલાખ સુધી લોંગ ટર્મ કેપિટલ પર ૧૦ લાખની છૂટ.

= ટેક્સ આપનારાની સંખ્યા ૧૯.૨૫ લાખ વધી, ૯૦ હજાર કરોડથી વધુ કલેક્શન.

= ૨૫૦ કરોડ ટર્નઓવરવાળી કંપનીઓને રાહત, આપવો પડશે ફક્ત ૨૫% ટકા ટેક્સ.

= આ વર્ષે ડાયરેક્ટ ટેક્સ ૧૨.૬ ટકા વધ્યો.

= બ્લેકમનીની સામેની ઝુંબેશથી ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વધ્યું.

= ઇપીએફમાં નવા કર્મચારીઓના ૧૨ ટકા સરકાર આપશે. અત્યાર સુધી ૮.૩૩ ટકા સરકાર આપે છે.

= ૨ વીમા કંપનીઓ સહિત ૧૪ સરકારી કંપનીઓ શેરબજાર સાથે જોડાશે.

= ઇન્કમ ટેક્સના સ્લેબ સ્થિર રહેવાથી મધ્યમવર્ગને નિરાશા સાપડી.

= સરકારે નાણાંકીય ખાદ્યને જીડીપીના ૩.૫ ટકા રાખી જે સરકારની વિશ્વસનિયતા અને એફડીઆઇ વગેરે માટે ઠીક નથી.

= મોટા કોર્પોરેટ્સ માટે ટેક્સમાં કોઇ ફેરફાર નહીં, જેનાથી ખાનગી રોકાણને પ્રોત્સાહન મળતું અને નોકરીઓની તકો પણ ઉભી થતી.

= કસ્ટમ ડ્યૂટી વધવાથી મોબાઇલ, ટીવી મોંઘા થશે. જેની સીધી અસર આ કંપનીઓને થશે.

= સરકારે સ્વાસ્થ્ય, શિક્ષણ સેસને ૧ ટકા વધારીને ૩ થી ૪ ટકા કર્યુ છે. આ વધારાથી તમારા દરેક બિલમાં વૃદ્ધિ થઇ જશે.

ઈકોનોમી

*સર્ટિફાઈડ ફાયનાન્સિયલ વિશાલ શાહનું કહેવું છે કે,
નાણા પ્રધાન અરુણ જેટલીએ શેરબજાર અને મ્યૂચલ ફંડના રોકાણકારો ઉપર લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જે પહેલા શૂન્ય હતો તેની જગ્યા પર ૧૦% કર્યો છે.
આ ટેક્સ એક લાખ ના નફા પછી લાગુ પડશે જે લાંબા ગાળા ના રોકાણકારો માટે આઘાતજનક સમાચાર બની શકે છે.

લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ના કારણે શેરબજાર અને મ્યૂચલ ફંડ બીજા રોકાણ ના વિકલ્પ જેવા જ બની શકે છે.

લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ શેરબજાર અને મ્યૂચલ ફંડ મા લાગવાથી રોકાણ પર સીધી અસર થઇ શકે છે
એગ્રીકલ્ચર

• સામાન્ય બજેટમાં સરકારે ખેડૂતોની આવક બે ગણી કરવા માટે એગ્રી ઉત્પાદનોની મિનિમમ સપોર્ટ પ્રાઇસ (એમએસપી)માં દોઢ ગણો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
• આર્થિક જાણકારોનું માનવું છે કે આ નિર્ણયથી દેશમાં મોંઘવારીને દરવાજે ટકોરા મારતા કોઇ રોકી નહીં શકે.
• લઘુત્તમ ટેકાના ભાવ વધવાથી દેશમાં અનાજ, કઠોળની કિંમતોમાં વધારો થઇ શકે છે. જેના કારણે મોંઘવારીમાં વધારો થવાનું નક્કી છે.
• હકીકતમાં વધુ એમએસપીથી કેન્દ્ર સરકારના ખજાના પર બોજ પડશે અને સામાન્ય માનવીને ઘઉં, ચોખા, દાળ અને તેલીબિયાંની કિંમતોમાં વૃદ્ધિ થશે.
• જેના કારણે સામાન્ય માણસનુ બજેટ બગડવાનું તો નક્કી છે.
બજેટ અંતર્ગત ૨૦૧૮-૧૯ યોજનાઓ

• ૨૦૧૮ ના કેન્દ્રીય બજેટમાં, નાણા પ્રધાન અરુણ જેટલીએ ગ્રામવાસીઓ માટે નવી યોજના વિશે જાહેરાત કરી છે.

• ગોબર-ધન યોજના ટૂંક સમયમાં દેશના ગ્રામીણ વિસ્તારોમાં અમલમાં આવશે. આ યોજનાનો હેતુ ગ્રામીણ જીવન સુધારી ગામોને સમૃદ્ધ બનાવવાનો છે અને દેશના ગ્રામવાસીઓને વધુ સારું જીવન આપવાનો છે.

• ગોબર ધન યોજના: ગોબર ધન યોજનાનો સંપૂર્ણ પ્રકાર ગેલ્વેનાઈઝ્ડ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સિસ ધન સ્કીમ છે. આ યોજના હેઠળ ઘન કચરો અને ઢોરોનું બિયારણ બાયો-સીએનજી અને બાયો-ગેસ જેવા ઉપયોગી તત્વોમાં રચવામાં આવશે.

• ડુંગળી પ્રક્રિયા અને કન્વર્ટ: આ યોજના અંતર્ગત કૃષિ ક્ષેત્રને જરૂરીયાત મુજબ ઉપયોગી ઘટકોમાં પ્રોસેસ કરવામાં આવશે. જમીનમાં ખાતર તરીકે વપરાતી પશુના છાણ પ્રોસેસીંગનો ઉપયોગ કરવામાં આવશે તે પછી શેષ અથવા નક્કર કચરા માટે વધુ પ્રક્રિયા કરવામાં આવશે.

• બાયો સીએનજી / બાયો ગેસ: કૃષિ ક્ષેત્રના ઘણા ઉપયોગો માટે આ શેષ અને પશુના છાણને બાયો-સીએનજી અને બાયો-ગેસમાં રૂપાંતરિત કરવામાં આવશે.

• ગ્રામીણ વિકાસ કાર્યક્રમ: નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ ગામના વિકાસ માટે લગભગ ૧૮૭ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ૪૭ પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. બાકીના પ્રોજેક્ટ્સ પ્રગતિમાં છે.

• બજેટ ફાળવણી: ગ્રામ્ય સુધારણા કાર્યક્રમો માટે રૂ.૧૬,૭૧૩ કરોડ ફાળવાયા છે. રેકોર્ડ મુજબ ૧૧૫ જિલ્લાઓએ સફળતાપૂર્વક વિવિધ ગ્રામ્ય સુધારણા કાર્યક્રમો અને ખુલ્લા મુક્તિયુક્ત આજીવિકાનો અમલ કર્યો છે. આ જિલ્લાઓને ગામોના વિકાસના સંકેત તરીકે ગણવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *