
આ મેસેજ કોકિલાબેન અંબાણી હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી ડોક્ટર તુષારભાઈ મોતીવાલા તરફથી છે. મહેરબાની કરીને આને ઇગ્નોર ના કરતા:
તુષારભાઈ એમના હોદ્દાની રૂ એ એવી જગ્યામાં બેઠા છે કે ત્યાંથી બધુજ ઓબઝર્વ કરી રહ્યા છે. આટલી ડાયરેક્ટ વાત કરવા માટે એમનો આભાર
“આટ આટલી ચેતવણી છતાં હજુ પણ માણસો સવાર સાંજ પાર્કમાં કે બિલ્ડીંગ નીચે ભેગા થઇ રહ્યા છે. બાળકો પાર્કમાં બિન્ધાસ્ત રમી રહ્યા છે અને પેરેન્ટ્સ બધા સહજતાથી એક બીજાને મળી રહ્યા છે.
મહેરબાની કરીને એક વાત સમજી લ્યો કે આ મજાક નો સમય નથી. તમારે શિસ્ત જાળવવાની જ છે. તમે સુપરમેન નથી. સવાર સાંજ નો વોક લેવાનું બંધ કરો, ઘરમાં રહો અને બાળકોને બહાર ના મોકલો। આ સમય ક્રિકેટ રમવાનો નથી કે પાર્કમાં ગપ્પા મારવાનો નથી.
હું અને મારા સાથી ડોક્ટરો એકધારા માંદા અને બીમાર લોકો સાથે કામ કરી રહ્યા છીએ. અમે જોઈ રહ્યા છીએ કે માણસો કેટલી જલ્દી આ બીમારીના ભોગ બની રહ્યા છે. મારા અનેક સાથી ડોક્ટરો quarantine માં છે કેમકે એમને કોરોના વાયરસ ના દર્દીઓને સારવાર આપી છે.ર=અમે લોકો તમારી જેમ ઘરેથી કામ નથી કરી શકતા। મારા એક ડૉક્ટર સાથી તેમની 3 વરસની દીકરીને ચાર દિવસ થીં નથી મળ્યા।
આપણા ઘરે બાળકો છે. કુટુંબીઓ છે. આપણી પાસે પૂરતા ખાટલા નથી ICU ની કેપેસિટી નથી કે આટલા દર્દીઓને એક સાથે સાંભળી શકે. સાવ સાધારણ શરદી વાળા દર્દીઓને ચોથે પાંચમે દિવસે ICU ની જરૂર પડે છે. અને આપણી પાસે પૂરતી સગવડ નથી. જો તમારા પ્રેમાળ સંતાનોને ICU માં બેડ નહિ મળે તો તમારી શું મનોવેદના થશે?
જો એક 100ના ગ્રૂપમાં 10 જણાને પણ ચેપ લાગ્યો અને છતાં પણ એ લોકો હરીફરી રહ્યા હોય તો બાકીના 90 જણને ચેપ લાગવામાં જરાય વાર નહિ લાગે, આ 100 માંથી 10 ને પણ જો ICU ની જરૂર પડશે તો આપણી પાસે તે સગવડ નહિ મળે કેમકે બધા બેડ ભરેલા હશે.
વળી જેમને ચેપ લાગેલો છે તેમાંથી 50% દર્દીઓને કોઈજ ચિહ્નો નથી દેખાતા પણ તે બીજાને ચેપ લગાડતા ફરશે।
આ લડાઈ છે, અમારી લડાઈ અમે લડી રહ્યા છીએ. તમારે માટે અમે અમારી જાતને અને અમારા કુટુંબીજનોને જોખમમાં મૂકી રહ્યા છીએ. તમે જવાબદાર નાગરિક તરીકેની તમારી ફરજ અદા કરો. મહેરબાની કરીને પોતાની જાતને સુપરમેન સમજવાની ભૂલ નહિ કરતા। કોઈ પણ જાતના એડવેન્ચર થી દૂર રહો. આ જાગતિક આપત્તિ નો સામનો આપણે સાથે મળીને કરવાનો છે.
અમે અમારી ફરજ અમારે જીવને જોખમે પણ કરીશું, પણ તમારા વર્તનને લીધે કાલે અમને એમ નહિ લાગવું જોઈએ કે અમે મુરખ હતા. કેમકે આ વાંચીને પણ તમે સંપૂર્ણપણે બેજવાબદાર વ્યક્તિની જેમ એકમેક ને હળવામળવાનું ચાલુ રાખશો તો તમારી સાથે સાથે તમારા સંતાનો, કુટુંબીઓ અને સમાજને ભોગવવાનો/ગુમાવવાનો વારો આવશે જ્યાંથી પાછા નહિ ફરી શકાય।