હું પણ જીવું છું

હું પણ જીવું છું

3rd December 2017 0 By admin

એક પરિવાર જમવા માટે રેસ્ટોરન્ટમાં ગયો. બધા ટેબલ પર ગોઠવાયા. થોડીવારમાં વેઈટર ઓર્ડર લેવા માટે ટેબલ પાસે આવ્યો. એમણે પહેલા પતિ-પત્નીએ પૂછીને ઓર્ડર લીધો. બંનેએ પોતાનો ઓર્ડર લખવી દીઘો એટલે હળવેથી એણે બાળક સામે જોયું અને સ્મિત સાથે પૂછ્યું, “ બેટા, તારા માટે શું લઈ આવું

બાળકે પણ હસતા હસતા જવાબ આપ્યો એક વેજીટેબલ હોટડોગ અને એક થમ્સઅપ”

બાળકની માતાએ વેઈટર સામે જોઇને અટકાવતા, “એ ભલે કહે પણ એના માટે હોટડોગ અને થમ્સઅપ ન લાવતા અમારા માટે જે ઓર્ડર આપ્યો છે એજ એના માટે પણ લાવજો. વેઈટરે માતાની વાત સાંભળ્યા વગર જ બાળકને ફરીવાર પૂછ્યું, “બેટા , તને હોટડોગ ચીઝ સાથે વધુ ભાવશે કે ચીઝ વગરનો?

બાળકે જેવો જવાબ આપ્યો કે મને ચીઝ સાથેનો હોટડોગ વધુ પસંદ છે, એટલે વેઈટર તો એટલું જ કહીને ફટાફટ જતો રહ્યો, “બસ બેટા પાંચ મિનીટ રાહ જો”

બાળકના માતા પિતા તો અવાચક બનીને એક બીજાની સામે જ જોતા રહ્યા કે આપણી મરજી વગર એને ઓર્ડર એમ લીધો. પોતાના માતા-પિતાને વિચાર મગ્ન જોઇને બાળકે તેના માતા-પિતાને બસ એટલું જ કહ્યું, “ તમે જાણો છો એને મારી વાત કેમ માની? કારણ કે એ સમજુ છે કે હું જીવું છું. હું કઠપુતળી નથી”

વિચારજો ક્યાંક આપણા સંતાનોને આપણે આપણા ઈશારા પર નાચતી કઠપૂતળી તો નથી બનાવી દીધી ને? બાળકને પોતાની ઇચ્છાઓ અને અરમાનો હોય છે અલબત કેટલાક એની નાસમજને કારણે પુરા ન કરી શકાય પણ દરેક વખતે આપણા વિચારો જ બિચારાને  જીવતી જાગતી લાસ બનાવી દે છે.

સારું બોલનારા લોકો તો સરળતાથી મળી રહે છે, પરંતુ કળવું કહેનારા અને તેને સાંભળનારા બહુ દુર્લભ છે.