ચંદનની ખેતી, ઉપયોગો,ઉછેર,લાકડાનું મહત્વ…..

ચંદનની ખેતી, ઉપયોગો,ઉછેર,લાકડાનું મહત્વ…..

8th February 2018 0 By admin

ચંદન બહુપયોગી તેમજ કીમતી લાકડું ગણવામાં આવે છે.

ચંદનનું લાકડું પ્રાચીનકાળથી આપણા સમાજમાં દરેક પ્રકારના હવનમાં, પૂજામાં, ધાર્મિક કર્મકાંડમાં તથા અગ્નિસંસ્કારમાં પણ ખુબજ મહત્વપૂર્ણ અંગ સમાન છે. વળી ચંદનમાં એક અનેરી અને અનન્ય સુગંધ હોય છે, જેનાથી તે વધુ આકર્ષક બને છે.

ચંદનના તેલમાં ઘણા ઔષધીય ગુણો રહેલા છે, જે ત્વચા માટે ઘણુંજ લાભદાયી ગણવામાં આવે છે.

ચંદનનું તેલ કોસ્મેટીકસ, આયુર્વેદ, એરોમાથેરાપી તથા અત્તર વગેરે જેવા ઘણા કર્યોમાં વપરાય છે.

ચંદનના લાકડાને ઘસીને તિલક કરવાની પરંપરા ખુબજ જૂની અને અર્થપૂર્ણ છે, આમ ઉપયોગીયતાની દ્રષ્ટિએ ચંદન આપણા સમાજનું એક અભિન્ન અંગ સમાન છે.

ચંદનના લાકડાનું આર્થિક મહત્વ.

ચંદનના લાકડા તથા તેલની માંગ ભારત તથા વૈશ્વિક બજારમાં ઘણી મોટી છે, કારણ કે ઘણાબધા ક્ષેત્રોમાં તેનો વિપુલ પ્રમાણમાં વપરાશ થાય છે. પરંતુ માંગની અપેક્ષાએ ઉત્પાદન ઘણુંજ ઓછુ જોવા મળે છે, જેના કારણે ચંદનની કિમત દિવસેને દિવસે વધતી જ રહે છે. અત્યાર સુધી ચંદન તો જંગલોમાં જ ઉગે એવી માન્યતા લોકોમાં હતી.

પરંતુ ચંદનના વર્ષોના અભ્યાસ તથા રિસર્ચના આધારે હવે આપણી ખેતીની જમીનમાં પણ આપણે ચંદનની ખેતી સપૂર્ણ રીતે સફળ કરી શકીએ તેવી પદ્ધતિ આપણા હાથમાં છે.
ચંદન કોઈપણ પ્રકારની જમીનમાં થઇ શકે છે. જેમ કે,

ગોરાડું

રેતાળ

કાળી જમીન

ડુંગરાળ જમીન વગેરે,

ચંદનની ખેતી માટે પાણીની પણ ખુબજ ઓછી જરૂરિયાત હોય છે, જેથી ઓછા પાણીવાળા વિસ્તારોમાં પણ ચંદનની ખેતી કરી મબલક કમાણી કરી શકાય છે.

ચંદનના છોડનો ઉછેર.

ચંદન વૃક્ષના સારા વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ છે વાવેતર માટેના સારી ગુણવત્તાવાળા રોપા, જે તેનું ભવિષ્ય નક્કી કરશે. ચંદનની સાથે અન્ય છોડની પણ જરૂરિયાત રહેલી છે, જેના મૂળ દ્વારા ચંદન અમુક તત્વો મેળવી પોતાનો વિકાસ કરે છે, જે કુદરતી બાબત છે.

ચંદનના વૃક્ષને લગભગ ૨ વર્ષ સુધી સારી માવજત આપવામાં આવે તો બાકી સમયમાં ખુબજ ઓછા ખર્ચે તથા ઓછી મહેનતે વિકાસ થઇ શકે છે. ચંદનના વૃક્ષમાં ૭-૮ વર્ષ બાદ ચંદન (હાર્ડવુડ ) બનવાનું ચાલુ થઇ જાય છે, તથા ૧૪-૧૫ વર્ષ બાદ તેની કાપણી કરીને વેચાણ કરી શકાય છે.

રોપણી બાદ માલિકી સર્વે નંબરમાં ચંદનના વૃક્ષોની નોધણી આવશ્યક છે, તથા કાપણી સમયે જંગલખાતાના સક્ષમ અધિકારીની મંજુરીબાદ ખેડૂત પોતાની રીતે તેનું વેચાણ કરી શકે છે.

કોઈપણ વૃક્ષનો વિકાસ જમીનની ફળદ્રુપતા, કેળવણી, આપણી સુરક્ષા તથા વાતાવરણ ઉપર આધાર રાખે છે.

ઉત્પાદન તથા આવક

ચંદનમાં ૧૦x૧૨ ફુટના અંતરે એક એકરમાં ૩૫૦ વૃક્ષોનું વાવેતર થાય છે.

ચંદનનો હાલનો ભાવ ૩૫૦૦ થી ૪૦૦૦ પ્રતિકીલો (અંદાજીત) ચાલે છે.

તથા એક ચંદન વૃક્ષ માંથી ૧૪-૧૫ વર્ષબાદ આશરે ૧૫ – ૨૦ કિલો ચંદન મેળવી શકાય છે.

ઓછામાંઓછા થી ગણતરી કરીએ તો ૧૫ કિલો ચંદન x ૩૫૦૦/- = ૫૨૫૦૦/- પ્રતીવૃક્ષ આવક મેળવી શકાય .

આમ, ચંદનની ખેતી કરીને ખેડૂત મિત્રો મોટી કમાણી કરી શકે છે.